મગજ તેજ કરવા માટે સ્કૂલમાં કાન પકડીને બાળકોએ કરી ઉઠક-બૈઠક, શિક્ષકનો પણ થયો સમાવેશ

0
691

જો એમ કહેવામાં આવે કે, કોઈ સ્કુલના બધા બાળકોને એક સાથે કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવે તો કદાચ એ નવાઈ જેવુ લાગે. પરંતુ જો એ કહેવામાં આવે કે બાળકો સાથે બધા શિક્ષકોએ પણ ઉઠક બેઠક કરી તો કદાચ તમે ચોંકી જશો. પરંતુ એવું થયું છે. હરિયાણાની એક સ્કુલમાં જ્યાં બધા બાળકો સાથે શિક્ષકોએ પણ એક સાથે કાન પકડીને ઉઠક બેઠક કરી છે. જો કે શિક્ષણ બોર્ડનો દાવો છે કે, આ કોઈ સજા નહિ પરંતુ સુપર બ્રેન યોગ છે.

સ્કુલના શિક્ષકોએ પણ કાન પકડીને ઉઠક બેઠક કરી :

ઉનાળાના વેકેશન પછી ૮ જુલાઈના રોજ એક અલગ દ્રશ્ય જોવા મળ્યું. સવાર સવારમાં બાળકો જેવા ગ્રાઉન્ડમાં પ્રાર્થના માટે ભેગા થયા. તેમને જણાવવામાં આવ્યું કે, આજે તેમણે એક કાન પકડીને ઉઠક બેઠક કરવાની છે. તે સાંભળીને બાળકો થોડા આશ્ચર્યમાં તો પડી ગયા, પરંતુ થોડા સમય પછી ગજાનંદ નામના યોગ શિક્ષકે બાળકોને યોગના થોડા આસન કરાવવાના શરુ કર્યા. ૪-૫ આસનો પછી યોગ શિક્ષકે બાળકોને ઉઠક બેઠક કરાવવાનું શરુ કરી દીધું. એટલું જ નહિ બાળકો સાથે સ્કુલના શિક્ષકો પણ કાન પકડીને ઉઠક બેઠક કરી રહ્યા હતા.

સ્કુલના ગ્રાઉન્ડમાં બાળકો અને શિક્ષકોનું આ પ્રકારે એક સાથે કાન પકડીને ઉઠક બેઠક કરવું તમને નવાઈ પમાડી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે, ખરેખર બધા એક સાથે એવું કેમ કરી રહ્યા હતા? શું બધાને એક સાથે કોઈ સજા મળી છે? ના. તમારે નવાઈ પામવાની જરૂર નથી. કેમ કે જેને તમે સજા સમજી રહ્યા છો, તેને ખરેખર સુપર બ્રેન યોગ કહેવામાં આવે છે.

આવતા એક વર્ષ સુધી ઉઠક બેઠક કરાવવામાં આવશે :

હરિયાણા શિક્ષણ બોર્ડે બાળકોની માનસિક ક્ષમતા વધારવા અને મગજને એકાગ્ર કરવા માટે એક નવો પ્રયોગ શરુ કર્યો છે. બોર્ડ સેક્રેટરી રાજીવ પ્રસાદે તેના માટે ભીવાનીના સર્વપલ્લી રાધાકૃષ્ણન લેબ સ્કૂલને પસંદ કરી છે. બોર્ડ સેક્રેટરીનો દાવો છે કે, આ કોઈ સજા નહિ પરંતુ સુપર બ્રેન યોગ છે, જે વર્ષોથી ચાલતો આવે છે. પરંતુ તેના મહત્વ ઉપર કોઈએ ધ્યાન આપ્યું નથી. પરંતુ તેમણે તેનું મહત્વ સમજાવતા ભીવાનીની સ્કુલમાં આ પ્રયોગ શરુ કર્યો છે. જ્યાં આવતા એક વર્ષ સુધી બાળકોને આ પ્રકારે કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવશે.

આ બાળકોમાં એક સેમ્પલ ગ્રુપ પસંદ કરવામાં આવ્યું છે, જેમની માનસિક વૃદ્ધિને સાયન્ટીફીક અને એકેડમીક બંને બાબતમાં ચકાસવામાં આવશે, અને એક વર્ષ પછી આ પ્રયોગને સફળ થવા ઉપર હરિયાણાની તમામ સરકારી સ્કૂલોમાં આ યોગની શરૂઆત કરવામાં આવશે. બાળકોને યોગની તાલીમ આપવાવાળા જાણીતા યોગ શિક્ષક ગજાનંદે ન્યુઝવાળાને કાન પકડીને ઉઠક બેઠક કરવામાં આવતા આ ‘સુપર બ્રેન યોગ’ વિષે વિસ્તારથી જણાવ્યું. યોગ શિક્ષકના જણાવ્યા મુજબ યોગની આ પ્રકિયા વર્ષોથી આપણી પરંપરામાં રહેલી હતી. જેનાથી આપણા મગજ ઉપર અસર પડે છે અને આપણી યાદશક્તિ વધે છે.

વિદ્યાર્થીઓને સુપર બ્રેન યોગ વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે :

યોગ કરવાવાળા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમને કોઈ પ્રકારની ટેકનીક નહિ પરંતુ આ યોગ કરવા તેમને ગમે છે. અમુક વિદ્યાર્થીઓને પહેલા પણ સજા તરીકે પણ કાન પકડીને ઉઠક બેઠક કરવી પડી છે, પરંતુ આજે કાન પકડીને ઉઠક બેઠક કરવી સજાથી ઘણી અલગ હતી. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એ સમજાઈ ગયું છે કે, તેમને પહેલા પણ આ સુપર બ્રેન યોગ વિષે વિસ્તૃત જાણકારી આપવાના આવી છે.

આ સ્કુલ હરિયાણાની એકમાત્ર લેબ સ્કુલ છે, જેને તમામ પ્રકારના પ્રયોગો કરાવવાના વિચારો આપવામાં આવ્યા હતા. અહિયાં નર્સરીથી લઈને ૧૨માં ધોરણ સુધી અભ્યાસ થાય છે. સ્કુલમાં બાળકો સાથે શિક્ષકોએ પણ બ્રેન યોગ કર્યા. પ્રિન્સીપાલ મીનાક્ષી કાત્યાય પોતે પણ આ યોગમાં જોડાયા હતા. એબીપી ન્યુઝ સાથે વાત કરતા પ્રિન્સિપાલે જણાવ્યું કે ૨૦૧૧થી આ સ્કુલમાં જુદા જુદા પ્રયોગ કરાવવામાં આવી રહ્યા છે.

સ્કુલના સીઈઓ અને બોર્ડ સેક્રેટરીની પહેલ ઉપર આ પ્રયોગની શરુઆત કરવામાં આવી છે. પ્રીન્સીપાલ જણાવે છે કે સ્કુલ એકેડમીક સ્તર ઉપર તો બાળકોની માનસિક સ્થિતિ ઉપર ઈવેલ્યુએશન તો થશે જ. પરંતુ સાથે જ નેશનલ બ્રેન રીસર્ચ સેન્ટરના નિષ્ણાંત અને યોગ નિષ્ણાંતની મદદથી એક વર્ષમાં બાળકોની માનસિક સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવશે.

ખાસ કરીને વિદ્યાર્થીઓને કાન પકડીને ઉઠક બેઠક કરાવવાનો આ નિર્ણય હરિયાણા શિક્ષણ બોર્ડના સેક્રેટરી રાજીવ પ્રસાદ લાવ્યા હતા. બોર્ડનો દાવો છે કે, વૈજ્ઞાનિક રીતે એ સાબિત થઇ ચુક્યું છે કે એમ કરવાથી બુદ્ધી તેજ થાય છે. બોર્ડ સચિવની પહેલ ઉપર જ ભીવાનીના સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાલયમાં ૮ જુલાઈથી તેની શરુઆત કરવામાં આવી છે, જેનું આવતા એક વર્ષ સુધી મોનીટરીંગ કરવામાં આવશે. બોર્ડના જણાવ્યા મુજબ આ પ્રયોગ સફળ થશે તો આવતા વર્ષથી હરિયાણા વિદ્યાલય શિક્ષણ બોર્ડની તમામ સ્કૂલોમાં તે લાગુ કરવાની શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવશે.

ન્યુઝવાળા સાથે વાત કરતા બોર્ડ સેક્રેટરી રાજીવ પ્રસાદે આ વિચાર પાછળનો હેતુ જણાવ્યો. બોર્ડના સચિવ રાજીવનો દાવો છે કે, આ સુપર બ્રેન યોગથી કાન નીચેના ભાગ ઉપર એક્યુપ્રેશર બિંદુ સક્રિય થઈને મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયાથી મગજમાંથી આલ્ફા તરંગો નીકળે છે જેનાથી મગજ ઘણું કાર્યશીલ બને છે.

સ્કુલમાં બાળકોને સજા તરીકે કાન પકડાવીને ઉઠક બેઠક કરાવવાની પરંપરા લાંબા સમયથી ચાલતી આવે છે. પરંતુ સ્કુલોમાં આ પ્રકારની શારીરિક સજાનો વિરોધ પણ વધુ પ્રમાણમાં થતો રહ્યો છે. પરંતુ હરિયાણા બોર્ડના આ નિર્ણયથી હવે એક નવું પ્રકરણ ઉભું થવાનું છે પરંતુ સ્કુલોમાં આ પ્રકારની શારીરિક સજાનો વિરોધ પણ વધુ પ્રમાણમાં થતો રહ્યો છે. પરંતુ હરિયાણા બોર્ડના આ નિર્ણયથી હવે એક નવું પ્રકરણ ઉભું થવાનું છે, કે શું ખરેખર કાન પકડીને ઉઠક બેઠક કરવાથી મગજ તેજ થાય છે? કે આ માત્ર એક અફવા છે. આમ તો યોગ શિક્ષક અને એક્યુપ્રેશર નિષ્ણાંત સુપર બ્રેન યોગને સારું ગણી રહ્યા છે, પરંતુ તે યોગની સાચી સફળતા ત્યારે કહેવામાં આવશે જયારે નેશનલ બ્રેન રીસર્ચ સેન્ટર પોતાની શોધમાં આ પ્રયોગને સફળ ગણે.

આ માહિતી એબીપીન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.