શું તમારે નસોના બ્લોકેજથી બચવું છે? તો ખાઓ આ વસ્તુ, નસોનું ફુલાવું વગેરેથી પણ બચી શકો.

0
8972

આજની ભાગદોડવાળી જીવનશૈલીએ આપણું સ્વાસ્થ્ય પુરી રીતે ખરાબ કરીને રાખી દીધું છે. અને ખાવા-પીવાની ખોટી આદતો, વધારે તણાવ વગેરેને કારણે આપણે ઓછી ઉંમરમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. અને આજકાલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ, અસ્થમા, હાર્ટથી જોડાયેલ સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. આ બધી સમસ્યાઓ યુવાન લોકોમાં પણ ઘણી વધારે જોવા મળી રહી છે.

આ બધી સમસ્યાઓની સાથે લોકોને નસોના બ્લોકેજની સમસ્યા થવી પણ ઘણી જોવા મળી રહી છે. જો સર્વેના આંકડાઓનું માનીએ તો ઉત્તર ભારતમાં લગભગ 40 ટકા લોકોની ધમનીઓ નબળી છે. અને 20 ટકા મહિલાઓને ગર્ભાવસ્થા પછી આ સમસ્યા થાય છે. આની જાણ સમય પર થઇ શકતી નથી, પછી એની અસર વૈરિકાજ વેઇન્સ (varicose veins) ના રૂપમાં સામે આવે છે. આ સમસ્યા થવા પર પગમાં સોજો અને ગુચ્છા બનવાનું શરુ થઇ જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે નસોની નબળાઈ અને બ્લોકેજ થવાનું કારણ આપણી ડાયટમાં પોષક તત્વોની કમી હોય છે. આપણે સંતુલિત આહારની જગ્યાએ બહારનું તળેલું, સેકેલું અને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે રાખીએ છે, એટલે આપણા લોહીમાં અપશિષ્ટ પદાર્થોની માત્રા વધી જાય છે. જે આપણી નસોમાં લોહીનું સર્કુલેશન અટકાવવાનું શરુ કરી દે છે.

આમ થવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. અને એનાથી નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે થતો નથી, અને લોહી રોકાવું અને જામવાનું શરુ થઇ જાય છે. આ સમસ્યા થોડા સમય પછી બ્લોકેજનું રૂપ લઇ લે છે. હાર્ટ અને શારીરના અન્ય ભાગોમાં બ્લોકેજ ખોલવા માટે સર્જરી અને દવાઓની મદદ લેવી પડે છે અને તે ખુબ મોંઘો ઈલાજ છે.

કયા લોકોને થાય છે બ્લોકેજની સમસ્યા?

મિત્રો શરીરમાં બ્લોકેજની સમસ્યા ત્યારે થાય છે, જયારે લોહી સંચારિત થઈને હ્ર્દય સુધી પોંહચતું નથી. અને સમય જતા તે ગાંઠ અને ગુચ્છાના રૂપમાં આપણી સામે આવે છે. આ સમસ્યા તે લોકોને થાય છે જે સતત ઘણા સમય સુધી દરરોજ એક જ જગ્યા પર બેસીને કામ કરતા હોય છે. વૈરિકોઝની સમસ્યા પગની ધમનીઓમાં વધારે હોય છે. કારણ કે ત્યાં લોહીના પ્રવાહનો ભાર વધારે હોય છે.

આહાર જે કરે છે ઘમનીઓની કુદરતી સફાઈ :

મિત્રો આ સમસ્યામાં માંથી આપણને આપણો આહાર બહાર લાવી શકે છે. મેડિટેરેનિયન ડાયટ પ્લાન જેમાં ઓછી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય પરંતુ ફાઈબરની માત્રા ભરપૂર હોય, એને ફોલો કરો. સાકર અને મીઠાનું સેવન ઓછું કરો, અને માખણની જગ્યાએ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. ઘમનીઓને અનુકૂળ ખાદ્ય પદાર્થ જેમ ચણા, દાડમ, ઓટ, એવેકાડોસ, લસણ, કેસર, હળદર, કૈલામસ, લીલા શાકભાજી અને ફળોનું સેવન કરો.

અને હંમેશા ખાવાનું ખાધા પછી નવસેકા પાણીનું સેવન જરૂર કરો. કારણ કે આનાથી નસોમાં બ્લોકેજનો ભય ખુબ ઓછો થઇ જાય છે. તેમજ મેટાબોલિઝમને વધારવા માટે એરોબિક એક્સરસાઇઝનો સહારો લો.

નસોના બ્લોકેજથી બચવાના ઉપાય :

લસણ :

મિત્રો જણાવી દઈએ કે લસણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ ફાયદાકારક હોય છે. તો આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે પોતાના આહારમાં લસણને ઉમેરો. બંધ ધમનીઓની સમસ્યા હોવા પર 3 લસણની કળીને 1 કપ પાણીની સાથે ઉકાળીને એનું સેવન કરો.

એવોકાડો :

એવોકાડો(જમરૂખના આકારનું ઉષ્મકટિબંધનું એક ફળ) માં રહેલા મિનરલ્સ, વિટામિન A, E અને C કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. આનાથી લોહીની કોશિકાઓમાં કોલેસ્ટ્રોલ જામેલું રહેતું નથી, અને તમે બ્લોકેજની સમસ્યાથી બચી શકો છો.

ઓટ્સ :

જાણકારી માટે જણાવી દઈએ કે ઓટ્સનું દરરોજ સવારે નાસ્તામાં સેવન કરવાથી બ્લોકેજની સમસ્યા દૂર કરી શકાય છે. આમાં ફાયબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.

દાડમ :

મિત્રો દાડમ પણ તમને આ સમસ્યા માંથી છુટકારો અપાવે કે. એના માટે એન્ટીઓક્સીડેન્ટ, નાઇટ્રિક અને ઓક્સાઇડના ગુણોથી ભરપૂર દાડમના 1 ગ્લાસ જ્યુસનું દરરોજ સેવન કરવું. તમને ધમનીઓની બ્લોકેજની સાથે સાથે બીજી ઘણી હેલ્થ પ્રોબ્લમથી તે દૂર રાખે છે.

ડ્રાઈ ફ્રુટ :

આ યાદીમાં આગળ આવે છે સુકા મેવા. તમે દરરોજ ઓછામાં ઓછી 50 થી 100 ગ્રામ બદામ, અખરોટ અને પેક્ન (Pecan) નું સેવન કરો. તે તમારી રક્ત કોશિકાઓમાં કોલેસ્ટ્રોલ જમા થવા દેતા નથી, અને આનાથી તમે બ્લોકેજની સમસ્યાથી બચી શકો છો.

આયુર્વેદિક હર્બ્સ :

આ સમસ્યા સામે લડવા લસણ, મધ, હળદર, કેસર, કેમલસ અને કુસુરા ફૂલોને મિક્ષ કરીને એનું જ્યુસ પીવો. આનું દરરોજ સેવન કરવાથી તમે બ્લોકેજની સમસ્યાની સાથે ઘણા બીજી પણ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચી શકો છો.

પૂરતી ઊંઘ :

અન્ય એક ઉપાય એ છે કે ભરપૂર ઊંઘ લો. કારણ કે ઊંઘ લેવાથી હોર્મોન્સ સંતુલન બગડતું નથી. અને તમે વધારે બીમાર પડતા નથી.

મોટાપા ઉપર રાખો કંટ્રોલ :

જણાવી દઈએ કે તમારો મોટાપો પણ ઘણી બીમારીઓનું મૂળ કહેવામાં આવે છે. નશોની બ્લોકેજ માટે પણ વધતું વજન જવાબદાર છે. એટલા માટે બટર, ચીજ, ક્રીમ, કેક, રેડ મીટ જેવી ડાયટનું સેવન ઓછું કરો.

ઘુમ્રપાનને કહો ના :

મિત્રો ઘુમ્રપાન કરવું પણ નસોની બ્લોકેજનું મુખ્ય કારણ છે. એટલા માટે તમે ઘુમ્રપાન કરતા હોય તો આજથી છોડી દો. તે કેન્સર માટે પણ જવાબદાર છે.

એક્સરસાઇઝ :

મિત્રો તમે દરરોજ 30 મિનિટ યોગ, એરોબિક અથવા થોડુંક વ્યાયામ કરવાનું રાખો. આનાથી નસોમાં હલનચલન થતી રહે છે. જેનાથી બ્લોકેજનો ખતરો ઓછો થાય છે. અને સાથે જ તે તમને ફીટ રહેવામાં પણ ઘણું મદદરૂપ છે. તે તમારો મોટાપો પણ ઓછો કરશે.