વરસાદના પાણી કે પાણીના વહેણથી જમીન ના ધોવાય એ માટે ક્યું વૃક્ષ કે છોડ લગાવાય? અન્ય શું કરી શકાય?

0
451

પાણીના વહેણ અને વરસાદથી જમીનનું ધોવાણ થવું એ મોટી સમસ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર લોકો આ સમસ્યાથી પરેશાન થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, અને તેનો ઉપાય શોધી રહ્યા છો, તો આજનો આ લેખ તમારી મદદ કરી શકે છે. આજે અમે વરસાદના પાણી કે પાણીના વહેણથી જમીનનું ધોવાણ થતું અટકાવવા શું કરી શકાય તેની જાણકારી લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું એવા ઝાડ વિષે જેને ઉગાડીને તમે જમીનનું ધોવાણ અટકાવી શકો છો.

જમીનનું ધોવાણ અટકાવવા માટે જાડા થડીયાવાળા ઝાડ જેમ કે પીપળો, વડ, લીમડો, ખીજડો, ઉંબરો વગેરે રોપી શકાય છે. તે સિવાય વાંસ પણ લગાવી શકાય છે. ખેતરની ફરતે વાંસની બોર્ડર બનાવી શકાય છે, તેનાથી પણ જમીનનું ધોવાણ અટકે છે.

કેસકી કે કેતકી લગાવવાથી પણ જમીનનું ઢોવાણ થતું નથી. વાડ કરવાથી પણ જીવન માટે આ ઝંઝટ રહેતી નથી. કેતકીના પાન તલવાર જેવા ઉપરથી સાકંડા અણીદાર હોય છે અને નીચે જતા પહોળા થતા જાય છે. તેની કિનારી પર ઝીણા કાંટા જેવી અણી હોય છે. કેતકીના પાકટ છોડ પર 6 થી 8 ફૂટ વાંસ જેવો સોટો નીકળતા ઉપરના ભાગે ઝૂમખામાં ફરતા કુવારપાઠાના રોપ જેવા બચ્ચા હોય, એને નીચે પાડી એક કયારો કરી રોપી દેવા. ચોમાસે પાણી આપવાની જરૂર નહી, પછી મહીનામાં બે વાર પાણી આપો તો ચાલે. વરસ દિવસ થતા જ્યાં વાડ બનાવવાની હોય ત્યાં રોપી દેવા. સરસ મજાની વાડ થશે, જમીન અને ખાસ તો શેઢાનું ધોવાણ નહી થાય.

તમે શેઢા ઉપર મોજાળી અથવા દર્ભ પણ વાવી શકો છો. એ શ્રાવણ મહિનામાં વાવેતર કરાય. ફૂલ વરસાદ થયા પછી એના થોડા પીલા વાવો તોય ખૂબ ફેલાશે, અને ગમે તેવું પુર આવે તોય ધોવાણ થતું નથી. ત્રણ વર્ષમાં તો મજબૂત થઈ જશે.

શેઢા ઉપર થોર વવાય જેનાથી જમીનનું બિલકુલ ધોવાણ થતું નથી. મેંદી પણ વાવી શકાય, તેનાથી જમીનનું ધોવાણ નહિ થાય અને સુગંધ પણ આવે.

શેઢા પર ધોવાણ અટકાવવા માટે દુર્વા રોપવી. અને આપણી જમીન ઉંચી હોય અને પાડોશીની જમીન નીચે હોય, તો શેઢા પર નારિયેળ, ખજુરી, વગેરે વાવવી જેના મૂળિયાં શેઢાના પાળાને બરાબર પકડી રાખશે અને ધોવાણ અટકશે, સાથે ફળ ખાવા મળશે.

ખેતરમાં શેઢા પર અરીઠા, આમળા, આમલી, કોઠી, પીલુડી, બીલા, શિકાકાઈ, લીમડો, નીલગીરી, સરગવો જેવા વૃક્ષો વાવી શકાય છે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમે લાઈક અને શેયર કરશો તો જ ફેસબુક અમારા નવા નવા આર્ટિકલ તમારા સુધી પહોંચાડશે.