રિસાયેલી પત્નીને મનાવવાની આ 5 રીત ક્યારેય નહિ થાય ફેલ, આજમાવીને જોઈ લો

0
514

પતિ પત્ની વચ્ચે ભલે ઘણો વધુ પ્રેમ હોય પરંતુ ઝગડા પણ ઓછા નથી થતા. એવું કહેવામાં આવે છે કે, નાના મોટા ઝગડાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પરંતુ ઘણી વખત પતિની કોઈ વાત પત્નીને એટલી ખરાબ લાગી જાય છે, જેનો અંદાજો નથી લગાવી શકાતો. પતિ હંમેશા વિચારે છે કે, તેની પત્ની થોડા સમય માટે એ વાતને ભૂલી જાય, પરંતુ એવું બનતું નથી.

નારાજ થવાની આ પરંપરા દિવસેને દિવસે વધતી જાય છે. ઘણી વખત તો નારાજગી દુર કરવા માટે પતિએ પોતાના ખિસ્સામાંથી મોટો ખર્ચ કરવો પડે છે. આજે અમે તમને થોડી એવી ટીપ્સ વિષે જણાવીશું, જેમાં તમે વધુ સમય બગડ્યા વગર તમારી રિસાયેલી પત્નીને મનાવી શકો છો.

ઘરનું કામ સંભાળો :

નારાજ પત્નીને મનાવવા માટે તમારે ઘણું બધું કરવું પડશે. સારું રહેશે કે તમે કાંઈ પણ કહ્યા વગર અને સાંભળ્યા વગર ઘરના બધા કામ કરવાનું શરુ કરી દો. બાળકોની જવાબદારીથી લઈને ઘરની બાઈનું ધ્યાન રાખો. થોડા દિવસો સુધી ઘરનું સંપૂર્ણ કામ સંભાળી લો. બની શકે છે એવું કરવાથી તમારી પત્નીની નારાજગી થોડી ઓછી થઈ જાય.

રિસાઈ જવાનું કારણ જરૂર પૂછો :

જો તમારી પત્ની રિસાઈ ગઈ છે તો જરૂર તેનું કોઈ મોટું કારણ હશે. એવી સ્થિતિમાં તમારે તેની સાથે વાત કરવાના દરેક પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ એટલું સમજી લો કે, તમારી પત્ની તમને સરળતાથી રિસાઈ જવાનું કારણ નહિ જણાવે. તમારે સત્ય જાણવા માટે ઘણી મહેનત કરવી પડશે.

પીછો કરતા રહો :

પત્નીના નારાજ થયા પછી હંમેશા પતિ પણ વાત કરવાનું બંધ કરી દે છે. પરંતુ એવું કરવું ઘણું ખોટું કહેવાય છે. જો તમે તમારી પત્નીને વધુ અટેંશન આપશો તો તેણે તમારી ઉપર એમ પણ પ્રેમ આવી જશે. તમારું તેની ઉપર વિશેષ ધ્યાન એમની બધી નારાજગી ભુલાવી દેશે. અને કોઈના દિલની નજીક પહોંચવા માટે તેના પેટ સુધી પહોંચવું પડે છે. તમને ખાવાનું બનાવતા આવડતું હોય કે ન આવડતું હોય પરંતુ કાંઈક બનાવવું તો પડશે જ. નારાજ પત્નીને જો તમે કાંઈક બનાવીને ખવરાવશો, તો તેનો સંપૂર્ણ ગુસ્સો દુર થઇ જશે.

શોપિંગ કરવા લઈ જાવ :

મહિલાઓને શોપિંગ કરવું ઘણું ગમે છે. આ આ સ્ટેપ થોડો ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ તેના પ્રેમથી વધુ મોંઘુ નહિ હોય.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.