ખોટી FIR થી બચવા માટે કરો આ કામ, પોલીસ પણ તમારું કંઈજ બગાડી નહિ શકે

0
12715

એફઆઈઆર (FIR) નો અર્થ થાય છે First Information Report. કોઈ પણ ક્રિમિનલ ઑફેંસ થવા પર પોલીસમાં જઈને એફઆઈઆર લખાવવી પડે છે. એફઆઈઆર લખાવ્યા પછી જ પોલીસ આગળની કાર્યવાહી કરે છે અને ફરિયાદ મળવા પર જ એફઆઈઆર લખવામાં આવે છે. પીડિત વ્યક્તિ પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર લખાવે છે, ત્યારબાદ પોલીસ આરોપીઓ પર ઉચિત કાર્યવાહી કરે છે. એફઆઈઆર એક પ્રકારનો લેખિત દસ્તાવેજ હોય છે. જેને ફરિયાદ મળવા પર પોલીસ તૈયાર કરે છે.

એફઆઈઆર કયારે લખાવી શકાય?

જણાવી દઈએ કે કૉગ્નિઝેબલ ઑફેન્સ (પોલીસ અધિકાર હેઠળનો અપરાધ ગુનો) થવા પર જ એફઆઈઆર રજીસ્ટર કરાવી શકાય છે. કૉગ્નિઝેબલ ઑફેન્સ એટલે એવો ઑફેન્સ જેમાં પોલીસને કોઈને અરેસ્ટ કરવા માટે વોરંટની જરૂર નથી પડતી. આ સ્થિતિમાં પોલીસ આરોપી વ્યક્તિને પકડીને એની પૂછપરછ કરી શકે છે. તેમજ જો ઑફેન્સ નોન કૉગ્નિઝેબલ હોય તો આ સ્થિતિમાં એફઆઈઆર દાખલ કરવામાં આવતી નથી. કોર્ટની દખલ પછી જ આ પ્રકારની એફઆઈઆર દાખલ થઇ શકે છે. કોર્ટના ઓર્ડર વગર પોલીસ એક્શન નથી લઇ શકતી.

ખોટી એફઆઈઆર વિરુદ્ધ કરો આ ધારાનો ઉપયોગ :

આજે અમે જણાવીશું કે કોઈએ ખોટી એફ.આઈ.આર. કરી હોય તો એનાથી તમે કેવી રીતે બચી શકો. આ બાબતે હાઇકોર્ટના વકીલ સંજય મેહરાનું કહેવું છે કે ઇંડિયન પિનલ કોડની કલમ 482 અંતર્ગત આવા પ્રકારના કિસ્સામાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટેને યાચિકાકર્તાની દલીલ સાચી લાગે તો રાહત મળી શકે છે.

જો કોઈ વ્યક્તિ તમારા વિરુધ્ધ ખોટી એફ.આઈ.આર. દાખલ કરે, તો તમે આ કલમનો ઉપયોગ કરી શકો છો. આ કલમ દ્વારા વકીલના માધ્યમથી હાઇકોર્ટમા વિનંતિપત્ર (દયાની અરજી) લગાવી શકાય છે. આ અરજીની સાથે તમે આપની નિર્દોષતાના પુરાવા પણ આપી શકો છો. જેમાં તમે વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ,ફોટોગ્રાફ્સ,ડોક્યુમેંટ્સ દયાની અરજી સાથે અટેચ કરી શકો છો. જેનાથી આપ આપની નિર્દોષતાને મજબૂતીથી કોર્ટમાં રજૂ કરી શકશો.

ચોરી, મારામારી, બળાત્કાર અથવા કોઈ બીજા મામલામાં આપને ષડયંત્ર કરીને ફસાવ્યા હોય તો આપ હાઇકોર્ટમા અપીલ કરી શકો છો. હાઇકોર્ટમા કેસ ચાલતો હોય તે દરમ્યાન પોલિસ તમારી વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે. એટલુંજ નહીં જો તમારી વિરુધ્ધ વોરંટ પણ બહાર પડ્યો હોય તો પણ કેસ ચાલતો હોય તે દરમ્યાન આપની ધરપકડ નહીં કરી શકે. કોર્ટ તપાસ અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.

તમે જો આ કલમ દ્વારા હાઇકોર્ટમા તમારી યાચિકા દાખલ કરવા માંગતા હોવ, તો સૌથી પહેલાં તમે એક ફાઇલ તૈયાર કરો. આ ફાઇલમાં એફ.આઈ.આર.ની કોપીની સાથે પુરવાના જે પણ જરૂરી ડોક્યુમેંટ્સ હોય તે જોડો. એના માટે તમે વકિલના માધ્યમથી પુરાવા તૈયાર કરી શકો છો. જો તમારા પક્ષમાં કોઈ સાક્ષી હોય તો એમાં એનો પણ ઉલ્લેખ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.