જીવનમાં મોટો ટારગેટ મેળવવો છે, તો હનુમાનજીથી સાથે જોડાયેલ રામાયણનો આ અધ્યાય જાણી લો

0
482

હનુમાનજીથી સાથે જોડાયેલ રામાયણનો આ અધ્યાય તમને જીવનમાં મોટો ટારગેટ મેળવવામાં કરશે મદદ, દરેકે વાંચવા જેવો લેખ

જીવનમાં જો તમે કાંઈ મેળવવા માગો છો, તો તે તમારી અંદર આત્મવિશ્વાસનું હોવું ઘણું જરૂરી હોય છે. જો તમે પોતાને જ નબળા સમજવા લાગશો અને પ્રયાસ પહેલા જ હાર માની લેશો તો જીવનમાં કોઈ મોટો ટાર્ગેટ પ્રાપ્ત નહિ કરી શકો. તે વાતનું સૌથી સારું ઉદાહરણ રામચરિત માનસના પાંચમાં અધ્યાય સુદંરકાંડમાં જોવા મળે છે.

જેમ કે તમે બધા જાણો છો કે, જયારે રાવણ સીતાજીનું હરણ કરી તેમને લંકા લઇ ગયો હતો, તો રામ લક્ષમણ પોતાની વાનર સેના સાથે તેમને શોધવા નીકળ્યા હતા. તેમાં વચ્ચે રસ્તામાં એક વિશાળ સમુદ્ર આવી જાય છે જેને સૌથી પહેલા સ્વયં હનુમાનજી પાર કરી જાય છે.

જયારે શરુઆતમાં વાનર સેના આ સમુદ્ર કાંઠા ઉપર ગઈ હતી તો તેને આ કામ અશક્ય એવું લાગી રહ્યું હતું. બધાને એવું લાગી રહ્યું હતું કે, સો યોજન એટલે લગભગ ૪૦૦ કી.મી. લાંબો સમુદ્ર પાર કરીને લંકા જવું ઘણું મુશ્કેલ કે અશક્ય કામ છે. વાનરની ટુકડીમાં સૌથી પહેલા સમુદ્ર પાર કરવાને લઈને જામવંતે અસમર્થતા દર્શાવી. ત્યાર પછી અંગદ આવ્યો અને કહ્યું કે હું સમુદ્ર પાર તો કરી જઈશ પરંતુ પાછું આવવામાં મને શંકા છે. અહિયાં અંગદમાં વિશ્વાસની અછત જોવા મળે છે.

ત્યાર પછી જામવંતે હનુમાનજીને પ્રેરિત કરતા તેમની શક્તિઓને યાદ કરાવી. પછી હનુમાનજીએ પોતાના શરીરને પહાડ જેવું મોટું કરી લીધું. પછી પુરા આત્મવિશ્વાસ સાથે તે બોલ્યા હું તો એક છલાંગમાં સમુદ્ર પાર કરી લંકાનો નાશ કરી દઈશ. રાવણ અને તેની રાક્ષસી સેનાનો નાશ કરી સીતા મૈયાને સાથે લઇ આવીશ.

હનુમાનનો પોતાની શક્તિ ઉપર આટલો આત્મવિશ્વાસ જોઈ જામવંતે તેમને શાંત કર્યા અને કહ્યું કે, તમે માત્ર સીતાજીની શોધ કરો. રાવણને મારવાનું કામ રામજીનું છે. 6ત્યાર પછી હનુમાનજીએ પુરા આત્મવિશ્વાસ અને જોશ સાથે સમુદ્ર પાર કરી લીધો, રસ્તામાં આવનારી અડચણો જેવી કે સુરસા અને સિંહીકા પણ તેમના આત્મવિશ્વાસને ડગમગાવી ન શક્યા.

આ અધ્યાયમાંથી આપણને થોડું સીખવા મળે છે. જો આપણા મનના વિચાર નબળા હોય, આત્મવિશ્વાસની કમી હોય અને તમે કોઈ કામ કે તમારી ક્ષમતાને લઈને શંકા કરો છો, તો સફળતા તમને ક્યારેય નહી મળે. નબળી માનસિકતા હોવાને કારણે જ આપણે સ્થિતિનો સામનો કરતા પહેલા જ હાર માની લઈએ છીએ.

અને બીજી તરફ જો તમે પોતાના ઉપર વિશ્વાસ રાખો અને પોતાની અંદર આત્મવિશ્વાસ જાળવી રાખો, તો ઢગલાબંધ અડચણો આવવા છતાં પણ તમે તમારા ટાર્ગેટને પ્રાપ્ત જરૂર કરી લેશો. એટલા માટે પોતાના ઉપર વિશ્વાસ રાખવો જ મોટો ટાર્ગેટ પ્રાપ્ત કરવાની ચાવી છે.

તમે ક્યારેય પોતાને નબળા ન સમજો, જો કોઈ વસ્તુમાં તમે પારંગત નથી તો તેમાં પારંગત બનવા તરફ પ્રયાસ કરો. પ્રયાસ એક એવી વસ્તુ છે જેને વારંવાર કરવામાં આવે તો તે સફળતામાં ફેરવાઈ જ જાય છે. એટલા માટે તમારે પ્રયાસ કરવાથી ક્યારે પણ પાછા ન પડવું જોઈએ. અમને આશા છે કે તમને એ વાત સારી રીતે સમજાઈ ગઈ હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.