તિરુપતિના મંદિરમાં સ્પેશ્યલ દર્શન માટેનો રૂપિયા 300 નો પાસ આવી રીતે મળે છે મફત, ક્લિક કરીને વાંચો.

0
1648

તિરુપતિનાં સ્પેશ્યલ દર્શન માટેના ૩૦૦ રૂપિયાનો પાસ આવી રીતે મળે છે મફત તિરુપતિ જતા હોય અથવા જવાના હોય તો એકવાર જરૂર વાંચજો

અમે ત્યાં જઈને આવ્યા છીએ એનો જ એક અનુભવ કહીએ છીએ. અમને પણ પહેલા એમ થતું કે ૩૦૦ રૂપિયામાં ફટાફટ દર્શન થતા હશે આ અન્યાય છે વગેરે વગેરે, પણ ત્યાં જઈને આખી સીસ્ટમ જોઈ તો કોઈ જ પ્રશ્ન રહ્યા નહિ અમે મફત પાસ વાળી લાઈનમાં હતા, બાજુમાં સ્પેશ્યલ દર્શન વાળા આવ્યા એ લોકો પણ ૪ કલાકથી લાઈનમાં હતા તેમણે અમારી લાઈનને એમની બાજુ માંથી એમની પણ આગળ જતી જોઇને પૂછવા લાગ્યા આ કઈ લાઈન છે? અમે કીધું ફ્રી દર્શનની, એમણે પૂછ્યું કેટલા કલાકથી લાઈનમાં છો? અમે કીધું ૩ કલાકથી. એ ભાઈને આંચકો લાગ્યો કે આ ફ્રી વાળા અમારી સાથે જ દર્શન કરશે?

જી હા મિત્રો, તમારે પણ ફ્રીમાં સ્પેશ્યલ દર્શન વાળાની જેમ ૪ કલાકમાં ભગવાન તિરુપતિના દર્શન કરવા હોય તો આ આર્ટીકલમાં અમે તમને રીત જણાવી દઈએ ક્યાંથી મળે છે? ને સાથે સુ લઇ જવું? જેથી તમે પણ 4 કલાક સુધીમાં દર્શન કરી શકશો. કોઈપણ લાઈનમાં ઓછામાં ઓછા 4 કલાક તો લાગે જ છે. કોઈપણ એ પછી VVIP કેમ નાં હોય. બસ ઘણાને આ રીત ખબર નથી હોતી.

દુનિયાનું સૌથી મોટુ ધાર્મિક સ્થળ જ્યાં રોજના 1 લાખ લોકો ફ્રી માં જમે છે, રહેવાની સગવડથી લઇને દરેક જાતની સગવડો એકદમ સસ્તા દરોમા થાય છે. કોઈ પહાડ પર 1 લાખથી વધુ લોકોની વ્યવસ્થા કરવી ઘણી અઘરી છે, પણ તિરુપતિ બાલાજીની કૃપાથી નંબર વન મેનેજમેન્ટ છે. નાના મોટા દરેક લોકો એકસરખા અને ખુબ જ સરસ દર્શન કરીને પોતાની મનોકામનાઓને માનતાઓ પૂરી કરે છે. અહીની માનતાનુ સત એટલું છે કે લોકો ફરી ફરીને આવતા જ રહે છે.

ઘણા ઈર્ષાળુને હિંદુ વિરોધી લોકો કહેતા હોય છે, દર્શન માટે ૩૦૦ રૂપિયા શા માટે લે છે? દર્શન મફત હોવા જોઈએ વગેરે વગેરે પણ જે લોકો તિરુપતિ જીવનમા એકવાર જાય પછી ક્યારેય આવા સવાલ નહિ કરે. એટલે જ આજે દુનિયાભરના લોકો ત્યાં દર્શને આવે છે પણ ભારતની અમુક નાસ્તિક પ્રજાતિને આ ઘણું પેટમાં દુ:ખે છે ને દાન ના આપશો એવી છાતી ફૂટતા ફરે છે. એ છાતીકુટણીયા પ્રજાતિને પણ અમારી ગેરંટી છે એ પણ એકવાર તિરુપતિનાં દર્શન કરશે, તો બધું જ સમજાઈ જશેને ક્યારેય છાતી નહિ કૂટે. હવે જોઈએ આખી પ્રોસેસ છે શું?

અહિયાં દર્શન માટે અલગ અલગ પ્રકારે તમે જઈ શકો છો. એક છે ચાલીને પગપાળા જવાનો રસ્તો જેમને દર્શન ફટાફટ થતા હોય છે.

ભગવાન બાલાજી તિરુમાલામાં બિરાજે છે. જે તિરુપતિથી 23 કિલોમીટર ઉપર પહાડી સુધી જવાનો રસ્તો છે. ત્યાં સુધી તમે ચાલીને જસો તો લગભગ 5 કલાકમાં દર્શન થઇ જતા હોય છે.

ઉપર સુધી 22 કિલોમીટર તમે બસ દ્વારા પણ જઈ શકો છો. સરકારી બસથી જાઓ તો લગભગ 40 રૂપિયા જેવું ભાડું થાય છે અને AC બસમાં જવું હોય તો 70 રૂપિયા, આ અત્યારનું ભાડું છે, જે સમય સાથે બદલાઈ શકે છે. ઉપર જઈને તમે જનરલ લાઈનમાં ઉભા રહો, તો લગભગ ૭ કલાક જેટલા સમયમાં દર્શન થાય છે. એટલે ચાલીને જાય એ લોકો કરતા પણ વધુ સમય લાગી જાય છે.

7 કલાકથી ઓછા કરવા હોય એટલે કે ૩ કલાક જેટલા સમયમાં દર્શન કરવા હોય તો તમારે સ્પેશ્યલ દર્શનનો પાસ ખરીદવો પડે છે. જે લગભગ ૩૦૦ રૂપિયાનો હોય છે. તમારે ૩૦૦ રૂપિયા ખર્ચ કરીને પણ 3 થી 4 કલાક લાઈનમાં રહેવું પડશે. મંદિર મેનેજમેન્ટ કોઈને અન્યાય ના થાય એટલા માટે આજ એટલે કે સ્પેશ્યલ દર્શન માટેના પાસ ફ્રીમાં પણ વહેચે છે, તમે તે પણ લઇ શકો છો.

આ દર્શનનું નામ છે સર્વદર્શનમ જેના માટે તમારે સવારે 4 વાગે તિરુપતિ રેલવે સ્ટેશનની સામેની સાઈડ પર વિષ્ણુ નિવાસ નામની બિલ્ડીંગ છે. ત્યાં 15 જેટલી બારીયો ખુલે છે. જેમની પાસે દરેક કલાકના 500 જેટલા પાસ એટલે કે 9 વાગ્યાનાં ટાઈમ સ્લોટનાં 500 પછી 10 વાગ્યાનાં ટાઈમ સ્લોટનાં 500 એમ સવારથી સાંજ સુધીનાં પાસ તમને ખાલી 15 મિનીટ લાઈનમાં ઉભા રહેવાથી મળી જશે. જ્યારે સ્પેશ્યલ દર્શન માટે ૩૦૦ રૂપિયાનો પાસ લેવા પણ અડધો કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. સવારે 4 વાગે મળતા પાસનો અમુક નિશ્ચિત ક્વોટા હોય છે. તે વહેચાઈ જતા આ ફ્રી પાસ આપતી બારીઓ બંધ થઇ જાય છે. માટે સવારે 4 વાગ્યા પહેલા પહોચવું વધુ હિતાવહ છે.

ખાસ ધ્યાન રાખજો પાસ એક વ્યક્તિને એક જ મળશે અને ખાસ આધારકાર્ડ લઈને જશો તો જ મળશે. આધાર કાર્ડ પર જ પાસ ઈશ્યુ થાય છે. આ પાસનાં બીજા પણ લાભ છે દર્શન પછી એક એક લાડુ તો દરેકને ફ્રી મળે છે એના પછી એક્સ્ટ્રા લાડુ લેવા હોય, તો આ પાસ બતાવીને તમે 2 લાડુ ફક્ત 20 રૂપિયામાં લઇ શકો છો. જેની ઓરીજનલ કિમંત 100 રૂપિયા છે. હા મિત્રો આ 100 રૂપિયાની કિમંતનાં ઈલાયચી કાજુથી ભરપુર સ્વાદિષ્ટ લાડુ તમને ફક્ત 20 રૂપિયામાં મળશે જ્યારે 4 લાડુ લેવા હોય તો 70 રૂપિયામાં મળશે અને એ પછી વધુ લેવા હોય તો સ્કીમ બંદ. પછી તમને પડતર કિમંતમા જ લાડુ મળશે.

આ લાડુ હજારો વર્ષ પહેલાની ટેકનીકથી એ જ રીતે આજે પણ બનાવાય છે. એકવાર ખાસો તો જ ખબર પડશે લાડુનો મહિમા અમે ગમે એટલું લખસુને તમે વાંચશો તો પણ નહિ જ સમજાય.

લાડુ લીધા પછી બહાર નીકળતા પહેલા અહી ચાલતા અન્નપ્રસાદનો પણ લાભ લઇ શકો છો. બાકી લાઈનમાં હસો ત્યારે પણ કંઈકને કંઈક જમવા આપે છે. લાઈન મીન્સ એમાં ઉભા જ રહૅવાનું એવું નથી ઉપર એવા મોટા મોટા હોલ હોય છે. જ્યા શાંતિથી બેસવાનું એક પછી એક હોલ ખુલે એમ આગળ જવાનું. હોલમાં હોય ત્યારે શાંતિથી આડા પડીને સુઈ જાઓ તો પણ વાંધો નથી. ને એ હોલમાં જ કાંઈક જમવા પણ આપે છે એ ટાઈમ પ્રમાણે હોય છે. વહેલી સવાર હોય તો દૂધ પછી ખીચડી જેવું એવું કાંઈક સાત્વિકને સારું આપે છે, જેથી તમને રાહત થાય. બાકી બધી લાઈનોમાં ઉભા રહો જ્યાં ટાંટિયા તોડવા પડે એવું બિલકુલ નથી.

બાકી 300 રૂપિયા ખર્ચ કરો તો પણ પૈસા વસુલ જ છે. એવો તમને પણ અનુભવાશે. ભગવાનને આપેલું અનંત ગણું પાછું આવે છે. એ દરેક તિરૂપતિના ભક્તોને અનુભવ છે એટલે જ ત્યાંની હૂંડીમાં લોકો અઢળક દાન કરે છે. જય બાલાજી