તીરથી ઊડતી ચકલીને મારી ખાવા વાળા ભીલે ઇન્ડિયાને અપાવ્યા ઘણા મેડલ, હવે સારવાર માટે ભટકી રહ્યા છે.

0
565

હાલના દિવસ જો દિલ્હીના એમ્સમાં ન્યુરોલોજી વિભાગમાં જનરલ વોર્ડમાં તમે જશો, તો તમે એક ૪૬ વર્ષના વ્યક્તિને ઓળખી નહિ શકો. તમે તેણને જાણતા જરૂર હશો, પરંતુ હવે ઓળખી નહિ શકો. આ વીર, ભારતમાં તીરંદાજીના એ છે. જે ક્રિકેટના સચિન, દોડના મીલ્લા સિંહ અને હોકીના ધ્યાનચંદ્ર છે. નામ છે લીંબા રામ. તમે તેમને જાણો છો, પણ ઓળખી નહિ શકો, કેમ કે ૪૬ વર્ષની ઉંમરમાં તે ઘણા વૃદ્ધ લાગે છે. અને તમે ઓળખી પણ ગયા તો સ્વીકાર નહિ કરી શકો, તે, જે તેની હાલત થઇ ગઈ છે.

લીંબા રામ – જેમના નામે એક વર્ડ રેકોર્ડ અને ઘણા ચંદ્રકો છે, આ સમયે એક ગંભીર ન્યુરોલોજીકલ બીમારીનો સામનો કરી રહ્યા છે. અને ઈલાજ કરાવવા માટે તેની પાસે પૈસા પણ નથી. એક આદિવાસી જે ઓલમ્પિકમાં ભારત તરફથી પહેલો વ્યક્તિગત કાંસ્ય ચંદ્રક મેળવતા મેળવતા રહી ગયા હતા, આજે ડોક્ટર્સ શંકા વ્યક્ત કરી રહ્યા છે, પાર્કસન રોગથી પીડાઈ રહ્યા હોય, તો અમારી પ્રાર્થના એવી રહેશે કે રીપોર્ટ નેગેટીવ જ આવે.

જો તમે એ વિચારી રહ્યા છો કે આટલો મોટો એથલીટ કેવી રીતે આ સ્થિતિ સુધી પહોચી ગયા. તો તેનું એક કારણ તો આપણી ખરાબ વ્યવસ્થા પણ છે. પરંતુ લીંબા રામ એક આદિવાસી પણ છે. એક આદિવાસી આખી દુનિયા ફરી લે, પરંતુ નિર્દોષતા નથી છોડી શકતા. એક આદિવાસી કેટલા ભોળા હોઈ શકે છે, રહેણી કરણીથી કેટલા અલગ હોઈ શકે છે. તેનું અનુમાન આવી રીતે જ લગાવી શકાય છે કે આ પદ્મશ્રી તીરંદાજ લીંબા રામને તેમના જ એક શિષ્ય પદ્મશ્રીનું પ્રમાણપત્ર અને પાંચ લાખ રૂપિયાની છેતરપીંડી કરીને ભાગી ગયો. તે વાત ૨૦૧૪ની હતી.

પરંતુ આપણે ૨૦૧૪ થી થોડા પાછળ જઈશું જયારે લીંબા ઉદયપુર, રાજસ્થાનના નાના ગામ સરાદિતમાં રહેતા હતા. એક આદિવાસીની જેમ. એક ગરીબ, અત્યંત ગરીબ આદિવાસીની જેમ. જ્યાં સુધી ઓલમ્પિક્સ, ચંદ્રક, ખ્યાતી સાથે દુર દુર સુધી તેણે કોઈ લેવા દેવા ન હતું. લેવા દેવાનું તો જવા દો તેમણે ક્યારે પણ વિચાર્યું નહિ હોય કે પોતાના આ હુન્નરને લીધે તે માત્ર આખી દુનિયા ફરી લેશે, પરંતુ ભારતને તીરંદાજીમાં એક નવું સ્થાન અપાવશે.

ત્યારે તો ખાવાના ફાંફા પડતા હતા, એટલા માટે ઉડતી ચકલીઓ મારવા માટે તીર કમાન પોતાના હાથમાં લીધું, જેથી આજે પોતાનું પેટ ભરી શકે. કાલનું કાલે જોયું જશે. પછી એક એવો સમય આવ્યો જયારે તેના કાકાએ તેણે જણાવ્યું કે સરકાર થોડા સારા તીરંદાજોને શોધી રહી છે. તે ૧૯૮૭ની વાત હતી, લીંબા ૧૫ વર્ષનો હશે. લીંબા હાજર રહ્યા તે ભરતીમાં. પસંદગી મેળવી લીધી. તે ભરતી સપોર્ટસ ઓથોરેટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવી રહી હતી. તેનો શું અર્થ થઇ શકે છે. કદાચ લીંબાને તે સમયે ખબર નહિ હોય, પરંતુ પાછળથી.

૧૯૮૭ની વાત છે. તે વર્ષે તને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ઇન્ડિયાએ શોધ્યા. તે વર્ષે તે બેંગલુરુમાં આયોજિત જુનીયર તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન બન્યા. તેના બરોબર એક વર્ષ પછી, ૧૯૮૮માં લીંબા સિનિયર્સ વાળી ટુર્નામેન્ટ પણ જીત્યા, આ જીતે સાઉથ કોરિયા જવાની તેમની ટીકીટ નક્કી કરાવી દીધી. ત્યાં તેમને સમર ઓલમ્પિકસમાં ભારતને રજુ કરવું હતું. ૧૯૮૯માં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલમાં પહોચ્યા, તે વર્ષે એશિયા કપમાં બીજા નંબર ઉપર આવ્યા અને ભારતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો. ૧૯૯૦માં તેમને બીજિંગ એશીયાઇ રમતોમાં ભારતને ચોથા નંબર સુધી પહોચાડ્યું.

૧૯૯૨માં તો તેમણે કમાલ જ કરી દીધી. સ્થળ હતું તે, છેલ્લી વખત વાળું, બેજિંગ. પરંતુ હાલની પ્રતિયોગીતા હતી એશિયન તીરંદાજી ચેમ્પિયનશીપ. તેમાં તેમણે ૩૦ મીટર સ્પર્ધામાં વર્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી અને ગોલ્ડ મેડલ જીત્યો. ૧૯૯૨માં બાર્સીલોના ઓલમ્પિકમાં માત્ર એક પોઈન્ટ માટે પદક ચુકી ગયા, આ વખતે જીતી જાત તો એવો પહેલો પદક હોત. જે ભારતના કોઈ પણ વ્યક્તિગત રીતે જીત્યા હોય. નહિ તો તે પહેલા તો માત્ર હોકી જેવી ટુર્નામેન્ટ જ ભારતને ચંદ્રકની યાદીમાં જાળવી રાખતા હતા. પરંતુ તે બની ન શક્યું.

હાલમાં પાછા આવે છે ૨૦૧૯માં. એમ્સના એ ૬ પથારી વાળા જનરલ વોર્ડમાં, જેની વાત આગળ કરવામાં આવી હતી. ૧૯૯૧માં ‘અર્જુન એવોર્ડ’ અને ૨૦૧૨માં પદ્મશ્રી મેળવી ચુકેલા આ ખેલાડી આજે એકલા પડી ગયા છે, બાજુમાં બેઠેલી છે તેમની પત્ની ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવે છે.

ડોક્ટર કહે છે કે તેમની બીમારી ઠીક તો નથી થઇ શકતી, પરંતુ એવા ઉપાય કરી શકાય છે કે તેને વધતા અટકાવી શકાય. મારા પતિને સારી સારવારની જરૂર છે, જે તેમને અહિયાં મળે પણ છે. બધા ડોક્ટર્સ તેમના પ્રત્યે સહાનુભુતિ રાખે છે અને તેમની મદદ માટે હાજર રહે છે. પ્રાઈવેટ હોસ્પીટલમાં તો ઘણા પૈસા થાય. અમે તેમને ત્યાં નથી લઇ જઈ શકતા.

આમ તો એ માત્ર અચરજ છે કે અર્જુન એવોર્ડ મેળવવા વાળા લીંબા, તે સમાજમાંથી આવે છે. જ્યાંથી કહેવામાં આવે છે કે એકલવ્ય આવ્યા હતા. એટલા માટે જ તો તે ‘અર્જુન’ મેળવવા વાળા ‘એકલવ્ય’ કહી શકાય છે. હવે કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, જે તેમના રાજ્યમાંથી આવે છે, તેમણે કહ્યું કે રમત વિભાગ તેમણે પાંચ લાખનો વધારાનો વીમો આપશે. આ બીજું અચરજ છે કે એક ઓલમ્પિકના નિશાનબાજના બીજા ઓલમ્પિક નિશાનબાજ (તીરંદાજી) માટે આગળ આવ્યા છે.

અમારી તરફથી પણ પ્રાર્થના રહેશે કે તમે વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈને ઘરે પાછા ફરો, રમતોમાં તમારા યોગદાન માટે તમે હંમેશા યાદ રહેશો.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.