તમે પણ ઘરમાં રહેલા ઉંદરોથી પરેશાન છો, તો અજમાવો ઉંદર ભગાડવાના સરળ ઉપાય, મિનિટોમાં મળશે રાહત

0
828

ઘણા બધા લોકો પોતાના ઘરમાં ઉંદરને લઈને પરેશાન રહેતા હોય છે. લોકો ઘરમાંથી ઉંદર ભગાડવા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ અને અન્ય ઉપાય આપણે કરતા રહે છે. એ વાત સાચી છે કે ઉંદર ઘરમાં ઘણું નુકશાન કરે છે. એના સિવાય તે પોતાના મળમૂત્રથી બીમારી પણ ફેલાવે એ તો અલગ. એનો અર્થ એ છે કે ઉંદર જ્યાં-જ્યાં જશે, જે-જે સમાન પર બેસશે ત્યાં-ત્યાં બીમારી છોડતા જશે.

આ બધા કારણોને લીધે કોઈ પણ વ્યક્તિ ઉંદરને પોતાના ઘરમાં રાખવા નથી માંગતા. એમને ભગાડવા લાખ ઉપાય પણ કરી લેવામાં આવે છે. ઉંદર મારવાની દવાઓથી ઘણા પ્રકારના ઈન્ફેશનનો ભય બની રહે છે. માટે જો નેચરલ રીતો અપનાવીને ઉંદર ભગાડવા માંગો છો તો અમારા આ લેખને આખો જરૂર વાંચો.

ઘરમાં ઉંદર કરે છે ઘણું બધું નુકશાન :

સ્વાભાવિક વાત છે કે ઘરમાં ઉંદર છે, તો એ ઉંદર ઘરમાં રહેલા સામાનને નુકશાન તો પહોંચાડે જ છે. એના સિવાય જો વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઉંદર નકારાત્મક અને અજ્ઞાની શક્તિનું પ્રતીક હોય છે. એવું માનવામાં આવે છે કે જો ઉંદર ઘરમાં રહે છે તો એનાથી ઘરમાં રહેતા સભ્યોની બુદ્ધિનો વિનાશ થઈ જાય છે. હંમેશા જોવા મળે છે કે ઉંદર ગંદકીમાં રહે છે, અને તે કોઈ પણ ઘરમાં દરિદ્રતાને જન્મ આપે છે. માટે ઉંદરને ઘરમાંથી ભગાડવા ઘણા જરૂરી છે. આજે અમે તમારા માટે ઉંદર ભગાડવાના થોડા સરળ ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ.

ઉંદર ભગાડવાના અસરદાર ઉપાય :

1. કાંદાનો ટુકડો :

તમને જણાવી દઈએ કે ઉંદરને કાંદાની દુર્ગંધ જરા પણ પસંદ નથી. એટલા માટે ઉંદર ભગાડવા માટે કાંદાના ટુકડાને એ જગ્યાઓ પર મૂકી દો, જ્યાં તમને ઉંદર દેખાય છે. એનાથી ઘણી સરળતાથી ઉંદર તમારા ઘરમાંથી ભાગી જશે.

2. માનવીના માથાના વાળ :

મિત્રો જો તમારા ઘરમાં પણ ઉંદરોએ આતંક મચાવી દીધો છે, તો તે તમારા માથાના વાળથી સરળતાથી ભાગી શકે છે. કારણ કે માથાના વાળને ગળી જવાથી તે મરી જાય છે. માટે મનુષ્યના વાળની આસપાસ તે નથી આવતા. તો જો તમારા વાળ ખરે છે તો એને ઉંદરના દર પાસે અથવા ઘરમાં જ્યાં ઉંદર દેખાય ત્યાં મૂકી દો. થોડા સમયમાં ઉંદર એ જગ્યા છોડી દેશે.

3. તીખું લાલ મરચું :

મિત્રો ઉંદર ભગાડવાનો સૌથી સારો ઉપાય છે લાલ મરચું. એના માટે તમે જે જગ્યાઓ પર ઉંદરનું આવવા જવાનું સૌથી વધારે હોય છે ત્યાં થોડા લાલ મરચા મુકી દો. ત્યારબાદ ઉંદર ઘરમાં ઘુસી નહિ શકે.

4. પિપરમેંટ :

પિપરમેંટની સુગંધ પણ ઉંદરોને ઘણી પરેશાન કરે છે. જો તમારા ઘરમાં ઉંદર છે તો ઘરના દરેક ખૂણામાં રૂ માં પિપરમેંટ લગાવીને મૂકી દો. એનાથી ઉંદર તમારા ઘરને જલ્દી જ છોડી દેશે.

5. ગોબર :

જી હાં, ગોબરથી પણ ઉંદરને દૂર રાખી શકાય છે. જણાવી દઈએ કે ગોબર ખાઈ લીધા પછી એમના પેટમાં સંક્રમણ થઈ જાય છે, અને એનાથી ઉંદર મરી પણ જાય છે.

6. ફુદીનાના પાન અને ફળ :

આ બધા ઉપરાંત ઉંદરથી પરેશાન લોકો એમના દરની આસપાસ અથવા ઉંદર જ્યાંથી આવે છે ત્યાં ફુદીનાના પણ મૂકી દો. જણાવી દઈએ લે ફુદીનાના પાન પણ ઉંદરને પસંદ નથી હોતા.

7. ઘુવડની પાંખ :

ઉંદર ભગાડવા માટે તમે પોતાના ઘરમાં ઘુવડની પાંખ રાખો. એનાથી ઉંદર ઘણા જલ્દી ડરી જાય છે. અને ઘરની આસપાસ પણ જોવા નથી મળતા.