શિયાળો હોય કે ઉનાળો સવારે વહેલા ઉઠવા માટે ટ્રાય કરો આ ટ્રિક્સ.

0
276

સવારે ઉઠતા ચડે આળસ તો અપનાવો આ ટ્રિક્સ, દરેક ઋતુમાં આવશે કામ, આખો દિવસ રહેશો એક્ટિવ. સવારે વહેલા ઉઠવું એ ઘણા લોકો માટે પડકારરૂપ સાબિત થાય છે. સવારે વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા છે, પણ ઘણા બધા લોકો એવા છે જે વહેલા ઉઠી નથી શકતા. જો તમને પણ સવારે વહેલા ઉઠવામાં સમસ્યા થઈ રહી છે, તો આજે અમે તમારા માટે અમુક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે વહેલા ઉઠી શકો છો. તો આવો તે ઉપયોગી ટિપ્સ વિષે જાણીએ.

એલાર્મની જગ્યાએ બોડી ક્લોક કરો સેટ : અલાર્મ સેટ કરવાની જગ્યાએ બોડી ક્લોકને સેટ કરવાનો પ્રયત્ન કરો. તેના માટે 10 દિવસ સતત એક જ સમયે સૂઓ અને જાગો, તે તમારી બોડી ક્લોક સેટ કરી દેશે.

રાત્રે ઓછું ભોજન કરો : ઘણા લોકોને રાત્રે ઘણું બધું ખાવાની ટેવ હોય છે. જે આળસ પેદા કરે છે. એટલા માટે રાત્રે હેલ્ધી અને હળવું ભોજન લેવાનો પ્રયત્ન કરો, જે આળસ પેદા ન કરે. અને તમે વહેલા ઉઠી શકો.

ઉઠ્યા પછી ન્હાવાની આદત પાડો : પથારીમાંથી ઉઠ્યા પછી થોડી વારમાં જ સ્નાન કરી લો. એવું એટલા માટે કારણે કે પાણી શરીરના તાપમાનમાં ફેરફાર કરશે અને તમને એક્ટિવ અનુભવ કરાવશે.

કસરતને બનાવો દિનચર્યાનો ભાગ : પોતાને એક્ટિવ રાખવા માટે કસરત કરો, જે બોડી ક્લોક સેટ કરવામાં મદદ કરશે.

સુતા પહેલા પાણી જરૂર પીવો : રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠીને પાણી પીવો, તેનાથી શરીરને જગાડવામાં સરળતા રહે છે.

રાત્રે મોડે સુધી જાગવાનું છોડો : ઘણાબધા લોકો કારણ વગર રાત્રે મોડે સુધી જાગે છે. લોકો ફિલ્મ કે વેબસીરીઝ જોવા, ગેમ રમવા, સોશિયલ મીડિયા વાપરવા માટે મોડે સુધી જાગે છે. જેને લીધે મોડેથી ઊંઘે છે અને સવારે વહેલા ઉઠી નથી શકતા. એટલા માટે આ આદત છોડવાની જરૂર છે. નહિ તો તમને પૂરતી ઊંઘ નહિ મળવાથી અન્ય નુકશાન પણ થશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.