કાચી કેરીને ઘરે આ રીતે પકવો, બજારથી પણ વધુ સ્વાદિષ્ટ લાગશે.

0
346

આ સરળ રીતોનો ઉપયોગ કરીને ઘરે જ કેમિકલ વગર પકવો કેરી, લાગશે એકદમ મીઠી અને સ્વાસ્થ્યને પણ નહીં કરે કોઈ નુકશાન.

ઉનાળાની ઋતુ એટલે કેરીની સીઝન. ગરમીની ઋતુ આવતા જ આખા દેશમાં અલગ અલગ પ્રકારની કેરી વેચાવા લાગે છે. ઘણા લોકો કેરીના એટલા બધા શોખીન હોય છે કે, આસપાસમાં કેરી ન મળે તો કેરી ખરીદવા માટે ઘણા કી.મી. દુર જતા રહે છે. પણ તેમને એ વાતની ખબર નથી હોતી કે તેઓ કાર્બાઈડના માધ્યમથી પકવેલી કેરી ખરીદી રહ્યા છે.

કેમિકલ દ્વારા પકવેલી કેરીનું સેવન કરવાથી ઘણી વખત તબિયત પણ ખરાબ થવા લાગે છે. તેથી જરૂરી બની જાય છે કે ઝાડ ઉપર લાગેલી પાકી કેરીનું સેવન કરો કે પછી ઘરે જ કાચી કેરી પકવો. આજે આ લેખમાં અમે તમને કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે અપનાવીને તમે કાચી કેરીને ઘરે જ સરળતાથી કેમિકલ વગર પકાવી શકો છો. આવો જાણીએ.

ચોખાનો કરો ઉપયોગ :

ચોખાના ઉપયોગથી તમે કેરીને સરળતાથી પકવી શકો છો. ચોખામાં પાકેલી કેરી બીજી પાકી કેરીથી ખરેખર ટેસ્ટમાં ઉત્તમ હશે. તેના માટે તમે ઘરમાં રહેલા ચોખાના ડબ્બામાં લગભગ 1-2 ફૂટ ઊંડે કેરીને દબાવી દો. હવે તમે તેને ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ માટે એમ જ રહેવા દો. પાંચ દિવસ પછી તમે જોશો તો કેરી સંપૂર્ણ રીતે પાકી ગઈ હશે. આવી જ રીતે બીજી કોઈ પણ વસ્તુને પકવવા માટે ચોખાનો ઉપયોગ કરી શકો છો.

પેપરનો કરો ઉપયોગ :

તમે જે પેપરને નકામાં સમજીને ભંગાર વાળાને વેચી દો છો, તે પેપર કેરી પકવવા માટે બેસ્ટ ઘરેલું ઉપાય છે. તેના માટે તમે ત્રણથી ચાર પેપરમાં કેરીને લપેટીને કોઈ ખૂણામાં રાખી દો અને ઉપરથી કોઈ વાસણ કે કંતાન ઢાંકી દો. આ રીતથી લગભગ ત્રણથી ચાર દિવસમાં કેરી સરળતાથી પાકી જાય છે. આ રીતે કેરી પકવ્યા પછી ખરેખર તમે બજારની પાકેલી કેરીને ભૂલી જશો.

ઘાસનો કરો ઉપયોગ :

બગીચામાં રહેલા વધારાના ઘાસને ઉનાળામાં ફેંકવાને બદલે તમે તેનો કેરી પકવવા માટે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે કોઈ પ્લાસ્ટિકમાં ઘાસને ભરી લો અને આ ઘાંસમાં કેરીને મૂકીને કોઈ ઠંડી જગ્યા ઉપર રાખી દો. બીજી ટીપ્સની સરખામણીમાં ઘાસ દ્વારા કેરી લગબગ એકથી બે દિવસમાં પણ પાકી જાય છે, તે પણ કોઈ કેમિકલના ઉપયોગ વગર.

સુતરાઉ કાપડમાં રાખો :

કાચી કેરીને સુતરાઉ કાપડમાં રાખવાથી તે સરળતાથી પાકી જાય છે. કોઈ સ્વચ્છ કપડામાં કેરીને લપેટીને રસોડાની અભરાઈ કે પછી સ્ટોર રૂમમાં બે થી ત્રણ દિવસ માટે મૂકી દો. ત્રણ દિવસ પછી તમે જોશો કે તમારી કેરી સરળતાથી પાકી ગઈ છે. આ રીતે તમે કોઈ બીજા ફળને પણ પકવવા માટે આ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો.

ખરેખર આ ટીપ્સને જાણ્યા પછી તમે કેમિકલ યુક્ત કેરી ન ખરીદીને કાંઈક આ રીતે પકવેલી કેરી ખાવા ઇચ્છશો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.