હાર્ટ એટેક આવવાથી બચવા માટે અપનાવો આ ટિપ્સ, કારણકે આજે હાર્ટએટેક ઘણાને આવવા માંડ્યા છે

0
2402

મિત્રો આજકાલ લોકોને ઘણી બધી બીમારીઓ પોતાનો શિકાર બનાવી રહે છે. એમાં મુખ્ય બીમારીઓ છે કેન્સર, ડાયાબીટીસ, કીડનીની બીમારીઓ, મોટાપો અને હૃદયની બીમારીઓ. આ બીમારીઓ લોકોમાં ઘણી વધારે જોવા મળે છે. એમાંથી એક વિષે આજે આપણે થોડી ચર્ચા કરીશું. હૃદયની બીમારીઓમાં હાર્ટ અટેક મુખ્ય છે. એટલા માટે આજે અમે તમને એનાથી બચવાની થોડી ટીપ્સ જણાવીશું. તમે એ ટીપ્સ અપનાવીને પોતાને સુરક્ષિત રાખી શકો છો.

સૌથી પહેલા તો હાર્ટ અટેક આવવાનું કારણ જાણી લઈએ. મિત્રો જયારે પણ આપણા શરીરમાં લોહી હૃદય સુધી નથી પહોચતું, ત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. અને સમય રહેતા આ સમસ્યાને દૂર ન કરવામાં આવે તો આ એક ગંભીર રોગ બની શકે છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે. એલોપેથિક ટ્રીટમેન્ટથી હાર્ટ અટેકનો ઈલાજ ખુબ મોંઘો થાય છે અને દવાની કીમત વધુ હોવાને કારણે સામાન્ય વ્યક્તિ આ બીમારીનો ઉપચાર નથી કરી શકતા.

હાર્ટ એટેકના કારણો :

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાના કારણે વજન વધે છે અને મોટાપો આવે છે. તેથી વધારે મોટાપાના કારણે હાર્ટ અટેક આવવાની સંભાવના ઘણી વધી જાય છે. તેમજ ડાયાબિટીસ હોવાના કારણે પણ હાર્ટ અટેક આવી શકે છે. તથા હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીઓને હાર્ટ એટેક આવાની સંભાવના ઘણી વધારે હોય છે. એટલા માટે જીવનમાં કેટલાક એવા નિયમ અપનાવવા જોઈએ જેનાથી હાર્ટ એટેક જેવી બીમારી શરીર માંથી બહાર નીકળી જાય.

આવો જાણીએ હાર્ટ એટેકથી બચવાની ટિપ્સ :

૧. લીંબુ પાણી : મિત્રો લીંબુમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે. તે આપણા શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે.

૨. અડદની દાળ : આ પ્રયોગ માટે રાત્રે 4 થી 5 ચમચી અડદની દાળ પાણીમાં પલાણીને રાખી દો. સવારે આને પીસીને દૂધમાં મિક્ષ કરીને પી લો.

૩. દૂધ અને આંબળા : એક ગ્લાસ દૂધમાં પીસેલા આંબળા પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથે જ હૃદયની બીમારીનો ભય પણ ટળે છે.

૪. દહીં : મિત્રો તમારા રોજના ડાયટમાં દહીં ઉમેરો. તે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, જેનાથી હૃદયની બીમારીની આશંકા ઓછી થાય છે.

૫. ઘી અને ગોળ : જમ્યા પછી ઘી અને ગોળ ખાવો. આમાં રહેલા તત્વ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. અને આનાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

૬. ગાજર અને મધ : જો તમારે હૃદયની બીમારીથી બચવું છે તો અઠવાડિયામાં 2 થી 3 વાર ગાજરના જ્યુસમાં મધ મિક્ષ કરીને પીવો. આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

૭. દૂધી : આ પ્રયોગ માટે દૂધીને ઉકાળી લો. હવે એમાં જીરું, હળદર અને લીલા ઘાણા મિક્ષ કરીને ખાવો. આવું અઠવાડિયામાં 3 થી 4 વાર કરો. આનાથી શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

૮. બદામ અને કાળા મરી : 3 બદામ અને 4 કાળા મરીનો પાઉડર બનાવી લો. આમાં એક ચપટી તુલસીનો પાઉડર મિક્ષ કરીને દરરોજ પાણીની સાથે પીવો. તમને ઘણો ફાયદો થશે.

૯. લસણ : દરરોજ સવારે ખાલી પેટ લસણની એક કે બે કળી પાણી સાથે ગળી લો. આમાં રહેલા એંટીઓક્સીડેંટ્સ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.

૧૦. ટામેટા : ટામેટામાં રહેલા લાઈકોપીન, બીટા-કૈરોટિન, ફોલેક, પોટેશિયમ અને વિટામિન સી કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. અને તમને હૃદયની બીમારીથી દુર રાખે છે.