જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે આપી AC ની ટિપ્સ, જે સ્વાસ્થ્ય માટે છે લાભકારી, જાણો

0
10856

મિત્રો આજકાલ ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરમાં ગરમીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. એટલે લોકો ગરમીથી બચવા માટે AC નો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. અને એમાં પણ ગરમીની સીઝન હોય એટલે એસી ભગવાન બની જાય છે. ગરમીથી બચવા લોકો એસીને શક્ય એટલા નીચા તાપમાને સેટ કરીને પોતાને ઠંડા રાખે છે. પણ જણાવી દઈએ કે એસીને એકદમ નીચા તાપમાને ચલાવવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. આવો તમને એના વિષે જણાવીએ.

જણાવી દઈએ કે એસીના ઉપયોગને લઈને જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા એક સંદેશ મોકલવામાં આવ્યો છે, જે ઘણો કે ઉપયોગી છે. એમાં એસીના યોગ્ય ઉપયોગ વિષે જણાવવામાં આવી રહ્યું છે.

ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો ઘર, ઓફિસ વગેરે જગ્યા પર નિયમિત રીતે એસીનો ઉપયોગ કરે છે. પણ એના માટે મોટાભાગના લોકો ખોટી પદ્ધતિને અનુસરે છે. જે સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકશાનકારક સાબિત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જણાવાયેલી એસીનો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિને જણાવીશું.

સામાન્ય રીતે મોટાભાગના લોકોને પોતાના એસી 20 થી 22 ડિગ્રી સુધી ચલાવવાની આદત હોય છે. અને રાત્રે ઊંઘતા સમયે આ તાપમાને એમને ઠંડક લાગે છે, ત્યારે તેઓ તેમના શરીરને ધાબળાથી ઢાંકતા હોય છે. તો જણાવી દઈએ કે આનાથી ડબલ નુકસાન થાય છે. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, આપણા શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અને આપણું શરીર 23 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી તાપમાન સરળતાથી સહન કરી શકે છે. તેને માનવીય શરીરની તાપમાન સહનશીલતા કહેવામાં આવે છે.

હવે જ્યારે ઓરડાનું તાપમાન નીચું અથવા ઊંચું હોય છે, ત્યારે છીંક આવવી, બધું કંટાળા જનક લાગવું વગેરે દ્વારા શરીર પ્રતિક્રિયા આપે છે. અને જ્યારે તમે 19-20-21 ડિગ્રી પર એસી ચલાવો છો, ત્યારે ઓરડાનું તાપમાન તમારા શરીરના સામાન્ય તાપમાન કરતાં ઘણું નીચું હોય છે. અને તે તમારા શરીરમાં હાયપોથર્મિયા તરીકે ઓળખાતી પ્રક્રિયા શરૂ કરે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. અને એના દ્વારા શરીરના કેટલાક ભાગોમાં જરૂરી માત્રામાં રક્ત પુરવઠો નથી પહોંચતો. અને લાંબા ગાળામાં એનાથી સંધિવા વગેરે જેવા અનેક ગેરલાભ થાય છે.

સ્વાભાવિક વાત છે કે મોટાભાગે એસી ચાલુ હોય ત્યારે કોઈને પરસેવો થતો નથી. અને પરસેવો ન થવાથી શરીરમાં રહેલા ઝેર, નકામા પદાર્થો બહાર આવી શકતા નથી. જેનાથી લાંબા ગાળે ત્વચાની એલર્જી અથવા ખંજવાળ, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોનું જોખમ વધારે રહે છે. તેમજ જ્યારે તમે આટલા નીચા તાપમાને એસી ચલાવો છો, ત્યારે તેનું કોમ્પ્રેસર સતત સંપૂર્ણ ઊર્જા પર કામ કરે છે. પછી ભલેને તમારું એસી 5 સ્ટાર કેમ ન હોય, અતિશય શક્તિનો વપરાશ થવાને કારણે તમારા ખિસ્સા માંથી નાણાંને બહાર કાઢે છે.

AC ચલાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મુજબ તમારા એસીના તાપમાનને 25 ડિગ્રી પર સેટ કરો. 25+ ડિગ્રી પર એસી ચલાવવું હંમેશાં સારું રહે છે અને પંખાને ધીમી ગતિએ મૂકો. આમ કરવાથી એક તો ઓછી વીજળીનો ખર્ચ થશે, અને બીજું તમારા શરીરનું તાપમાન પણ રેન્જમાં હશે એટલે તમારા આરોગ્ય પર કોઈ ખરાબ અસર નહીં થાય.

આ રીત એસી વાપરવાથી તે ઓછી વીજળીનો વપરાશ કરશે, તેમજ મગજના પર લોહીનું દબાણ પણ ઘટશે, અને બચતથી વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસરોમાં ઘટાડો કરવામાં પણ મદદ કરશે. હવે તમારા મનમાં એ પ્રશ્ન થઇ રહ્યો હશે કે એ કેવી રીતે? તો જણાવી દઈએ કે, ધારો કે તમે 26 ડીગ્રી પર એસી ચલાવીને દર એસી દીઠ આશરે 5 એકમો બચાવો છો, અને 10 લાખ ઘર પણ તમારી જેમ જ કરે છે, તો આપણે દરરોજ 5 મિલિયન એકમો વીજળી બચાવીએ છીએ. અને પ્રાદેશિક સ્તરે આ બચત દરરોજ કરોડો એકમો હોઈ શકે છે.

એટલા માટે કૃપા કરીને ઉપરોક્ત જણાવેલી બાબતો વિષે વિચારો, અને 25 ડીગ્રીથી નીચે તમારી AC ચલાવો નહીં. તમારા શરીર અને પર્યાવરણને તંદુરસ્ત રાખો.