વાળ લાંબા કરવા માટે દહીંમાં આ વસ્તુ ઉમેરીને લગાવો, ટૂંકા વાળને લાંબા અને ભરાવદાર કરી શકશો

0
3409

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકને પોતાના માથાના વાળ ઘણા વ્હાલા હોય છે. અને સ્ત્રીઓને ખાસ કરીને લાંબા અને ભરાવદાર વાળ વધારે પસંદ હોય છે. વાળની મદદથી તમે ચહેરાનું આકર્ષણ પણ વધારી શકો છો. જેના વાળ ટૂંકા હોય છે એવા લોકો લાંબા વાળ માટે અનેક પ્રકારના ઉપાય પણ કરતા હોય છે. આજે અમે એના માટે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, તમે તમારા વાળને પોષણ આપવા માટે દહીંની મદદ લઇ શકો છો. કારણકે દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. આજે અમે તમને દહીંથી બનેલા કેટલાક હેર પેક અંગે જણાવીશું. જેની મદદથી વાળનો ગ્રોથ વધારવાની સાથે જ મજબૂતી પણ મળે છે. તો આવો જોઇએ આ હેર પેક અંગે જાણીએ.

દહીંમાં નાખો ઓલિવ ઓઇલ :

જણાવી દઈએ કે, દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળને ઘણો લાભ થાય છે. એનાથી વાળ તૂટવાની સમસ્યા પણ દૂર થાય છે. એના માટે સૌથી પહેલા બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને એને અલગ રાખી દો. પછી તમે ઓલિવ ઓઇલ અને દહીંને મિક્સ કરી લો. અને ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને તમે તમારા વાળમાં લગાવો અને આશરે અડધા કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ લીંબુ વાળું પાણી માથામાં નાખી શેમ્પુથી વાળ ધોઇ લો.

દહીંમાં નાખો એલોવેરા :

એલોવેરાના ફાયદા વિષે તો તમે જાણતા જ હશો. એમાં અનેક પ્રકારના ન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે. એમાં રહેલા વિટામીન અને એમિનો એસિડ સ્કેલ્પ અને વાળ બન્નેને સ્વસ્થ રાખે છે. તમે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરો અને તેને સ્કલેપ પર લગાવવાનું શરૂ કરો. હળવા હાથથી એની મસાજ કરો. તેને 45 મિનિટ સુધી લગાવી રાખો અને તેને સાદા શેમ્પુથી માથું ધોઈ લો. તે વાળ લાંબા કરવા માટે ઉપયોગી છે.

દહીંમાં નાખો કેળા :

ઉપરના બે ઉપાય સિવાય તમે આ ઉપાય પણ ટ્રાય કરી શકો છો. એક સ્વચ્છ બાઉલ લો. તેમાં પાકેલા કેળાને મેશ કરીને એક સારી પેસ્ટ બનાવી લો. હવે તેમા દહીં, મધ અને તાજા લીંબુનો રસ ઉમેરી લો. પછી બધી વસ્તુઓને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી બ્રશની મદદથી આ પેસ્ટને માથામાં લગાવો અને 25-30 મિનિટ માટે રાખી મૂકો. હવે નોર્મલ શેમ્પુથી તમારા વાળ ધોઇ લો. આ માસ્ક સ્કેલ્પને હાઇડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ કરે છે. જેનાથી તમને સ્વસ્થ વાળ મળશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.