કાર ચલાવતા શીખતા હોય કે પછી શીખી ગયા હોય, આ 5 ડ્રાઈવિંગ ટીપ્સ તમને તેના માસ્ટર બનાવી દેશે, જાણો તેના વિષે.
આજે અમે કાર ચાલક માટે એક જરૂરી લેખ લઈને આવ્યા છીએ. મિત્રો જો તમે હાલમાં જ કાર ચલાવવાનું શરુ કર્યુ છે અથવા શરુ કરવા માંગો છો, તો તમારે કેટલીક સામાન્ય વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ડ્રાઇવિંગ કરતા સમયે આ વસ્તુઓને યાદ રાખશો તો તમે પણ એક એક્સપિરિયન્સ ડ્રાઈવરની જેમ કાર ચલાવવા લાગશો. આ વાતો કાર ચલાવનારાઓ માટે છે, પછી ભલે તે શીખેલા હોય કે શીખવાનું શરુ હોય બંનેને કામ લાગે છે. આ કેટલીક સામાન્ય વાતોને હમેશા યાદ રાખવું જ પડે છે. અહીંયા અમે એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
આગળ વાળી કાર કેટલી દૂર છે એ કેવી રીતે નક્કી કરવું :
શીખાઉ ડ્રાઈવરનો પહેલો સવાલ એ છે કે, જે કાર તમે ચલાવી રહ્યા છો અને જે કાર તમારી આગળ ચાલી રહી છે, તેના વચ્ચેના અંતરને કેવી રીતે નક્કી કરવું? આ એક કોમન ઈશ્યુ છે જે દરેક કાર ચલાવવા અને શીખવા વાળાની સામે આવે છે. અંતર જાણવું ખુબ મુશ્કેલ હોય છે કે સાચુ અંતર કેટલુ છે. જયારે કોઈ કાર એક સુરક્ષિત અંતર પર તમારાથી આગળ હોય તો તમારે રસ્તાના સ્ટ્રીપને જોવો જોઈએ. રસ્તાની સ્ટ્રીપને તમારી કાર અને આગળ વાળાની ગાડીની વચ્ચે જુઓ.
જયારે તમારી આગળ વાળી કાર ઉભી હોય કે ધીમી ગતિથી ચાલી રહી હોય તો આ સુનિશ્ચિત કરી લો કે તમારી કાર અને આગળ વાળાની કારના વચ્ચે રહેલ રસ્તાના સ્ટ્રીપ દરેક સમયે દેખાતા રહે. આનાથી તમે બંને વચ્ચેનું અંતર સમજી શકો છો, અને જો સ્ટ્રીપ દેખાતી નથી તો સમજી લો કે તમારે બ્રેક લગાવવાની છે આ ખુબ સરળ અને પ્રભાવશાળી રીત છે.
કારને ટર્નિંગ કરતા સમયે જોવું :
મિત્રો જયારે પણ કાર વાળવાની હોય છે, એ સમયે હમેશા તમને વીજળીનો થાંભલો અથવા ટેલિફોન પોલ અથવા ઝાડ રસ્તાના કિનારે જોવા મળે છે જે બિલકુલ ખૂણા પર 90 ડિગ્રી ટર્ન પર રહે છે. ઠોકાયા વિના કે ઘસરકા પડ્યા વિના ટર્ન લેવું હોય તો થાંભલા કે ઝાડથી થોડા દુરથી ટર્ન લેવો. જો વાત ઓફિસ, મોલ વગેરેની હોય તો પાર્કિંગ માટે પણ કામ આવે છે. જ્યાં પિલર લાગેલા હોય છે. (આમાં તમારો દરેક અનુભવ યાદ રાખીને પહેલા થયેલી ભૂલોને સુધારો )
ઇનર રિયર વ્યુ અને વિંગ મિરરનો ઉપયોગ કરો :
મિત્રો જયારે પણ તમે કાર ચલાવતા શીખી રહ્યા છો, તો મોટાભાગના લોકો આગળ રસ્તા પર વધારે ફોક્સ રાખે છે, અને આજુ બાજુ જોવાનું ભૂલી જાય છે. અચાનક ડાબી કે જમણી બાજુથી આવવા વાળા વાહનથી શીખવા વાળનું ધ્યાન ભટકી જાય છે અને તે એક્સીડેન્ટ કરી નાખે છે. આનાથી બચવા માટે હમેશા ઇનર વ્યુ મિરર અને વિંગ મિરરને ચેક કરતા રહો. એવી કોઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં ન શીખતાં જ્યાં વિંગ મિરર વિના કાર ચલાવવાનું શીખવાડે છે.
તમારી કારને રિવર્સ કરતા સમયે ધ્યાન રાખો :
કારને રિવર્સ કરવી ઘણા લોકો માટે અઘરી વાત બની જાય છે. કારને રિવર્સ કરતા સમયે તમારે પાછળ જોવું કે માથાને બહાર કાઢીને જોવા કરતા મિરર અથવા કેમેરો હોય તો તેનો ઉપયોગ કરતા શીખો. જ્યાં ખુબ નજીકનો મામલો હોય અને તમારા મનમાં કોઈ શંકા છે તો તમે કાચને નીચે કરી બહાર જોઈ શકો છો કે કઈ વસ્તુ કેટલી દૂર છે. આમાં કોઈ ખોટુ નથી. બંપરને નુકશાન પહોચાડવા કરતા સારું છે કે તમે ચેક કરી લો. જેથી નુકશાન ન થાય.
કેવી રીતે બેસવાનું છે જરૂરી :
કાર ચલાવતા સમયે સીટિંગ પોઝીશન ખુબ જરૂરી છે. એક્સપિરિયન્સ ડ્રાઈવર પણ સાચી રીતે બેસતો નથી અને કમ્ફર્ટ અને કંટ્રોલ ઓછું હોવાના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. એટલા માટે તમે સુનિશ્ચિત કરો કે તમારી કમર સીધી છે. સીટ પોજીશન એવી હોવી જોઈએ જ્યાંથી તમે બધી જગ્યા સરળતાથી અને આરામથી જોઈ શકો. આમ કરવાથી તમે સરળતાથી ડ્રાઈવિંગ કરી શકો છો.
કાર ચલાવવા માટે અન્ય જરૂરી ટિપ્સ :
1. તમે પોતાની કારના વિષે સંપૂર્ણ જાણકારી રાખો :
મિત્રો ખાસ વાત એ છે કે ડ્રાઇવિંગ શરુ કરતા પહેલા તમારે પોતાની કાર વિષે સંપૂર્ણ જાણકારી રાખવી જોઈએ. સૌથી પહેલા કારમાં ગિયર એડજસ્ટમેન્ટ વિષે જાણી લો. સાથે જ ક્લચ અને બ્રેક પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ વાતનું ધ્યાન જરૂર રાખો કે ઝડપી સ્પીડમાં ક્યારે પણ અચાનક લોઅર ગિયર અથવા રિવર્સ ગિયરનો ઉપયોગ કરવો નહિ. સ્પીડ મુજબ કારના ગિયર શિફ્ટ કરતા રહો અને રિવર્સ કરવા માટે પહેલા કારને રોકી લો, ત્યારબાદ જ રિવર્સ ગિયર લગાવો.
2. ડ્રાઇવિંગ કરતા સમયે મગજ શાંત રાખવું જરૂરી :
યાદ રાખો કે તમારે ક્યારેય પણ તણાવમાં કે ટેન્સનમાં ડ્રાઈવ કરવું નહિ. ડ્રાઈવ કરતા સમયે મગજ શાંત રાખો. બગડેલ મૂળથી ડ્રાઈવ કરવાથી મામલો બગડી શકે છે. ગાડી ચલાવતા સમયે નિયમનું પૂરું પાલન કરવું જોઈએ.
3. ધ્યાન ન ભટકવા દો :
આ વાત ઘણી ખાસ છે. ડ્રાઈવર સીટ પર બેસ્યા પછી ખુબ એકાગ્રતાની જરૂર હોય છે. સૌથી પહેલા કારના રિયર વ્યુ મિરરને પોતાના મુજબ એડજસ્ટ કરી લો. સીટ બેલ્ટ જરૂર લગાવો. પોતાનું ધ્યાન બિલકુલ ભટકવા દેવાનું નથી. આ દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા ખુબ વધી ગઈ છે, એવામાં કારને બિલકુલ સાવધાની પૂર્વક ચલાવો. ટ્રાફિક નિયમોનું પુરી રીતે પાલન કરો.
જો તમારું ધ્યાન એક પણ સેકેંડ માટે ધ્યાન ભટકવું અકસ્માતનું કારણ બની શકે છે. એટલા માટે ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહિ. દારૂ પી ને ગાડી ચલાવવી ઘાતક સાબિત થઇ શકે છે, એટલા માટે ક્યારેય પણ દારૂ પી ને કોઈ પણ ગાડી ચલાવવી નહિ. નવા ડ્રાઈવરે કાર ચલાવતી સમયે ખાવાનું, પીવાનું અને વધારે વાતો કરવી અને મોટા અવાજે ગીત સાંભળવાથી બચવું જોઈએ. નહી તો તમે તમારું અને બીજાનું પણ નુકશાન કરશો.
4. ગાડીના સ્ટીયરીંગને સારી રીતે પકડો :
જણાવી દઈએ કે ગાડીના સ્ટીયરીંગને પકડવાની કોઈ ખાસ રીત હોતી નથી. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે સ્ટિયરિંગ વ્હીલ પર તમારૂ સંપૂર્ણ કંટ્રોલ રહે. મોટાભાગના રિસર્ચરનુ માનવાનું છે કે ’90 o’clock અને 3 o’clock’ પોઝીશન સૌથી શ્રેષ્ઠ હોય છે. સ્ટિયરિંગ પર કંટ્રોલ હોવું ખુબ જરૂરી છે, આનું ધ્યાન હમેશા રાખો. (એટલે કે બન્ને હાથ સામ સામે નહિ પણ એક ઉપર એક સાઈડમાં)
5. ટર્ન કરતા પહેલા સિગ્નલ અવશ્ય આપો :
ગાડીમાં રહેલા ટર્ન ઈંડીકેટરનો સાચો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. ક્યાંય પણ રોકાવું કે ટર્ન લેતા પહેલા પાછળથી અને આગળથી આવી રહેલ ગાડીને ટર્ન ઈંડીકેટરના માધ્યમથી ઈશારો કરવો જરૂરી છે. તમારે ટર્ન ઇન્ડિકેટરને નિયમિત ઉપયોગ કરવાનો છે. આના મદદથી અકસ્માતથી બચી શકાય છે. ઘણા લોકો હાથ બહાર કાઢીને ઈશારો કરે છે જે તદ્દન ખોટું છે.
6. ધ્યાન રહે કે ગાડી ઝડપી ચાલાવાની નથી :
ફિલ્મો જોયા પછી ઘણા નવા ડ્રાઈવર ગાડી ખુબ ઝડપી ચલાવવા લાગે છે. નવા ડ્રાઈવરે આનાથી બચવું જોઈએ. જ્યા સુધી પુરી રીતે આત્મવિશ્વાસ ન આવે ત્યાર સુધી ગાડીની સ્પીડ ધીમી રાખો. ઝડપી ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ જ બને છે. એટલા માટે ગાડીને ઝડપી ચલાવવી નહિ. સીટીમાં ક્યારેય ખાલી રોડ જોઈ સ્પીડનાં વધારો. કોણ જાણે કઈ ગલી માંથી કોણ નીકળીને સામે આવી જાય, અને અકસ્માત થઈ જાય.
7. સામે વાળી ગાડીથી અંતર બનાવીને રાખો :
એક વાતનું ધ્યાન રાખો કે હંમેશા પોતાની આગળ ચાલી રહેલ બીજી ગાડીઓથી ઉચિત અંતર બનાવી રાખો. ઘણી વાર આગળ ચાલી રહેલ ગાડી અચાનક રોકાઈ જાય અથવા ટર્ન લઇ શકે છે, એવામાં તમારે પણ તમારી ગાડીને અચાનક રોકવી પડે છે. સુરક્ષાના માટે આ ખુબ જરૂરી છે.
8. વગર કામે હોર્ન વગાડો નહિ :
હોર્ન વગાડવું એટલે સંકેત આપવાનું કામ હોય છે. હોર્ન પોતાની આસપાસ અને ગાડીના સામે ચાલી રહેલ લોકોને એલર્ટ કરવાં માટે વગાડવામાં આવે છે. ક્યારેય પણ વગર કામે હોર્ન વગાડવો જોઈએ નહિ. આનાથી ઘણા લોકોને મુશકેલી થાય છે. ખાસ કરીને હોસ્પિટલ અને સ્કૂલની આસપાસ ‘નો હોર્ન’ વાળા વિસ્તારમાં આનો ઉપયોગ કરવો નહિ.