આલુ પરાઠા બનાવવા માટે અપનાવો આ ટિપ્સ, તમે હોટલનો સ્વાદ પણ ભૂલી જશો

0
1635

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે થોડા થોડા સમયે અલગ અલગ વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ, જેથી તમે નવી નવી વાનગીઓ બનાવીને તમારા પરિવારના સભ્યો અને મહેમાનોને ખવડાવી શકો. આજે અમે કોઈ રેસિપી તો નથી લાવ્યા પણ સ્પેશિયલ ટીપ્સ લાવ્યા છીએ, જે તમારી વાનગીમાં સ્વાદ ઉમેરી શકે છે.

આપણે ભારતીય લોકો સવારે ચા સાથે કોઈને કોઈ નાસ્તો કરીએ જ છીએ. અને બાળકોને સ્કૂલમાં પણ સારો નાસ્તો પેક કરીને આપીએ છીએ. એમાં આલુ પરાઠાને ખાસ સ્થાન મળ્યું છે. કારણ કે એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પેટ પણ ભરે છે. અને આલુ પરાઠાનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે.

ઘણા ગુજરાતીઓ આલુ પરાઠાને બટેટાની રોટલી પણ કહે છે. આલૂ પરાઠા નાના બાળકોથી લઇને મોટા વૃદ્ધો સુધી દરેકના ફેવરિટ હોય છે. આલુ પરાઠા બનાવવામાં પણ સહેલા હોય છે. પરંતુ અમે તમારા માટે આલુ પરાઠા બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જે ટિપ્સ તમે અપનાવશો તો આલુ પરાઠાનો સ્વાદ બમણો થઇ જશે. અને તમે હોટલના આલુ પરાઠાને પણ ભૂલી જશો. તો આવો તમને એ ટિપ્સ જણાવીએ.

આલુ પરાઠા બનાવતા સમયે એનો સ્વાદ વધારવા માટે બટેટાના મિશ્રણમાં થોડીક કસૂરી મેથી ઉમેરો. એમ કરવાથી પરાઠાના સ્વાદમાં બમણો વધારો થશે અને તે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.

ધ્યાન રાખો કે હંમેશા બાફેલા બટેટાને મશળીને જ એનું મિશ્રણ તૈયાર કરો, જેથી મિશ્રણ સારુ બનશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આલુ પરાઠાના મિશ્રણમાં ધાણા પાઉડર અને આંબોળિયાનો પાઉડર મિક્સ કરવાથી તે વધારે ટેસ્ટી બને છે. ટ્રાય કરી જોજો.

આ બધી ટીપ્સ ફોલો કરવાં પર તમે અત્યંત સ્વાદિષ્ટ આલુ પરાઠા બનાવી શકશો, અને તમારા ઘરના સભ્યો તેમજ મહેમાનો પ્લેટ ખાલી નહિ છોડે.

અને આલુ પરાઠાની રોટલી વણતા સમયે બે રોટલી બનાવો. એન એક રોટલીની વચ્ચે મિશ્રણ રાખીને તેની પર બીજી રોટલી મૂકી હળવા હાથથી દબાવી એની સૂકો લોટ લગાવો. આમ કરવાથી પરાઠા વણતા સમયે સરળતા રહેશે અને તે પરફેક્ટ બનશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.