ગુજરાત માટે ગૌરવની વાત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાના 100 સૌથી ઉત્તમ સ્થળોની યાદીમાં સામેલ કર્યું

0
1009

દુનિયામાં અનેક અજાયબીઓ છે. તેમાંની ઘણી અજાયબીઓ ભારતમાં પણ આવેલી છે, અને એને દુનિયાની અજાયબીઓની યાદીમાં પોતાનું સ્થાન પણ મળી ચુક્યું છે. જેમ કે આગ્રાનો તાજમહાલ, દિલ્હીના કુતુબમિનાર જેવા અનેકને તેમાં સ્થાન મળી ચુક્યું છે. અને આજે આપણે વાત કરીશું સરદાર વલ્લભ ભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મુંબઈના સોહો હાઉસ વિષે, જેને હાલમાં જ આ અજાયબીઓમાં સ્થાન મળ્યું છે.

સરદાર વલ્લભ ભાઈ પટેલ વિષે તો આપણે સૌ જાણીએ જ છીએ. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્યા હતા, અને આઝાદીની લડતમાં પણ એમણે ભાગ લીધી હતો. હાલમાં જ ગુજરાતમાં તેમની વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે જેને દુનિયાના સૌથી ઉત્તમ સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું છે. અને મુંબઈમાં સોહો નામનું આવું જ એક બીજુ સ્થળ છે, તેને પણ દુનિયાના સૌથી ઉત્તમ સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું છે.

ટાઇમ મેગેઝીન દ્વારા દુનિયાના સૌથી ઉત્તમ સ્થળોની વર્ષની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતના બે સ્થળોને પણ સ્થાન મળ્યું છે. તેમાંથી એક ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને બીજું મુંબઈનું સોહો હાઉસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે જેની ઊંચાઈ ૫૯૭ ફૂટ છે. આ સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ છે, જે દેશની આઝાદી પછી ભારતના પહેલા ગૃહ મંત્રી હતા. તેમજ એશિયાનું પહેલું સોહો હાઉસ જે મુંબઈમાં ખુલ્યું છે, તેને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

ગુજરાતના સરદાર સરોવર બંધ પાસે સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જેથી અહિયાં આવવા વાળા પ્રવાસીઓ આસપાસના કુદરતી દ્રશ્યો નિહાળી શકે. અત્યાર સુધી તેને ૨.૦૬ મીલીયન લોકો જોઈ ચુક્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૮ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

અને મુંબઈમાં એશિયાનું પહેલું સોહો હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ૧૧ માળના બિલ્ડીંગનો લુક એરેબીયન સી જેવો છે. તેમાં લાયબ્રેરી, ૩૪ સીટો વાળું સિનેમા અને રુફટોપ બાર અને પુલ બનાવવામાં આવ્યા છે.

તે ઉપરાંત ટાઈમની યાદીમાં જાકોઉમા નેશનલ પાર્ક, ઈજીપ્તનું રેડ સી માઉન્ટેન ટ્રેલ, ન્યુઝીયમ ઇન વોશિંગટન, સિક્સ સેસેન્સ હોટલ ઇન ભૂટાન સહીત બીજી જગ્યાઓ સામેલ કરવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.