વાઘ સામે આવી ગયો તો વ્યક્તિએ કર્યું આવું જે જોયા પછી તમે સમજી શકસો કે જીવ બચાવવા સુ કરવું જોઈએ

0
939

વાઘ એક એવું પ્રાણી છે જેનું નામ સાંભળતા જ બીકથી લોકોના હાથ-પગ ધ્રુજી જાય છે. એવામાં વિચારો તે વ્યક્તિની કેવી હાલત થતી હશે, જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હોય અને અચાનક એક વાઘ તેની સામે આવીને ઉભો રહી જાય.

મહારાષ્ટ્રના એક રહેણાંક વિસ્તારમાં એક વાઘ ઘુસી આવ્યો હતો, અને જયારે લોકો તેને ભગાવવા માટે હલ્લો કરવા લાગ્યા અને તે તરફ ભાગ્યા તો વાઘ ઉત્તેજિત થઈને એક ખેતરમાં ઘુસી ગયો જ્યાં એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો.

વાઘને પોતાની ખુબ નજીક જોઈને તે વ્યક્તિને જીવ બચાવવા માટે કોઈ રીત સમજાય નહિ, તો તે ત્યાંજ પડી ગયો અને પોતાના શ્વાસ રોકીને મારવાનું નાટક કરવા લાગ્યો. સંયોગથી તેની આ રીત કામ આવી ગઈ.

વાઘે તેની છાતી પર પોતાનો પગ રાખ્યો અને પછી તેને મરેલો સમજીને ત્યાંથી નીકળી ગયો, અને તેનો જીવ બચી ગયો. પછી લોકોએ લાકડી અને ડંડો દેખાડીને વાઘને તે વિસ્તારમાંથી દૂર ભગાડી દીધો.

ભારતીય વન સેવાના એક અધિકારી પ્રવીણે આ આખા મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેયર કરી લોકોને એના વિષે જાણકારી આપી. તેમણે લખ્યું ‘તમે આ જોવા માંગો છો કે, કેવી રીતે એક અઘરા એન્કાઉન્ટરના સમયે જયારે વાઘે એક વ્યક્તિને ઘેરી લીધો હતો, તો તેણે કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો. સૌભાગ્યની વાત એ છે કે તે વ્યક્તિ અને વાઘ બંનેને નુકશાન પહોંચયું નથી.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.