ગમે તેટલી જૂની થાઈરોઈડની સમસ્યા હશે તે અઠવાડિયામાં મટી શકે, આ સરળ ઉપાયથી કરો ઈલાજ

0
4168

જેમ જેમ સમયની સાથે સાથે દુનિયા પ્રગતિ કરી રહી છે, તેમ તેમ માણસોમાં બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. માણસ પહેલાની સરખામણીએ વધારે બીમાર થઇ રહ્યો છે. અને જે બીમારીઓ પહેલા થોડા ઘણા લોકોને જ થતી હતી તે હવે જાણે કે સામાન્ય થઇ ગઈ છે.

જેમ કે પહેલા ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર, થાઈરોઈડ, પથરી વગેરે જેવી બીમારીઓના ઘણા ઓછા કેસ આવતા હતા, પણ આજે ઢગલા બંધ કેસ આવી બીમારીના આવી રહ્યા છે. એમાંથી એક છે થાઈરોઈડ. આજે અમે તમને એના વિષે થોડી જાણકારી આપીશું જે તમને ઘણી ઉપયોગી સાબિત થશે.

આ સમસ્યા ગળામાં રહેલી થાઈરોઈડ ગ્રંથિની છે. જે આપણી સ્વર પેટીની બંને તરફ રહેલી હોય છે. એના બે પ્રકાર છે, એક હાઇપોથાઇરાઇડિઝ્મ અને હાઇપરથાઇરાઇડિઝ્મ. સામાન્ય રીતે તે મહિલાઓની થાય છે પણ આજકાલ પુરુષોમાં પણ તે જોવા વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને આ સમસ્યા છે, તો આજે અમે તમને એના થોડા ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ઘણા ઉપયોગી સાબિત થશે.

દહીં અને દૂધ :

બીજો એક ઉપાય એ છે કે તમારે દૂધ અને દહીં વધારે ખાવું જોઈએ. કારણ કે એમાં રહેલા કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ તમને એનાથી છુટકારો આપાવે છે.

ગરમ પાણીનો શેક કરવો :

જો તમને આ સમસ્યા છે તો તમે ગળા પર ગરમ પાણીનો શેક કરો. એનાથી તમને થાઈરોઈડમાં ઘણી રાહત મળશે. આ ઉપાય કરવા માટે ગરમ પાણીને એક બોટલમાં ભરી એને કપડામાં લપેટીને એનાથી ગળા પર શેક કરો.

જેઠીમધ :

બીજી એક વસ્તુ જે તમને થાઈરોઈડમાં રાહત અપાવે છે તે છે જેઠીમધ. કારણ કે જેઠીમધમાં રહેલ તત્વો થાઈરોઈડ ગ્રંથીને સંતુલિત બનાવે છે. તમને ઉર્જા પુરી પાડે છે, જેથી તમને જે વધારે થાક લાગવાની સમસ્યા છે તે પણ દૂર થાય છે. અને તે થાઈરોઈડમાં થતા કેન્સરને અટકાવે છે.

આદુ :

મિત્રો આદુ પણ તમને થાઈરોઈડમાં ઘણી મદદ કરી શકે છે. કારણ કે આદુમાં રહેલા પોટેશિયમ અને મેગ્નશિયમ થાઈરોઈડની સમસ્યાથી છુટકારો અપાવે છે. સામાન્ય એવા દેખાતા આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે થાઈરોઈડને વધવા નથી દેતું અને એની કાર્યપ્રણાલીને પણ સુધારે છે.

આંબળાનું ચૂરણ અને મધ :

જાણકારી માટે જણાવી દઈએ કે શુદ્ધ મધ અને આંબળાના ચૂરણનું નિયમિત રીતે સેવન કરવાથી તમને સારું પરિણામ મળશે. 10 થી 15 દિવસમાં જ તમને આ મિશ્રણની અસર દેખાવાની શરુ થઇ જશે. અને એના નિયમિત સેવનથી થોડા જ સમયમાં આ સમસ્યાથી તમને છુટકારો મળી જશે.

આ ઉપાય કરવા માટે તમે રોજ 1 ચમચી શુદ્ધ મધમાં 10 ગ્રામ આંબળાનું ચૂરણ મિક્ષ કરી અને સારી રીતે મિક્ષ કરીને ચાટી જાવ. અને આવું તમારે સવારે ખાલી પેટ અને રાત્રે જમ્યા પછી બે કલાક પછી કરવાનું છે. આનો બીજો ફાયદો એ છે કે આનાથી તમારી ચરબી પણ ઓછી થશે.

થાઈરોઈડમાં રાખો આટલી પરેજી :

થાઈરોઈડની સમસ્યા વાળા દર્દીઓએ મીઠાઈઓ, દરિયાઈ ખોરાક, સોયાની પ્રોડક્ટ્સ, આલ્કોહોલ, તેલ વાળો ખોરાક, બ્રોકલી, કોફી, ફેટ વાળો ખોરાક, અને રેડ મીટ વગેરેથી પરેજી રાખવી.