નદીમાં સિક્કા નાખવા એ કોઈ અંધવિશ્વાસ નથી, વાંચો આ જાણકારી પછી તમને ક્યારેય નહી મળે.

0
2746

એ તો તમે જાણો છો કે, આપણા ભારત દેશમાં લગભગ બધા જ ધર્મોમાં દાન ધર્મને સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. અને આપણા શાસ્ત્રોમાં પણ એવું લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ દાન ધર્મ જેવું પુણ્ય કામ કરે છે તેની ઉપર ઈશ્વરની કૃપા હંમેશા રહે છે. આ કાર્યમાં ઘણી બધી એવી પરંપરાઓ છે જે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. અને આવી પરંપરામાંથી એક છે નદીમાં સિક્કા નાખવાની પરંપરા.

પણ શું તમે જાણો છો કે શા માટે લોકો નદીમાં સિક્કા નાખે છે? કઈ છે તેની પાછળની આસ્થા? જો નથી જાણતા તો આજે અમે તમને એના વિષે જણાવીશું. તો આવો જાણીએ કે નદીમાં સિક્કા નાખવા પાછળનું રહસ્ય શું છે?

આ કારણે નદીમાં લોકો સિક્કા નાખે છે :

મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે જયારે કોઈપણ લોકો કોઈ નદી પાસેથી થઇને પસાર થાય છે, તો તેમાં એક સિક્કો નાખી દે છે. ક્યારેક ક્યારેક લોકો ટ્રૈન કે બસ દ્વારા મુસાફરી કરતી વખતે પણ કોઈ નદી પાસેથી પસાર થાય છે, તો તેમાં સિક્કો જરૂર નાખી દે છે. ઘણા લોકો આને અંધવિશ્વાસ માને છે. પણ જણાવી દઈએ કે, આ પરંપરા પાછળ કોઈ અંધવિશ્વાસ નથી, પણ એક તથ્યાત્મક કારણ છે.

મળેલી જાણકારી અનુસાર લોકો પહેલા નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા, જેના દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય. અને જુના જમાનામાં તો લોકો તાંબાના સિક્કાનો જ ઉપયોગ કરતા હતા, તેથી લોકો નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા.

તેમજ વડીલો દ્વારા કહેવામાં આવે છે કે, તાંબાના વાસણમાં પાણી પીવું સૌથી લાભદાયક માનવામાં આવે છે. અને તે ઉદેશ્યથી પણ લોકો નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા. આમ કરવાથી નદી પણ સ્વચ્છ રહેતી હતી અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. આજકાલ તાંબાના સિક્કા તો નથી મળતા પણ તેમ છતાંપણ લોકો તે પરંપરાને માનતા આવે છે. કદાચ ફરી તાંબાનાં સિક્કા ચલણમાં આવી જાય, તો નદીના શુદ્ધિકરણનું કામ શરુ થઈ જાય.

અને જો આપણે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, તો એમાં ગ્રહ દોષોને દુર કરવા માટે નદીમાં સિક્કા નાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, જો નદીમાં સિક્કા અને પૂજાની સામગ્રીઓ વહી જાય તો તેના લીધે ઘણી જાતના ગ્રહ દોષોનો નાશ થઇ જાય છે, અને વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે.

જાણકારી ખાતર જણાવી દઈએ કે, આપણે ત્યાં આ બધા ઉપરાંત એવી માન્યતા પણ છે કે, નદીમાં સિક્કા નાખવું પુણ્યનું કામ હોય છે. કારણ કે નદી કિનારે ગામમાં બાળકો નદીમાં સિક્કા એકઠા કરીને પોતાનું ભરણપોષણ કરે છે, તેથી આ એક જાતનું દાનનું કામ પણ છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ઉપર ચન્દ્ર દોષ હોય, તો તેમણે વહેતી નદીમાં ચાંદીનો સિક્કો નાખવો જોઈએ. તેનાથી ચન્દ્ર દોષ દુર થાય છે.