ચીનમાં એક સાથે દેખાયા 3 સૂર્ય, ત્રણ ગણો વધારે હતો પ્રકાશ, જાણો શું છે મામલો?

0
554

આખી દુનિયા જયારે નવા વર્ષની તૈયારી કરી રહી હતી ત્યારે ચીનના લોકો અચરજ પમાડે તેવી પ્રાકૃતિક ઘટનાના સાક્ષી બની રહ્યા હતા. ચીનના ઉત્તરપૂર્વ સ્થિત જિલિન પ્રાંતના ફૂયુ શહેરમાં 31 ડિસેમ્બર 2019 ના રોજ એકસાથે ત્રણ સૂરજ દેખાઈ રહ્યા હતા. આ જોઈને લોકોએ જણાવ્યું કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. પરંતુ આ એક વૈજ્ઞાનિક ઘટના છે, જે એક ખાસ પરિસ્થિતમાં થાય છે. આવો જાણીએ કે ત્રણ સૂર્ય દેખાઈ એની પાછળનું કારણ શું છે?

ત્રણ ગણો વધારે પ્રકાશ હતો ફૂયુ શહેરમાં :

31 ડિસેમ્બર 2019 ની સવારે લોકોએ નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી રહ્યા હતા. ત્યારે સવારે કંઈક વધારે જ પ્રકાશ દેખાઈ આવ્યો હતો. જયારે લોકો ઘરની વહાર નીકળ્યા તો તેમણે આકાશની તરફ ત્રણ ત્રણ સૂરજ દેખાઈ રહ્યા હતા. તેના પછી રસ્તા પર લોકોની ભીડ લાગી ગઈ. લોકો ઘરની બહાર નીકળીને આ નજરાના ફોટો લેવા લાગ્યા હતા.

કેવી રીતે દેખાઈ રહ્યા હતા ત્રણ સૂર્ય?

ચીનના ઉત્તરપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફૂયુ શહેરમાં જ્યાં ત્રણ સૂર્ય એકસાથે દેખાઈ રહ્યા હતા, તેમાંથી બે સૂર્ય અડધા દેખાઈ રહ્યા હતા. જયારે વચ્ચે એક પૂર્ણ સૂર્ય દેખાઈ રહ્યો હતો. વચ્ચે વાળા સૂર્યની ચારેય તરફ બાકીના બે અડધા સૂર્યને કારણે ઊંધું મેધધનુષ બનેલું દેખાઈ રહ્યું હતું.

20 મિનિટ સુધી દેખાયો હતો આ નજારો :

મુખ્ય સૂર્યની સાથે દેખાઈ રહેલા બાકીના બે અડધા સૂર્ય લગભગ 20 મિનિટ સુધી આકાશમાં રહ્યા પછી ગાયબ થઇ ગયા. આની સાથે જ મુખ્ય સૂર્ય ઉપર બનેલું ઊંધું મેધધનુષ પણ ગાયબ થઇ ગયું. વૈજ્ઞાનિક ભાષામાં આને સનદોગ કહે છે.

શું હોય છે સનડૉગ?

સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સનડૉગ બને છે, જયારે સૂર્ય આકાશથી ખુબ નીચેની તરફ દેખાઈ રહ્યો હોય છે, કે પછી જયારે આકાશમાં ખુબ વધારે વાદળ થાય કે બરફના કણ તરી રહ્યા હોય. આ કણો સાથે જયારે સૂર્યનો પ્રકાશ અથડાય છે તો તમને ત્રણ ત્રણ સૂર્ય દેખાઈ શકે છે. સાથે જ તેના ઉપર ઊંધું મેધધનુષ બને છે.

જુઓ વિડીયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.