3 બહેનોએ શરુ કર્યું આ ખાસ સ્ટાર્ટઅપ, વર્ષે 7 લાખનો બિઝનેસ, ફોર્બ્સની લિસ્ટમાં મળી જગ્યા.

0
154

આ બહેનો ભેગી મળીને કરી રહી છે લાખોનો બિઝનેસ, 500 જેટલા લોકોને રોજગારી અપાવી, જાણો તેમના સ્ટાર્ટઅપ વિષે.

દિલ્હીમાં ઉછરેલી ત્રણ બહેનો તરુ શ્રી, અક્ષયા અને ધ્વની ભેગા મળી એક સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. 2017 માં ત્રણેએ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વાંસ માંથી બનેલા હેન્ડીક્રાફટનો બિઝનેશ શરુ કર્યો હતો. હાલમાં તેમની સાથે 500 થી વધુ કારીગરો જોડાયેલા છે. ભારતની સાથે જ વિદેશોમાં પણ તેમની પ્રોડક્ટની માંગ છે. ગયા વર્ષે તેમની કંપનીનું ટનઓવર 7 લાખ રૂપિયા હતું. આ વર્ષે 25 લાખ રૂપિયાના બિઝનેસનો અનુમાન છે. હાલમાં જ તેમણે વાંસ માંથી બનેલી ચા નું પણ માર્કેટિંગ શરુ કર્યું છે. આ વર્ષે તેમનું નામ ફોર્બ્સ અંડર 30 ની યાદીમાં સામેલ થયું છે.

તરુ શ્રી એ કલીનીક સાયકોલોજી માંથી માસ્ટર્સ કર્યું છે. અક્ષયાએ બિઝનેસ ઇન ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે, જયારે ધ્વનીએ ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે. 27 વર્ષની અક્ષયા જણાવે છે કે, ગ્રેજ્યુએશનના અભ્યાસ પછી હું મર્ચેન્ટ એક્સપોર્ટની ફિલ્ડમાં કામ કરવા લાગી. તે દરમિયાન ઘણી કંપનીઓની એક્સપોર્ટ એજન્સીઓ સાથે કામ કરવાની તક મળી. ઘણું બધું શીખવા પણ મળ્યું.

તે જણાવે છે કે તે દરમિયાન મને લાગ્યું કે, જો હું બીજાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકું છું તો મારી પોતાની પ્રોડક્ટની પણ કરી શકું છું. એ વાત મેં મારા પપ્પાને જણાવી. કેમ કે પાપા ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા છે, તો તેમને દેશની અલગ અલગ જગ્યાઓ વિષે સારી એવી જાણકારી છે. તેમણે સલાહ આપી કે નોર્થ-ઇસ્ટના રાજ્યોમાં મારે જવું જોઈએ અને ત્યાંના લોકલ કારીગરોની પ્રોડક્ટની માર્કેટિંગ કરવી જોઈએ.

નોર્થ-ઇસ્ટના રાજ્યોમાં ગઈ, ત્યાંના લોકલ કારીગરોને મળી :

ત્યાર પછી અક્ષયાએ નોર્થ-ઇસ્ટના ઘણા રાજ્યોનો પ્રવાસ કર્યો. ત્યાંના લોકલ કારીગરોને મળી, તેમના કામને સમજી, તેમની માર્કેટિંગ સંબંધી તકલીફોને સમજી. થોડા મહિના રીસર્ચ કર્યું. ત્યાર પછી ઓક્ટોબર 2015 માં અક્ષયાએ નોએડામાં એક એક્ઝિબિશનમાં ભાગ લીધો. તેમાં તેમણે હેન્ડીક્રાફટની તમામ પ્રોડક્ટસ લગાવી હતી. તેને લઈને તેમને સારો રિસ્પોન્સ મળ્યો. ઘણા લોકોએ તેમની પ્રોડક્ટમાં રસ દેખાડ્યો.

અક્ષયા જણાવે છે કે, તે એક્ઝિબિશન પછી મને એ અનુભવ થઇ ગયો હતો કે આ સેક્ટરમાં સારો સ્કોપ છે. લોકો વચ્ચે આ પ્રકારની પ્રોડક્ટસની માંગ છે. સાથે જ લોકોને એ વાતની જાણકારીમાં પણ રસ છે કે કઈ પ્રોડક્ટ કઈ જગ્યા ઉપર બને છે? કેવી રીતે બને છે? કોણે બનાવી છે? તેની બનવાની પ્રોસેસ અને સ્ટોરી શું છે?

ત્યાર પછીના વર્ષે એટલે 2016 માં અક્ષયા ત્રિપુરા ગઈ. ત્યાં તેમણે કેટલાક લોકલ કારીગરોનો સંપર્ક કર્યો, જે તેમના માટે પ્રોડક્ટ બનાવવા માટે રાજી થઇ ગયા. એક વ્યક્તિને તેના મોનીટરીંગ માટે રાખ્યો અને પછી પોતાની બચતથી એક પ્રોડક્શન યુનિટનો પાયો નાખ્યો. તેમાં લગભગ એક વર્ષનો સમય લાગી ગયો. આ રીતે તેમણે 2017 માં Silpakarman નામથી પોતાના સ્ટાર્ટઅપની શરુઆત કરી. તે ડેલી ન્યુઝથી લઈને રસોડા સુધી તમામ હેન્ડીક્રાફટની પ્રોડક્ટસની માર્કેટિંગ કરવા લાગી. પછી તેમની બંને બહેનો પણ તેમની સાથે જોડાઈ ગઈ.

કેવી રીતે શરુ કર્યું માર્કેટિંગ, ગ્રાહકને જોડવા માટે શું કર્યું?

અક્ષયા જણાવે છે કે, માર્કેટિંગના ફિલ્ડમાં મને પહેલાથી કામ કરવાનો અનુભવ હતો. એટલા માટે વસ્તુને હેન્ડલ કરવામાં વધુ તકલીફ ન પડી. તે જણાવે છે કે, સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે. અમે પણ તેનો ઘણો ઉપયોગ કર્યો. ધ્વની ફિલ્મ પ્રોડક્શન બેકગ્રાઉન્ડની છે તો તેણે ઘણા ક્રિએટીવ વિડીયો અને ફોટા અપલોડ કર્યા, જેથી ગ્રાહકનો રસ અમારી પ્રોડક્ટ ખરીદવામાં વધ્યો. ત્યાર પછી અમે પોતાની વેબસાઈટ લોન્ચ કરી. એમેઝોન, ઇન્ડિયા માર્ટ જેવા પ્લેટફોર્મ ઉપર અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી.

તેની સાથે જ અમે ભારત અને ભારતની બહાર ઘણા સ્થળો ઉપર એક્ઝિબિશનમાં ભાગ લીધો. તેનાથી લોકોને અમારી પ્રોડક્ટ વિષે જાણકારી મળી અને અમારા ગ્રાહકો વધતા ગયા. તે દરમિયાન ગ્રીસમાં અમારે નુકશાની પણ વેઠવી પડી. અમે ત્યાં જે આશાએ અમારી પ્રોડક્ટ લઇ ગયા હતા, એટલું વેચાણ ન થયું. હવે દર મહીને લગભગ 100 ઓર્ડર અમારી પાસે આવી રહ્યા છે. તેમાં ઈન્ડિવિઝ્યુઅલ લેવલની સાથે જ બ્રાંડટુ બ્રાંડ એટલે B2B માર્કેટિંગ પણ અમારી ટીમ કરી રહી છે.

તે જણાવે છે કે, અત્યાર સુધીમાં 25 લાખ રૂપિયાનું બિઝનેસમાં રોકાણ કરી ચુકી છું. આ રોકાણ મેં એક સાથે નથી કર્યું. જયારે જયારે મારી પાસે સ્ટાર્ટઅપથી અર્નિંગ થતી રહી, હું તેને મારા બિઝનેસને વધારવામાં ખર્ચ કરતી રહી.

શું છે બિઝનેસ મોડલ, કેવી રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ?

અક્ષયા જણાવે છે કે, અમે ત્રિપુરામાં અમારો યુનિટ ખોલ્યો છે. સાથે જ ત્યાંના કેટલાક લોકલ કારીગરોના ગ્રુપ સાથે ટાઈઅપ કર્યું છે. જેમાં લગભગ 500 લોકો કામ કરે છે. તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ છે. આ લોકોને અમે રિસોર્સીસ અને મશીન પુરા પાડીએ છીએ. જેથી તે લોકો ફર્નીચર, લેપટોપ સ્ટેન્ડ, પેન, બ્રશ મુકવા માટે હોલ્ડર જેવી હેન્ડીક્રાફટ સાથે જ રસોડાના ઉપયોગની તમામ પ્રોડક્ટ તૈયાર કરે છે. ત્યાર પછી અમારા એક સાથી ત્યાંની પ્રોડક્ટ કલેક્ટ કરીને અમારા યુનિટમાં લઇ જાય છે. ત્યાર પછી માર્કેટિંગનું કામ શરુ થાય છે. જો ઓર્ડરની માંગ નોર્થ-ઇસ્ટના રાજ્યોની હોય છે, તો તેને ત્યાંથી પાર્સલ કરી દેવામાં આવે છે. બીજી પ્રોડક્ટ દિલ્હી મોકલી દેવામાં આવે છે.

દિલ્હીમાં અમારી ટીમ તેનું પેકેજીંગ કરે છે. પછી જ્યાંથી ઓર્ડર આવ્યા હોય છે, ત્યાં પાર્સલ કરી દેવામાં આવે છે. તેમાં અમે પેકેજીંગ માટે પણ પુરતો પ્રયત્ન કરીએ છીએ કે વાંસ માંથી બનેલી પ્રોડક્ટનો જ ઉપયોગ થાય. તે જણાવે છે કે, અમે પ્રોડક્ટ જાતે તૈયાર ન કરી લોકલ કારીગરો પાસે કરાવીએ છીએ. તેનો સૌથી મોટો ફાયદો તે લોકોને મળે છે, જે નાના લેવલ ઉપર કારીગરનું કામ કરે છે. તેમણે રોજગાર માટે આમતેમ ભટકવું નથી પડતું. વર્ષ આખા માટે કામ મળી રહે છે.

હવે વાંસના પાંદડાઓ માંથી તૈયાર કરી રહ્યા છીએ ચા :

અક્ષયા જણાવે છે કે, 2019 માં નાની બહેન તેનો અભ્યાસ પૂરો કર્યા પછી અમારી સાથે જોડાઈ ગઈ. તેણે અમને વાંસના પાંદડા માંથી ચા બનાવવાનો બિઝનેસ શરુ કરવાનો આઈડિયા આપ્યો. ત્યાર પછી અને તેને લઈને રીચર્સ કરવાનું શરુ કર્યું. ત્યારે અમને જાણકારી મળી કે, વિદેશોમાં વાંસના પાંદડાનો ઉપયોગ કરી ચા બનાવવામાં આવે છે. તેમાં પ્રોટીન, સીલીકા, ઝીંક સહીત ઘણા ન્યુટ્રીશનલ એલીમેંટસ રહેલા છે, જે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે.

ત્યાર પછી વર્ષ 2020 માં અમે ઘરે જ વાંસની અલગ અલગ વેરાયટીના પાંદડાની પ્રોસેસિંગ કરી ચા તૈયાર કરી. લોંચ કરતા પહેલા જ કો-રો-નાને લઈને લોકડાઉન લાગી ગયું. તેથી ઘણા સમય સુધી આ પ્લાન પ્રભાવિત રહ્યો. હવે ગયા મહીને તેમણે તેનું લોન્ચિંગ કર્યું છે. 100 થી વધુ ઓર્ડર અત્યાર સુધીમાં તો પુરા કરી ચુકી છે. જયારે એક હજાર ઓર્ડર તેમને એડવાન્સ બુકિંગમાં મળ્યા છે.

ભારતમાં વાંસની ખેતી અને માર્કેટિંગનો સ્કોપ :

ભારતમાં પૂર્વોત્તર રાજ્યો સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ અને બિહારમાં વાંસની પુષ્કળ ખેતી થાય છે. પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ન માત્ર વાંસની ખેતી થાય છે, પણ તેમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ પણ તૈયાર કરવામાં આવે છે. બીજા રાજ્યોમાં ઘણા ઓછા લોકો જ કોમર્શિયલ લેવલ ઉપર વાંસની ખેતી કરે છે. છેલ્લા થોડા વર્ષોથી માર્કેટમાં વાંસ માંથી બનેલી પ્રોડક્ટની માંગ વધી છે. લોકો ઘરના સુશોભન અને નવો લુક આપવા માટે વાંસ માંથી બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. વાંસની સીડી, ટોપલી, ચટાઈ, ફર્નીચર, રમકડા તૈયાર કરવામાં આવે છે. તે ઉપરાંત કાગળ બનાવવામાં પણ વાંસનો ઉપયોગ થાય છે.

જે લોકો વાંસની ખેતી કરવા માંગે છે, તેમના માટે સૌથી સારી વાત છે કે તેની ખેતી માટે કોઈ ખાસ જમીનની જરૂર નથી પડતી. તમે એ સમજી લો કે, જ્યાં ઘાંસ ઉગી શકે છે, ત્યાં વાંસની પણ ખેતી થઇ શકે છે. તેના માટે વધુ જાળવણી અને સિંચાઈની પણ જરૂર નથી પડતી. જુલાઈમાં વાંસ રોપવામાં આવે છે. વાંસ તૈયાર થવામાં આશરે ત્રણ વર્ષ લાગે છે. એક એકર ખેતરમાં વાંસ ઉગાડવા માટે 10 હજારની આસપાસ ખર્ચ આવે છે. ત્રણ ચાર વર્ષ પછી તેમાંથી પ્રતિ એકર ત્રણ લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. એક વખત ઉગાડેલા વાંસ આવતા 30-40 વર્ષ સુધી રહે છે. ક્વોલેટી મુજબ એક વાંસની કિંમત આશરે 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીમાં મળી જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.