થોડી જ વારમાં કરો તમારા મગજને તેજ, આ સરળ રીતોને જાણી લેશો તમે તો જીનિયસ બની જ જશો

0
1460

તમારા મગજને થોડી જ વારમાં કરો તેજ, આ સરળ રીતોને જાણી તમે પણ જીનિયસ બની શકો છો.

પૃથ્વી ઉપર તમને ઘણા બધા જીવ જોવા મળશે. વિજ્ઞાનમાં લગભગ ૮૭ લાખ પ્રકારના જીવો પૃથ્વી ઉપર રહેતા હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ૮૭ લાખ જીવોના પ્રકારોની અંદર માત્ર એક જ એવો પ્રકાર છે, જે આજે સંપૂર્ણ ધરતી ઉપર રાજ કરી રહ્યો છે. અમે અહિયાં માણસની વાત કરી રહ્યા છીએ. માણસનું મગજ ઘણું જ તેજ છે. આ ગ્રહ ઉપર આપણને આપણા ભાવના યુક્ત અને વિચારશીલ મગજ બીજા જીવોથી અલગ અને ઉત્તમ બનાવે છે.

આમ તો બીજા જીવોની અંદર પણ તમને મગજ જોવા મળી જશે, પરંતુ માણસના મગજની વાત જ કાંઈક અલગ છે. તે પોતાની અંદરની મહાનતાને સમાવીને રહે છે. માણસનું મગજ ઘણું બધું સમજીને વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે તો તમારા મનમાં દરેક ક્ષણ ઘણા હજારો વિચાર આવે છે અને જતા જ રહે છે. આમ તો માણસનું મગજ ઘણું જટીલ છે, અને લગભગ તે ૧.૪ કી.ગ્રા, વજન ધરાવે છે. પરંતુ તેને તેજ કરવાના ઉપાય ઘણા જ સરળ અને સચોટ છે.

આ લેખમાં તમને જાણવા મળશે :

માણસના મગજમાં લગભગ ૧ અબજથી પણ વધુ ન્યુરન રહેલા છે. આ ન્યુરન તમારા વિચારોને તમારા મનમાં લાવે છે. એટલા માટે જો તમે કોઈ પણ પ્રકારે તમારા ન્યુરનને સંભાળીને રાખવામાં સફળ થઇ ગયા તો, તમે પણ કોઈ મહાપુરુષની જેમ દુનિયામાં મોટો ફેરફાર લાવી શકો છો.

તો આજે આ લેખમાં આપણે લોકો મગજને કેવી સરળ રીતે તેજ કરી શકીએ છીએ? તેના વિષે ઘણી બધી વાતો કરીશું. એટલા માટે આ લેખને તમે શરુઆતથી લઈને અંત સુધી જરૂર વાંચશો. કેમ કે આ લેખ તમારા માટે ઘણો ફાયદાકારક રહેવાનો છે.

મગજને સરળ રીતે કેવી રીતે તેજ કરો :

આજના સમયમાં કોણ સ્માર્ટ બનવા નથી માંગતા. દરેકને સ્વસ્થ શરીર અને એક તેજ મગજ જોઈએ. સ્વસ્થ શરીર માટે તો તમારે ઘણી બધી મહેનત અને ધગશ જોઈએ. પરંતુ હા એક તેજ મગજ માટે તમારે થોડા સરળ અને સચોટ ઉપાયોની જરૂર છે. તમે આ ઉપાયો તમારા જીવનની અંદર ઉપયોગ કરી તમારા મગજને તમે ધારો તે રીતે સબળ કરી શકો છો. તમારી બુદ્ધી તમારા મગજને તેજ થવા સાથે વધતી જશે.

તો આ પ્રશ્ન ઉભો થાય છે કે, ખરેખર કેવી રીતે કોઈ પોતાના મગજને તેજ કરી શકાય છે? આ લેખમાં આગળ તેના ઉપાયો વિષે વર્ણન કરવામાં આવ્યું છે, જેના દ્વારા તમે પળ ભરમાં તમારા મગજને તેજ કરી શકો છો.

તે ઉપરાંત આ ઉપાયો કરીને તમે તમારી યાદશક્તિને ઘણી વધારી શકો છો, જેથી તમારી પોતાની પરીક્ષાઓમાં સફળતા પૂર્વક સારા નંબરો સાથે ઉત્તીર્ણ થઇ શકો છો (જો તમે એક વિદ્યાર્થી છો તો). તો આવો મગજને તેજ કરવાના ઉત્તમ ઉપાયો વિષે જાણીએ.

૧. હંમેશા મનને ચિંતાઓથી મુક્ત રાખીને નવા અને સકારાત્મક વિચારોને તમારા મનમાં આવવા દો.

આજના આધિનિક યુગમાં દરેક વ્યક્તિ માત્ર કામ, કામ અને માત્ર કામ વિષે જ વિચારતા રહે છે. તેના જીવનના જાત જાતની ચિંતા હંમેશા આવીને દુઃખી કરતી જ રહે છે. યાદ રાખો ચિંતા ચિતા સમાન છે. તે હંમેશા તમને દુઃખી જ કરતી રહેશે. એટલા માટે જેટલું બની શકે એટલું તમે તમને ચિંતાથી મુક્ત રાખો.

હંમેશા તમારા મનની અંદર સકારાત્મક વિચારોને આવવા દો અને નકારાત્મક વિચારોને આવીને જવા દો. તમારે એ સમજવું જોઈએ કે, વિચારો ઉપર તમારું કોઈ નિયંત્રણ નથી રહેતું. વિચારો તો તમારા મનમાં આવશે, પરંતુ વિચારોના આધારે કામ તમારે જ કરવું પડશે. એનાથી તમારું મગજ પણ ઘણું તેજ થઇ જશે.

આ વાત પણ જરૂર યાદ રાખો :

હંમેશા તમારુ મન અને અંતરમનનો અવાજ સાંભળો અને તેની ઉપર અમલ કરવાનો પ્રયાસ કરો. તમારું મન છેવટે તમને સાચો રસ્તો દેખાડશે. તે ઉપરાંત હંમેશા ભગવાનમાં વિશ્વાસ રાખો. મોટાભાગના સફળ લોકો હંમેશા પોતાના મનની વાત જ સાંભળે છે, અને પોતાના મનની અંદર આવનારા દરેક વિચાર ઉપર જ એક વખત અમલ જરૂર કરે છે.

૨. રોજ ઓછામાં ઓછું ૨૦ મિનીટ કસરત જરૂર કરો :

શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ: આ એક ઘણી જ પ્રાચીન અને મૌલીક સંસ્કૃતની કહેવત છે. અહિયાં કહેવામાં આવ્યું છે કે, જો શરીર સ્વસ્થ રહે છે ત્યારે તમામ કાર્ય સારી રીતેથી થઇ શકે છે. આમ તો તે એક સામાન્ય બાબત છે, પરંતુ એ વાત ઉપર ઊંડાણ પૂર્વક વિચાર કરવાની જરૂર છે.

આજે મોટાભાગના લોકો પોતાની દૈનિક ચર્યામાં કસરત કરવાનું ભૂલી જ ગયા છે. એક શોધ ઉપરથી જાણવા મળ્યું છે કે, રોજ ૨૦ મિનીટ કસરત કરવાથી તમારું મગજ ૬૦% વધુ તેજ રહી કામ કરવા લાગે છે. તે ઉપરાંત તમારું શરીર પણ ઘણા પ્રકારના રોગોથી મુક્ત રહે છે. કસરત કરવાથી તમે તમારી રચનાત્મક ક્ષમતા પણ ઘણી વધારી શકો છો.

રચનાત્મક શક્તિ વધવાને કારણે તમારું મગજ પણ ઘણું તેજ બની જાય છે.

3. તમારા શોખ પણ પુરા કરો :

કોણ કહે છે કે તમારે તમારા શોખ પુરા ન કરવા જોઈએ. મોટાભાગના લોકો આજકાલ પોત પોતાના કામની અંદર એટલા ડૂબી ગયા છે કે, તેને તેના શોખ પુરા કરવાનો જ સમય નથી મળી શકતો. મોટાભાગના લોકોને તેનું કારણ તેની વ્યસ્ત દિનચર્યા બતાવતા હોય છે. તમને ૨૪ કલાકથી વધુ લાંબો દિવસ કોઈ પણ સ્થિતિમાં નહિ મળે. એટલા માટે તમારે પોતે જ તમારા શોખ આ ૨૪ કલાકની અંદર સમય કાઢીને જ પુરા કરવા પડશે.

ચિત્ર બનાવવા, રમત રમવી, સંગીત શીખવું, યુદ્ધ કળા શીખવી કે વાર્તા લખવા જેવા હજારો શોખ છે, તમે ધારો તો તમારા મનપસંદ શોખ શોધીને જરૂર પુરા કરી શકો છો. તેનાથી તમારા મનમાં આનંદ અને એક અલગ પ્રકારની તૃપ્તિ મળશે જે તમારા મગજ માટે પણ સારી છે.

૪. તમારા મગજને જરૂરી આરામ આપો :

તમારા મગજ ઉપર શરીરનું ચાલે છે. એટલા માટે તેને જરૂરી આરામ આપવો પણ ઘણું જ જરૂરી છે. કોઈ પણ કામને સફળતા સાથે પૂરું થવામાં ઘણો સમય લાગે છે. ૧૦ દિવસનું કામ તમે ૧ દિવસમાં નથી કરી શકતા. એટલા માટે રોજ તમે એટલું જ કામ કરો જેટલું તમે કરી શકો. વધુ કામ કરવું અને તમારા શરીર અને મગજને આરામ ન આપવો તમારા માટે સારું નહી રહે.

મગજને શાંત રાખો અને થોડા નવા વિષય ઉપર વિચારવાનો પ્રયાસ કરો. તમારા મગજને થોડો સમય માટે કામના બોજમાંથી મુક્ત કરીને તેને ઊંડા વિચારોના સાગરમાં ગોથા લગાવવા માટે છોડી દો. એમ કરવાથી માત્ર તમારું મગજ જ તેજ નહિ થાય, પરંતુ તમારી બૌદ્ધિક ક્ષમતા પણ ઘણી જ વધુ વિકસિત થશે.

આપણે હંમેશા આપણા વિચાર અને બૌદ્ધીક ક્ષમતાના હિસાબે જ ચાલીએ અને ઓળખાઈએ છીએ. એટલા માટે સમાજમાં જો આગળ આવવું છે, તો તમારા મગજને બિન જરૂરી કાર્યના બોજથી દુર રાખો. શુદ્ધ અને બોજ મુક્ત મગજ ઘણા પ્રકારની મહાન વિચારધારાઓને જન્મ આપવમાં ઘણું જ વધુ સક્ષમ છે. આ ઉપાય તમારા જીવનમાં ઉપયોગ કર્યા પછી તમે પોતે જ તેની અસર તમારા જીવનમાં જોઈ શકો છો. તમે થોડા સમય માટે આરામ જરૂર કરો.

૫. તમારો મનગમતો ઓનલાઈન કોર્સ જોઈન્ટ કરો :

આજના આ આધુનિક યુગમાં દરેક ઈન્ટરનેટનો ઉપયોગ કરતા જ રહે છે. કોઈ ગેમ રમે છે તો કોઈ સોશિયલ મીડિયા ચલાવતા હોય, તમને દરેક જગ્યાએ ઈન્ટરનેટની ભૂમિકા જરૂર જોવા મળશે. આપણે લોકો મોટાભાગે ઈન્ટનેટનો ઉપયોગ ખોટા કામોમાં પસાર કરી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો, ઈન્ટરનેટ ઉપર તમારા મનપસંદ કોર્સ જેવા કે વેબસાઈટ ડીઝાઈનીંગ અને કોડીંગ જેવા કોર્સ પસંદ કરીને તમારા જીવનને વધુ સારું બનાવી શકો છો.

નવી નવી વસ્તુ વિષે શીખવું આપણા મગજની અંદર રહેલા ન્યુરનને ઘણું વધુ વિકસિત કરે છે. તો જો તમે તમારી અંદરના ન્યુરનને વિકસિત કરવા માગો છો. તો તમે તમારા મનપસંદ કોઈ પણ ઓનલાઈન કોર્સ જોઈન્ટ કરી લો કે જાહેરાત ઉપર આવા પ્રકારના લેખ વાચો. આ બંને જ ક્ષેત્રોમાં તમારું મગજ જરૂર તેજ કરી શકશો.

૬. તમારી સંગત સુધારો :

હંમેશા આપણું મગજ આપણી સંગતથી વધુ પ્રભાવિત થાય છે. જો ઉછેર અને સંગત સારી હશે તો, તમારું મગજ પણ ઘણું સારું કામ કરશે. આજકાલની યુવાન પેઢી ખોટી સંગતને લઈને પોતાના મગજની ક્ષમતાને ઓળખી નથી શકતા. એટલા માટે તેને સૌથી પહેલા તમારે સંગતીને સુધારવી પડશે. તેનો અર્થ એવો નથી કે તમે સંપૂર્ણ રીતે કોઈને મળવાનું જ છોડી દો. માત્ર ખરાબ અને નકારાત્મક વ્યક્તિઓથી દુર રહેવાનું છે.

જે મિત્ર તમને ખરાબ સમયમાં મદદ કરે છે, તેને તમે મારો દોસ્ત બનાવીને જીવનભર રાખો. કેમ કે તે તમારો સાચો દોસ્ત હશે અને ગપ્પા મારવાની દોસ્તીથી બને એટલા દુર રહો. તમે તમારા કિંમતી સમયને તેની ઉપર ન વેડફો, કેમ કે સમય જ એક એવી વસ્તુ છે, જે પૃથ્વી ઉપર રહેલા દરેક જીવને સમાન રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપવામાં આવ્યો છે.

૭. આજીવન વિદ્યાર્થી બની રહો :

દુનિયામાં જો મગજને તેજ કરવાની કોઈ સૌથી સચોટ રીત છે, તો તે છે આજીવન વિદ્યાર્થી બનીને રહો. તમે આજીવન વિદ્યાર્થી બનીને તમારા જીવનમાં કોઈ ધ્યેય પ્રાપ્ત કરી શકો છો. આ પ્રકૃતિમાં જ્ઞાનની કોઈ ખામી કે અંત નથી. હજારો જીવન મેળવીને પણ તમે ક્યારે પણ સંસારમાં રહેલી દરેક વસ્તુ વિષે જ્ઞાન મેળવી નહિ શકો. માટીના દરેક કણથી લઈને ચંદ્રના ઠંડા કિરણો સુધી દરેક જગ્યાએ તમને જ્ઞાનનો પ્રકાશિત દીવો જોવા મળશે.

હંમેશા શીખો, સાંભળો અને સમજો. તમે અને દુનિયામાં રહેલા દરેક વ્યક્તિ જીવનની આ પરીક્ષામાં એક વિધાર્થી જ છે. જીવનની સાચી પરિભાષા માત્ર ખાવું, પીવું સને સુવું નથી. પરંતુ હંમેશા કાંઈક નવું શીખતા રહવાનું છે. જ્યાં સુધી તમે સીખતા રહેશો ત્યાં સુધી તમે આગળ વધતા રહેશો. જયારે તમે શીખવાનું બંધ કરી દીધું ત્યારે તમે વ્યવહારિક રીતે જીવવાનું બંધ કરી દેશો.

આજની યુવા પેઢી શીખવાને વધુ મહત્વ નથી આપતા, પરંતુ વિટંબણાની વાત એ છે કે દરેક ક્ષણ શીખતા રહેવું જ આપણને જીવનભર યુવાન બનાવીને રાખે છે. તમને તેના વિષે શું લાગે છે? શું તમે પણ એક આજીવન વિદ્યાર્થી છો? જરૂર જણાવશો. તમારો જવાબ સાંભળીને અમને ઘણો જ આનંદ થશે.

૮. તમારી ભાવનાઓને નિયંત્રિત કરતા શીખો :

આપણા સમાજમાં તમને જાત જાતના લોકો જોવા મળશે. તેને ધ્યાનથી જોયા પછી તમને ખાસ કરીને બે પ્રકારના લોકો જોવા મળશે. પહેલા તે વ્યક્તિ જે ઘણા વધુ લાગણીશીલ છે, અને બીજા તે વ્યક્તિ જે ભાવુક નથી. છતાં પણ મોટાભાગના લોકો તમને ભાવના રહિત જોવા મળશે. તો અહિયાં એક પ્રશ્ન ઉભો થાય છે કે, શું સફળ અને તેજ મગજ વાળા વ્યક્તિઓ પાસે કોઈ પણ ભાવના નથી હોતી?

સફળ અને તેજ મગજ વાળા વ્યક્તિઓ પાસે પણ ભાવનાઓ હોય છે, પરંતુ તે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ કરી લે છે. ભાવનાઓ ઉપર નિયંત્રણ માત્ર એક તેજ મગજ વાળા વ્યક્તિ જ કરી શકે છે. એટલા માટે જેટલું બની શકે તમે પણ તમારી ભાવનાઓને નિયંત્રણ કરતા શીખી લો. તેનાથી તમારો સમય અને શક્તિ બંને જ બચી જશે.

તે ઉપરાંત આપણે લોકો ભાવનાઓમાં આવીને ઘણા બધા ખોટા કાર્ય કરી બેસીએ છીએ. ગુસ્સામાં કોઈને કડવા શબ્દો કહી દેવા, ખુશીમાં કોઈને કંઈક ખોટું કહી દેવું વગેરે ભાવનાઓમાં આવીને કરવામાં આવેલી ભૂલોના થોડા ઉદાહરણ માત્ર છે. એવી ઘણી ભૂલો આપણે રોજ ભાવનાઓમાં આવીને કરી દઈએ છીએ. એટલા માટે આ વાત જરૂર ધ્યાનમાં રાખો.

૯. તમારા ખાવા પીવાની કાળજી ઉપર જરૂર ધ્યાન રાખો :

જેવું આપણે ખાઈએ છીએ, તેવું જ આપણું શરીર બને છે. એટલા માટે આપણા ખાવા પીવા ઉપર જરૂર ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના ભારતીય પોતાના ખાવા પીવામાં યોગ્ય ધ્યાન નથી રાખી શકતા. એટલા માટે તેને પોતાના જીવનમાં ઘણા બધા રોગોનો સામનો કરવો પડે છે. પરંતુ એક સારું ખાવા પીવાથી તમે તમારા શરીર સાથે સાથે તમારા મગજને પણ તેજ કરી શકો છો.

તમે જરૂર આ પહેલા બ્રેન બુસ્ટર ખાવાની વસ્તુ વિષે સાંભળ્યું જ હશે. એટલા માટે તેની ઉપર આપણે વધુ ચર્ચા નહિ કરીએ. પરંતુ આપણે થોડા બ્રેન બુસ્ટર ખાવાની વસ્તુ વિષે જરૂર જાણી લઈએ. કોફી, બ્લુ બેરી, હળદર, બ્રોક્રોલી, કદ્દુના બીજ, કાળી ચોકલેટ, બદામ, સંતરા, ગ્રીન ટી વગેરેના સેવનથી તમે તમારા મગજને ઘણું વધુ તેજ કરી શકો છો. આ ખાવાની વસ્તુને બ્રેન બુસ્ટર પણ કહેવામાં આવે છે, એટલા માટે એક વખત તે જરૂર ખાઈને જુવો.

૧૦. રાત્રે જલ્દી સુવું અને સવારે જલ્દી ઉઠવું :

“Early To Bed And Early To Rise Makes A Man Healthy,Wealthy And Wise” આ વાત લગભગ દરેક જાણે છે. પરંતુ દુઃખની વાત એ છે કે તેની ઉપર કોઈ વધુ ધ્યાન નથી આપતા. સાંભળવામાં આ વાક્ય જેટલું સારું લાગે છે, એટલું જ સારું ફળ તે વાત માનવાથી મળે છે.

રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં સુઈ જવું અને સવારે પાંચ વાગ્યે ઉઠવું તમારા શરીર અને મગજ માટે ઘણું ફાયદાકારક છે. જેટલા પણ મહાપુરુષ અને સફળ લોકો છે તે મોટાભાગે સવારે વહેલા ઉઠે છે. તે ઉપરાંત તમારા મગજને રોજ ૬ થી ૭ ક્લાસની ઊંઘની જરૂર પડે છે. હંમેશા યાદ રાખો કે ઊંઘ લેતી વખતે તમારુ મગજ પોતાની કોશિકાઓની સારી રીતે ઠીક કરી શકે છે.

આપણું મગજ હંમેશા આપાણા મનમાં વિચારોના બીજ રોપતા રહે છે. ઘણી વખત તે આપણને કોઈ એક સારા સપના તરીકે અપણા જીવનમાં બનેલી ઘટનાઓ જોવા મળે છે તો કોઈ કોઈ વખત તે આપણા જીવનમાં ઘટીને થોડી ફલદાયક ઘટનાઓ પણ દેખાડે છે. એટલા માટે તમે રોજ વહેલા સુઈ જાવ અને સવારે વહેલા ઉઠી જાવ, ત્યારે તમારું મગજ એક ઉપર્યુક્ત વિશ્રામ પછી તમારી ૧૦૦% ક્ષમતા સાથે આખો દિવસ કામ કરવા માટે સક્ષમ થઇ શકે. તો મગજને તેજ કરવા માટે ઊંઘ પણ ઘણી જરૂરી છે.

સારાંશ :

અમે ઉપર તમને તમારા મગજને તેજ કરવાની ઘણી બધી સરળ અને ઉત્તમ રીતો વિષે જણાવ્યું છે. પરંતુ તે ઉપરાંત પણ ઘણી બીજી રીતો પણ રહેલી છે. તે બધી રીતોની અંદર રોજ એક સારું પુસ્તક વાંચવું સૌથી મહત્વપૂર્ણ છે. તમારા સ્કુલના પુસ્તકો ઉપરાંત તમારે તમારા ખાલી સમયમાં થોડા મહાન લેખકોના પુસ્તક વાંચવા જોઈએ. તમે અહિયાં કોઈ પણ મહાપુરુષના જીવન પણ વાંચી શકો છો. દરેક ક્ષણ તમારા મનને સકારાત્મક ભાવનાઓથી ભરી રાખો.

આ માહિતી વિજ્ઞાનમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.