1 ઓગસ્ટથી બેંકની રજાના દિવસે પણ થશે આ કામ જેથી તમને નહીં થાય કોઈ સમસ્યા.

0
114

કામના સમાચાર : હવે બેંકની રજા હોય તો પણ તમારા આ કામ અટકશે નહિ, જાણો નવી સુવિધા વિષે.

1 ઓગસ્ટથી બેંક માંથી થનારી તમારી ઘણી લેવડ દેવડ રવિવાર અને રજાના દિવસે પણ થઇ શકશે. આરબીઆઈએ નેશનલ ઓટોમેટીક ક્લીયરીંગ હાઉસ (NACH) સીસ્ટમને સાતે દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે હવે તમારે તમારા પગાર કે પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે વીકએન્ડ જવાની રાહ નહિ જોવી પડે. તે ઉપરાંત રજાના દિવસે તમારા એકાઉન્ટ માંથી હપ્તો પણ કપાશે. એટલે 1 ઓગસ્ટથી પગાર, પેન્શન અને ઇએમઆઈ પેમેંટ જેવા જરૂરી ટ્રાંઝેક્શન માટે હવે વર્કિંગ દિવસની રાહ નહીં જોવી પડે.

શું છે NACH?

NACH મોટા પાયે ચુકવણી કરવા વાળી સીસ્ટમ છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. આ સીસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ, પગાર, પેન્શન જેવા પેમેન્ટ એક સાથે ઘણા ખાતામાં ટ્રાંસફર કરવાની સુવિધા પૂરી પાડે છે. તે ઉપરાંત તે વીજળી, ટેલીફોન, ગેસ, પાણી સાથે જોડાયેલી ચુકવણી અને લોન, મ્યુચુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પ્રીમીયમનું કલેક્શન કરવાની સુવિધા પણ આપે છે.

ઉદાહરણ તરીકે જયારે ગ્રાહક બેંકને ઇલેક્ટ્રોનિક ક્લીયરેંસ સર્વિસ (ECS) ની સહમતી આપે છે, તો NACH દ્વારા પૈસા ખાતા માંથી પોતાની જાતે કપાઈ જાય છે. મોટા ભાગે લાભાર્થીઓના ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર (DBT) માટે NACH પોપ્યુલર અને મુખ્ય ડીજીટલ કાર્ય તરીકે આગળ આવ્યું છે.

રજાના દિવસે પણ ખાતામાં જમાં થશે તમારો પગાર :

આ નવી સુવિધા શરુ થયા પછી રવિવાર કે રજાના દિવસે પણ કર્મચારીઓના બેંક ખાતામાં પગાર જમા થઇ શકશે. તે ઉપરાંત તમારા ખાતા માંથી આપો આપ થતી તમામ પ્રકારની ચુકવણી પણ રવિવાર કે રજાના દિવસે થઇ શકશે. તેમાં મ્યુચુઅલ ફંડ, એસઆઈપી, ઘર-કાર કે પર્સનલ લોનના માસિક હપ્તા (EMI), ટેલીફોન, ગેસ અને વીજળી જેવા બીલોની ચુકવણી પણ સામેલ છે.

અત્યાર સુધી રજાના દિવસે લેવડ દેવડ ન થઇ શકવાનું કારણ એ છે કે, મોટાભાગની કંપનીઓ પગાર અને બીજા પ્રકારની ચુકવણી માટે NACH નો ઉપયોગ કરે છે. રવિવાર કે બેકની રજાના દિવસે આ સુવિધા ઉપલબ્ધ હોતી નથી. અત્યાર સુધી આ સુવિધા બેંકોના કામના દિવસો (વર્કિંગ ડે) માં જ ઉપલબ્ધ છે.

દંડથી બચવા માટે બેંકમાં પર્યાપ્ત બેલેન્સ રાખો :

જો તમે તમારા બેંક ખાતા માંથી કોઈ પણ પ્રકારના ઈએમઆઈ કે બીલની આપો આપ ચુકવણી કે ECS ની સુવિધા લીધેલી છે, તો 1 ઓગસ્ટથી બેંક ખાતામાં પર્યાપ્ત બેલેન્સ રાખો. જો તમે એમ નથી કરતા અને બેલેન્સ ઓછું હોવાને કારણે ચુકવણી ફેલ થાય છે તો બેંક કે અન્ય નાણાકીય સંસ્થા દ્વારા તમારી ઉપર પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. હાલની સીસ્ટમ હેઠળ રવિવારે પર્યાપ્ત બેલેન્સ ન હોવા પર અને સોમવારે પૈસા જમા કરાવવા ઉપર હપ્તા કે બીલની ચુકવણી સોમવારે થાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.