આ રીતે એક રોટલી તમારી દરેક સમસ્યાઓનું નિવારણ કરી શકે છે, જાણો એના ખાસ ઉપાય

0
1585

જાણો કઈ રીતે 1 રોટલી કરી શકે છે તમારી બધી સમસ્યાઓનું નિવારણ, કરવા પડશે આ નાનકડા ઉપાય

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને રોટલી સાથે જોડાયેલી થોડી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આ લેખના માધ્યમથી અમે તમને રોટલીના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે આપણે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે. તેના ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહે, તેમજ પ્રેમ અને એકબીજાના સહિયોગથી ભરેલું રહે.

ઘણીવાર કોઈના ઘરમાં વાસ્તુને લગતી સમસ્યાઓ, કે કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ જોવા મળે છે. એને કારણે એમનું જીવન થોડું મુશ્કેલ થઇ જાય છે. એમના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. એટલે તેઓ ઉપાયનો સહારો લે છે. અને આજે અમે તમને જ્યોતિષીના થોડા ઉપાયો જણાવીશું, જે તમારી અલગ અલગ સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે. અને એ ઉપાય રોટલી સાથે જોડાયેલા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ કે રાહુ-કેતુનો કોઈ દોષ છે, તો તેઓ એના નિવારણ માટે રોજ રાતે જે રોટલી સૌથી છેલ્લે બને છે, તેના પર તેલ લગાવો અને એ રોટલી કાળા કૂતરાને ખાવા માટે આપી દો. જો કાળું કૂતરું ના મળે તો ગમે તે કૂતરાને પણ ખવડાવી શકો છો. એનાથી તમને દોષમાંથી રાહત મળવાની શરુ થશે.

એ વાતનું ખાસ ધ્યાન રહે કે હંમેશા ઘરમાં બનેલી પહેલી રોટલીને ગાય માટે ચોક્કસ કાઢો. એનાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે, અને પરિવારમાં દરેકનું એક બીજા પ્રત્યે માન-સન્માન જળવાઈ રહે છે. તેમજ રોજ બનતી રોટલીમાંથી છેલ્લી રોટલી હંમેશા કુતરા માટે કાઢવી અને એને ખવડાવવી.

જો તમને તમારા કામમાં અસફળતા મળી રહી છે, તો એના માટે આ ઉપાય અજમાવી જુઓ. રોટલીને ખાંડ સાથે ભેળવીને એના નાના-નાના ટુકડા કરી લો. પછી એને કીડીઓને ખવડાવવો.

સુખ સમૃદ્ધિ મેળવવાનો એક ઉપાય એ છે કે, તમે દર અમાસે ચોખાની ખીર બનાવો, અને રોટલીના નાના નાના ટુકડા તે ખીરમાં નાખી દો. ત્યારબાદ એને ઘરના છત પર રાખી દો. કહેવાય છે કે, આ ઉપાયથી ઘર પર દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે અને સુખ સમૃદ્ધિ મળે છે.

જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને તે યોગ્ય રીતે જમતું ન હોય, તો તમે રોટલી પર થોડો ગોળ રાખો અને તેને બાળકના માથા ઉપરથી 11 થી 21 વાર ફેરવી લો. પછી એ રોટલી કોઈ કૂતરાને ખવડાવી દો. આ ઉપાયથી બાળક પર લાગેલી ખરાબ નજર દૂર થઇ જશે, અને તે ફરીથી યોગ્ય રીતે જમવા લાગશે.

તેમજ ગરીબી દૂર કરવા માટેનો એક ઉપાય એ પણ છે કે, ઘરમાં બનાવેલી તાજી રોટલીના ચાર ટુકડા કરીને પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો કૂતરાને, ત્રીજો ટુકડો કાગડા માટે ઘરની છત પર મુકવાનો રહેશે. અને છેલ્લો ટુકડો ઘરની પાસેના કોઈ ચાર રસ્તા પર રાખી દો આવો ઉપાય રોજ કરવાથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

આવો તમને ઘરમાં સુખ-શાંતિ લાવવાના કેટલાક અન્ય ઉપાય જે પ્રચલિત છે એ પણ જણાવી દઈએ. એના માટે તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં હંમેશા પાણીથી ભરેલો એક કળશ મુકો. તેમજ ઘરમાં રોજ સવારે અમુક સમય સુધી ભક્તિ ગીત, ભજન વગેરે ચોક્કસ કરવા. તેમજ ઘરમાં પૂજા-પાઠ હંમેશા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં કરીને કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે.

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર જમણી બાજુએ સિંદૂરથી સાથિયો ચોક્કસ બનાવો. ઘરના આંગણામાં તુલસીઓ છોડ જરૂર રાખો, અને રોજ સૂર્યાસ્તના સમયે ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડ પાસે ઘી નો દીવો કરો. આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહેશે, અને ઘરના દરેક લોકો પણ હળી મળીને રહેશે.

એ સિવાય તમે કેટલીક વાતોનું ધ્યાન રાખો જેમ કે, ઘરમાં ક્યારેય પણ સાવરણીને ઉભી રાખવી જોઈએ નહીં. તેમજ તેના પર પગ મુકવો નહિ અને સાવરણીની ઉપરથી ચાલવું જોઈએ નહિ. એવું કહેવાય છે કે આમ કરવાથી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.

તમારા ઘરના મુખ્ય દરવાજા પર કે બીજે પણ જ્યાં-ત્યાં બુટ-ચપ્પલ રાખવા જોઈએ નહિ. ખાસ કરીને પગરખાંને ઉલ્ટા તો ક્યારેય પણ રાખવા ન જોઈએ નહિ. એનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થવા લાગે છે. બીજી એક વાત કે, તમારે તમારા સુવાના બેડ પર બેસીને ક્યારેય પણ જમવું જોઈએ નહિ. આવું કરવાથી ખરાબ કે ડરામણા સપના આવે છે, અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. એ સિવાય પૂજામાં ઉપીયોગમાં લેવામાં આવતી ધૂપ, આરતી, હવનની અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સમાન વસ્તુઓને ક્યારેય પણ પોતાના મોં વડે ફૂંક મારીને ઠારવા જોઈએ નહિ.

આટલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા પર ભગવાનની કૃપા રહે છે, અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે, એવું કહેવામાં આવે છે.