આપણી આંખોને છેતરી રહ્યો છે આ વાયરલ ફોટો, જાણો શું છે આ ફોટાની સત્ય હકીકત

0
450

સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. લોકો પોતાનો ઘણો બધો સમય એની પર પસાર કરે છે. અને તેની પર ઘણું બધું શેયર કરે છે. લોકો પોતાના જીવનની વાતો, કોઈ મુદ્દા પર પોતાની વિચારસરણી તેમજ ઘણા બધા ફોટા અને વિડીયો શેયર કરતા હોય છે.

એવામાં ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ફોટા વાયરલ થઈ જાય છે, જે લોકોના મગજમાં ભ્રમ ઉભો કરી દેતા હોય છે. આ દિવસોમાં એક એવો જ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.

Young girl posing with a bag of 🍿 This picture messed me up…lol

Christopher Ferry ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಸೋಮವಾರ, ನವೆಂಬರ್ 25, 2019

હકીકતમાં ફેસબુક પર એક છોકરીનો ફોટો વાયરલ થયો છે, જેને જોયા પછી લોકોને એવું લાગી રહ્યું છે કે, તે કોઈ બીમારીથી પીડિત છે, જેના કારણે એના પગ એકદમ પાતળા છે. પણ સત્ય કાંઈક બીજું જ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ છોકરીના ફોટાને ક્રિસ્ટોફર ફેરી નામના વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેયર કર્યો છે. અને સાથે જ એમણે લખ્યું છે કે, ‘બાળકી પોપકોર્નની બેગ સાથે પોઝ આપી રહી છે. આ ફોટાએ મારું મગજ પણ હલાવી દીધું.’

જણાવી દઈએ કે, છોકરીના આ ફોટાને અત્યાર સુધી 2700 લોકો શેયર કરી ચુક્યા છે, અને 200 કરતા વધારે લોકોએ ફોટા પર કમેન્ટ કરી છે, જેમાં મોટાભાગના લોકોને એવું જ લાગી રહ્યું છે કે, છોકરીના પગ પાતળા છે. પણ હકીકતમાં એના પગ સામાન્ય છે, પણ આ ફોટો આંખોનો ભ્રમ પેદા કરી રહ્યો છે.

પહેલી નજરમાં છોકરીના પગ પાતળા અને લાંબા લાગી રહ્યા છે, પણ જો આ ફોટાને ધ્યાનથી જોવામાં આવે તો તમને ખબર પડશે કે, અસલમાં તે નાની છોકરીએ પોતાના હાથમાં પોપકોર્નનું એક પેકેટ પકડ્યું છે, જે જમીનના રંગથી એકદમ મળતું આવે છે. એજ કારણ છે કે આ ફોટો લોકોને ભ્રમમાં નાખી રહ્યો છે, અને વિચારવા માટે મજબુર કરી રહ્યો છે.

આ લેખ તમને પસંદ આવ્યો હોય, તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.