ભારતના આ મંદિરમાં હતી અદ્દભુત શક્તિ, મોટા મોટા જહાજને ખેંચી લેતું હતું પોતાની તરફ

0
535

ભારત રહસ્યોથી ભરેલો દેશ છે. ડગલેને પગલે એવી માહિતી સામે આવે છે જેને જાણ્યા પછી પણ વિશ્વાસ નથી થતો. ભારતના ઈતિહાસમાં આવા પ્રકારની જાણકારીઓ પોતાની અંદર સમાવેલી છે. તેવી જ થોડી રસપ્રદ વાતોને અમે તમારી સામે રજુ કરીએ છીએ. આ કડીમાં અમે આજે તમને એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં 52 ટનનું ચુંબક લાગેલું છે. આવો જાણીએ આ મંદિર વિષે વિસ્તારથી.

આ મંદિર કોણાર્કનું સૂર્ય મંદિર છે. આમ તો કોણાર્ક મંદિર પોતાની પૌરાણીકતા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ ઘણા બીજા કારણોથી પણ છે જેને કારણે જ આ મંદિરને જોવા માટે દુનિયાના ખૂણે ખૂણામાંથી લોકો અહિયાં આવે છે.

કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલા સૂર્ય ભગવાનના સાક્ષાત દર્શન કરવાનું સૌભાગ્ય ઘણા ઓછા લોકોને મળી શકે છે. ભારતના આ ઐતિહાસિક મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવી ચુક્યું છે. કહેવાય છે કે આ મંદિરમાં 52 ટનનું વિશાળકાય ચુંબક લાગેલું હતું.

પૌરાણીક કથાઓ મુજબ સૂર્ય મંદિરના શિખર ઉપર 52 ટનનો ચુંબકીય પથ્થર લાગેલી હતો. આ પથ્થર સમુદ્રની તકલીફોને ઓછી કરતો હતો. જેને કારણે મંદિર સમુદ્રના કાંઠે સેંકડો દશકોથી ઉભું છે. એક સમય એવો પણ હતો જયારે મંદિરનું મુખ્ય ચુંબક, બીજા ચુંબકો સાથે એવી વ્યવસ્થિત રીતે સજાવવામાં આવ્યું હતું, કે મંદિરની મૂર્તિ હવામાં તરતી જોવા મળી રહી હતી.

પરંતુ આધુનિક કાળની શરુઆતમાં મંદિરની આ શક્તિશાળી ચુંબકીય વ્યવસ્થામાં સમસ્યા ઉભી થવા લાગી. ચુંબકીય શક્તિ એટલી તીવ્ર હતી કે પાણીના જહાજ મંદિરની તરફ ખંચાઇ આવતા હતા. અંગ્રેજોના સમયમાં જયારે તેને નુકશાન થવા લાગ્યું, તો તેમણે મંદિરની અંદર લાગેલા ચુંબકને કાઢી નાખ્યું. પરંતુ તેનાથી શું થયું, તેનો કોઈને અંદાઝ ન હતો.

આખા મંદિરને ચુંબકીય વ્યવસ્થાના હિસાબે જ બનાવવામાં આવ્યું હતું. વિશાળકાય ચુંબકને કાઢવાને કારણે જ મંદિરનું સંતુલન બગડી ગયું. જેને કારણે જ મંદિરની ઘણી દીવાલો અને પથ્થર પડવા લાગ્યા.

ભારતના પૂર્વી રાજ્ય ઓડીશાના પૂરી જીલ્લામાં આવેલા આ મંદિર ચંદ્રભાગા નદીના કાંઠે બનેલું છે. તેને સૂર્ય મંદિર પણ કહેવામાં આવે છે. અદ્દભુત કળાનો નમુનો આ મંદિર આ રીતે અનોખું છે. આ મંદિરની કલ્પના સૂર્યના રથના સ્વરૂપમાં કરવામાં આવી છે. રથમાં ૧૨ પૈંડા લાગેલા છે. જેની વિશાળ રચના તમને રોમાંચિત કરી દેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.