આ મૂળથી ભિખારી પણ અમીર બની શકે છે, જાણો આના ઉપાયો વિષે

0
3687

મિત્રો ઘણા બધા લોકો ધનની સમસ્યાથી પરેશાન રહે છે, અથવા તો રોગથી પરેશાન રહે છે. અમુક લોકો ઘન તો કમાઈ લે છે પરંતુ એમના ઘરમાં બરકત જરાપણ નથી રહેતી. જેટલું પણ તેઓ કમાય છે તે ખોટા ખર્ચમાં વપરાય જાય છે, અથવા તો વ્યાપાર મંદ પડી જાય છે. કે પછી કમાણી નથી થઇ શકતી. એવાંમાં વ્યક્તિ પરેશાન થઇ જાય છે. અને હંમેશા ચિંતામાં રહે છે.

પરંતુ મિત્રો આપણા પ્રાચીન શાસ્ત્રો દ્વારા અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે પાસે રાખીએ તો તે આપણું ભાગ્ય એકદમ પ્રબળ કરી દે છે. અને જયારે આપણું ભાગ્ય આપણો સાથ આપે છે, તો આપણને નિશ્ચિત સફળતા મળે છે, એવામાં મિત્રો આજે અમે તેનો એક ઉપાય લઈને આવ્યા છીએ. અને તમે આ ઉપાયને અપનાવી શકો છો.

એનાથી તમને ઘણો બધો આશ્ચર્યજનક ફાયદો જોવા મળશે. પણ તમારે આ ઉપાય ફક્ત ગુરુવારના દિવસે જ કરવાનો છે. અમુક વસ્તુઓ એવી ચમત્કારિક હોય છે અને એટલી દુર્લભ હોય છે કે જો એમને તમે પોતાની પાસે રાખો છો, તો એનાથી ઘણો બધો લાભ મળે છે. ધન પ્રાપ્તિ માટે નવા નવા માર્ગ ખુલવા લાગે છે, અને સુખ સમૃદ્ધિ વધવા લાગે છે.

મિત્રો ધ્યાન રહે કે ગુરુવારના દિવસે જ આ ઉપાય કરવાનો છે. સૌથી પહેલા તમારે આ દિવસે સ્નાન કરીને પીળા વસ્ત્ર પહેરવાના છે. એટલે કે તમારે કોઈ પણ પીળા રંગના કપડાં પહેરી લો, અને જો તમારી પાસે પીળા રંગના કપડાં નથી તો તમે કોઈ પણ પીળા રંગના રૂમાલ અથવા ટુવાલનો ઉપયોગ કરી શકો છો. તમે એ પીળા રૂમાલને પોતાના માથા પર મૂકી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા કેળાનું ઝાડ શોધવું પડશે. જો તમને ક્યાંય કેળાનું ઝાડ દેખાઈ જાય તો તમારે પીળા કપડાં પહેરીને કે પછી પીળું કપડું પોતાના માથા કે ખભા પર મૂકીને ત્યાં જવાનું છે.

તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કે જયારે તમે આ કામ કરો છો ત્યારે તમને કોઈ પણ વ્યક્તિ ટોકે નહિ. જો આ ઝાડ કોઈના ઘરના બગીચામાં છે તો તમે એમને પહેલા જ જણાવી દો, જેથી આ કામ કરતા સમયે કોઈ તમને જોય નહિ અને ન તો કોઈ તમને આ કામ કરતા ટોકે. આ કામ તમારે ગુરુવારના દિવસે એકદમ ચૂપચાપ કરવાનું છે.

તમારે એ કેળાના ઝાડ પાસે જઈને એની જડ લેવાની છે. એ તમને થોડી માત્રામાં પણ મળે છે તો તમારું કામ થઇ જશે. ત્યારબાદ તમારે ચુપચાપ જઈને કેળાના ઝાડની જડ લાવીને તમારી પાસે રાખવાની છે. ત્યારબાદ એ જડને ગંગાજળથી ધોઈ લો, અને અને પીળો દોરો બાંધીને એને પોતાની તિજોરીમાં અથવા પાકીટમાં મૂકી દો. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા ધનપ્રાપ્તિના માર્ગ જલ્દી જ ખુલી જશે, અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવશે અને તમારું જીવન ખુશહાલ થઇ જશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.