નાના મોટા દરેકને ભાવતા ભાત બનાવવાની આ ટ્રીક પહેલા જણાતા હોત, તો મજા પડી જાત

0
1407

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા દેશમાં નાના છોકરાથી ઘરડા લોકો સુધી દરેકને ભાત ખાવા ગમે છે. અને આપણે ત્યાં તો લગભગ દરેક ઘરમાં ભાત તો બનતા હોય જ છે. આમ તો દરેક લોકોને છુટા છુટા ભાત ખાવા ગમે છે. પણ તકલીફ એ હોય છે કે લોકોને ભાત બનાવવાની સાચી રીત વિષે જાણકારી નથી હોતી. અને એ કારણસર ભાત બનાવતી વખતે તે વધુ પાકી જાય છે. અને ઘણી વાર એ ભાતનો સ્વાદ પણ જતો રહે છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારે ભાતને પરફેકટ બનાવવાની થોડી ટીપ્સ અપનાવવી પડશે. એનાથી તમારા ભાત પણ છુટા છુટા બનશે. તો ચાલો તમને છુટા ભાત બનાવવાની ટ્રીક વિષે જણાવીએ. આ ટ્રીક ઘણી સરળ અને ઉપયોગી છે.

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે, અલગ અલગ વેરાયટીની ડીશ બનાવવા માટે અલગ અલગ જાતના ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. અને આપણે ત્યાંના બાસમતી ચોખા પોતાના સ્વાદ અને સુગંધને કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહી સુધી કે એના પર હોલીવુડમાં “બાસમતી બ્લુસ” નામની ફિલ્મ પણ બની ચુકી છે. જો તમે ઈચ્છો છો તમારા બનાવેલ ભાત પણ છુટા છુટા દેખાય તો જરૂર અપનાવો આ ટ્રીક.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભાતને રાંધતા પહેલા તેમાં તેલના થોડા ટીપા નાખી દો, તો એનાથી તમારા ભાત ચોટશે નહી અને છુટા છુટા બનશે. જો તમે ખુબ જુના ચોખા ઉપયોગ કરી રહ્યા છો, તો તેને લગભગ 30 મિનીટ સુધી જરૂર પલાળીને રાખો.

તેમજ જયારે પણ તમે ભાત બનાવો ત્યારે એના માટે ચોખા અને પાણીનું પ્રમાણ 1:2 જેટલું રાખો. એટલે કે એક કપ ચોખા હોય તો એમાં 2 કપ પાણી નાખો. જો તમે ભૂરા ભાત બનાવી રહ્યા છો, તો પાણી થોડું વધુ પ્રમાણમાં લેવું પડશે.

તેમજ તમારે ભાતને ઉકાળતી વખતે વારંવાર હલાવવા ન જોઈએ. નહી તો ભાત ચોટી જાય છે અને તૂટી પણ જાય છે.

જો તમે પણ આનાથી સારી રીત જાણતા હોય, તો જરૂર કોમેન્ટ કરીને બીજાને મદદ રૂપ થઇ શકો છો.

મિત્રો આમ તો ચોખાની ઘણી જાત હોય છે, અને એમાંથી એક છે બ્રાઉન રાઈસ. આવો જાણીએ એના થોડા ફાયદાવિષે પણ જણાવતાં જઈએ.

તમારા માંથી જો કોઈ હેલ્દી ડાયટ ખાવા, અને વજન ઓછું કરવામાં રસ ધરાવે છે અને ચોખાથી પરેજી કરે છે, તેમના માટે ભૂરા ચોખા એક ઉત્તમ વિકલ્પ છે. કારણ કે કેલેરી ઓછી કરવાની સાથે સાથે તેના બીજા પણ ઘણા ફાયદા હોય છે. જે નીચે મુજબ છે.

વજન ઓછું કરવામાં મદદ કરે :

જો તમે વજન ઓછું કરવા માંગો છો પણ ચોખાની પરેજી નથી પાળી શકતા, તો સફેદ ચોખાને બદલે ભુરા ચોખાને ભોજનમાં ઉમેરો કરો. થોડા જ સમયમાં તમે વજનમાં ઘટાડો અનુભવશો.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે :

મિત્રો ભૂરા ચોખા ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. તે વધારાની ચરબીને શરીરની અંદરના ભાગોમાં જામવાથી અટકાવે છે.

હ્રદય રોગથી રક્ષણ આપે :

હાર્ટએટેક અને હ્રદયના બીજા રોગો, ખાસ કરીને ઘમનીઓમાં કોલેસ્ટ્રોલના જામવાને કારણે થાય છે. તેવામાં ભૂરા ચોખાનું સેવન તેનાથી બચાવી તમારા હ્રદયનું પણ રક્ષણ કરે છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક :

સામાન્ય રીતે સાદા ચોખામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ડાયાબીટીસના દર્દીઓ તેનાથી દુર રહે. પણ ભૂરા ચોખાના સેવનથી લોહીમાં સાકરનું સ્તર વધતું નથી. એટલા માટે આ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે.

હાડકા માટે ફાયદાકારક :

જાણકારી માટે જણાવી દઈએ કે, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપુર હોવાને કારણે ભૂરા ચોખા હાડકાને મજબુત કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. સફેદ ચોખાની સામે આ આરોગ્યને ઘણા ફાયદા કરે છે.

આ ફ્રી માં મળતી જાણકારીને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે મહેરબાની કરીને શેયર જરૂર કરજો.