આ બટાકુ વેચાયુ 7 કરોડમાં, ફોટાને જરા ધ્યાનથી જુઓ અને જાણો શું છે? આ બટાકાની ખાસિયત

0
2450

મિત્રો તમે બધાએ બટેટુ જોયું છે. અને માત્ર તમે જ નહિ પણ દુનિયાના દરેક લોકોએ બટેટુ જોયું જ હશે. કારણ કે તેનો ઉપયોગ દુનિયાના દરેક દેશોમાં કરવામાં આવે છે. અને આ દુનિયામાં કદાચ જ કોઈ માણસ એવો હશે, જેણે ક્યારેય બટેટા ન જોયા હોય. અને ભારતમાં બટેટા તો એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરરોજ ઘરમાં શાક તરીકે કરવામાં આવે છે.

આપણે એની કિંમતની વાત કરીએ તો, સામાન્ય રીતે બટેટાની કિંમત ૨૦ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી હોય છે. અને એ બટેટા લેવા વાળા ઉપર આધાર રાખે છે કે, તે કેટલા ભાવમાં બટેટા જોખીને લે છે. પરંતુ આજે અમે તમને એક એવા બટેટા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત કરોડોમાં છે. જી હાં, તમને પણ આ વાત ઉપર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ થઈ રહ્યો હશે, પરંતુ જણાવી દઈએ કે તે એકદમ સાચું છે. એક સેલીબ્રીટી ફોટોગ્રાફરે આઈરીશ બટેટાનો ફોટો લગભગ ૭.૫ કરોડમાં વેચ્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કેવિન એબોશ નામની વ્યક્તિ જેની ઉંમર ૪૬ વર્ષ છે, તેમણે જ આ વાતની સ્પષ્ટતા કરી છે. એમનું કહેવું છે કે, એમણે ઓર્ગેનિક બટેટાનો ફોટો એક અજાણ્યા યુરોપીય ધંધાદારીને વેચ્યો છે. જે કાળા બ્લેકગ્રાઉડમાં હતી. આમ તો તમને જાણીને નવાઈ લાગશે કે આ ફોટો વર્ષ ૨૦૧૦માં પાડવામાં આવ્યો હતો. એટલે આ ફોટો પાડયાને આઠ વર્ષ જેટલો લાંબો સમય પસાર થઇ ગયો છે.

તેમજ આ બટેટા વાળા ફોટાના કુળ ત્રણ વર્ઝન છે. તેનું એક વર્ઝન એ ફોટોગ્રાફરના પોતાના પ્રાઈવેટ કલેક્શનમાં રહેલું છે. અને તેનું બીજું વર્ઝન સર્બિયાના એક મ્યુઝીયમમાં દાનમાં આપી દીધું હતું. તે ઉપરાંત ત્રીજું વર્ઝન આ અજાણ્યા ધંધાદારીને વેચી દેવામાં આવ્યું છે.

આ બાબતે એબોશનું કહેવું છે કે, મારે સાથે એવું પહેલી વખત નથી થયું કે, કોઈએ સીધી દીવાલ ઉપરથી મારી કલાકૃતિ ખરીદી હોય. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, તેમણે એ બિઝનેસમેન સાથે બે ગ્લાસ વાઈના પણ પીધા હતા. ત્યારબાદ તે બિઝનેસમેન એ કહ્યું કે તેને આ પેન્ટિંગ પસંદ છે. અને તે એને ખરીદવા માંગે છે.

મળેલી જાણકારી અનુસાર આ પેન્ટિંગની કિંમત તે બન્નેની મુલાકાત થયાના બે અઠવાડિયા પછી નક્કી કરવામાં આવી હતી. અને આ પેન્ટિંગ તે બિઝનેસ મેનને એટલી પસંદ આવી ગઈ હતી, કે તે તેને કોઈપણ કિંમત ઉપર ખરીદવા માંગતો હતો.

હવે તમારા મનમાં પણ એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે, આ પેન્ટિંગમાં એવી શું વિશેષ વાત છે? તો જણાવી દઈએ કે એ તો તમને પોતાને તેનો ફોટો જોયા પછી જ ખબર પડશે. અને અમને વિશ્વાસ છે કે આ ફોટો જોયા પછી તમે પણ તેના વખાણ કર્યા વગર નહિ રહી શકો.

મિત્રો બટેટા વાળા આ ફોટામાં ઘણા પ્રકારની કલાકૃતિઓ કરવામાં આવી છે, અને એમાં ઘણી વસ્તુઓ દર્શાવવામાં આવી છે. હવે આમ તો બટેટા ઉપર કારીગરી કરવી ઘણી અઘરી છે. પરંતુ આ ફોટો જોયા પછી તમે પણ આ વાતને સમજી જશો, કે બટેટા માત્ર ખાવાના કામમાં જ નથી આવતા, પરંતુ તે માણસને પૈસાદાર પણ બનાવી શકે છે.

એટલા માટે જો બની શકે તો આ ફોટાને જરા ધ્યાનથી જરૂર જોશો.