આ છોડ છે પાંડવોની મશાલ, વનવાસ દરમિયાન આ રીતે કર્યો હતો તેનો ઉપયોગ.

0
426

મિત્રો, પ્રકૃતિએ પોતાના ખોળામાં અજીબોગરીબ ખજાનો સાચવી રાખ્યો છે. તમને આ દુનિયામાં એવી ઘણી અજીબોગરીબ વસ્તુઓ જોવા મળી જશે. ઘણી એવી વસ્તુઓ છે જેના વિષે આપણને ખબર પણ નથી હોતી. ઘણા એવા રહસ્યો પણ છે જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી. અને આજે અમે તમારા માટે એવી જ દુર્લભ જાણકારી લઈને આવ્યા છીએ.

તમે ફોટામાં જે છોડ જોઈ રહ્યા છો તે પાંડવારા બત્તી છે. તેને પાંડવોની મશાલના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે જેને મહાભારતના પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન દીવાના રૂપમાં ઉપયોગ કરવા માટે રાખ્યો હતો.

તમે તેના તાજા લીલા પાંદડાની મદદથી પણ એક દીવો સળગાવી શકો છો. તેના પાંદડાની ધાર પર લગાવવામાં આવેલું તેલનું એક ટીપું પ્રકાશની એક દીવેટની જેમ કામ કરવા લાગે છે. માત્ર એક ટીપું તેલ લગાવીને તમે તેને દીવામાં ફેરવી શકો છો. ભારતમાં અને શ્રીલંકામાં ફક્ત પશ્ચિમી ઘાટની નજીક મળી આવતા આ છોડ તમિલનાડુના અય્યર મંદિર અને ભૈરવ મંદિરની જેમ ઘણા દક્ષિણ ભારતીય મંદિરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમે લાઈક અને શેયર કરશો તો જ ફેસબુક અમારા નવા નવા આર્ટિકલ તમારા સુધી પહોંચાડશે.