પુરા 256 વર્ષ સુધી જીવતો હતો આ માણસ, આટલા લાંબા જીવન પાછળ આ હતું અનોખું રહસ્ય.

0
2014

આજના સમયમાં લોકોનું આયુષ્ય ઘણું ઓછું થઇ ગયું છે. હાલમાં જ જાપાનની કેન તનાકાની સત્તાવાર રીતે ૯ માર્ચ ૨૦૧૯ ના રોજ ૧૧૬ વર્ષ અને ૬૬ દિવસની જીવિત સૌથી ઘરડી વ્યક્તિ તરીકે પુષ્ટિ કરવામાં આવી છે. અને આપણે પોતાના વિષે જાતે જ અનુમાન લગાવી શકીએ છીએ કે, આપણે ૫૦ વર્ષની ઉંમર પણ પાર કરી લઈએ તો ઘણું ગણાશે.

આમ તો એવું વિચારવું પણ નહિ, કેમ કે આજકાલના દોડધામ વાળા જીવનમાં સામાન્ય રીતે માણસ ૮૦ થી ૯૦ વર્ષ જ જીવી શકે છે. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ૧૦૦-૨૦૦ નહિ પરંતુ પુરા ૨૫૬ વર્ષની ઉંમર સુધી જીવતા રહ્યા.

તેનું નામ છે લી ચીંગ યુએ. ઈતિહાસ કારોનું કહેવું છે કે લી ચીંગનો જન્મ ૩ મે ૧૬૭૭ ના રોજ ચીનના કીજીયાંગ જીલ્લામાં થયો હતો. જયારે બીજાનું કહેવાનું છે કે તેમનો જન્મ વર્ષ ૧૭૩૬ માં થયો હતો. તેમનું મૃત્યુ ૬ મે ૧૯૩૩ ના રોજ થયું હતું. વર્ષ ૧૯૨૮ માં ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ ના એક સંવાદદાતાએ લખ્યું કે ‘લી’ ના પાડોસમાં રહેતા ઘણા વૃદ્ધોનું કહેવું હતું કે, જયારે તેમના દાદા લોકો બાળક હતા, તો તે લી ચીંગને ઓળખતા હતા, અને તે એ સમયે પણ એક આઘેડ ઉંમરના વ્યક્તિ હતા.

૧૯૩૦માં ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ માં પ્રકાશિત એક સમાચાર મુજબ, ચીનની ચેન્ગડુ યુનીવર્સીટીના પ્રોફેસર વું ચુંગ ચીએહે ૧૮૨૭ માં લી ચીંગને તેમના ૧૫૦ માં જન્મ દિવસની, જયારે વર્ષ ૧૮૭૭ માં તેમના ૨૦૦ માં જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી.

લી ચીંગ પ્રસિદ્ધ ચાઇનીઝ હર્બલીસ્ટ, માર્શલ આર્ટીસ્ટ અને સલાહકાર હતા, જેને સૌથી વધુ ઉંમર સુધી જીવિત રહેવા માટે ઓળખવામાં આવે છે. લી ચીંગ આશરે દશ વર્ષની ઉંમરથી જ હર્બલ મેડીસીનનો બિઝનેસ કરવા લાગ્યા હતા. તેમણે હર્બલ મીડીસીનની સાથે સાથે માર્શલ આર્ટસમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી હતી. લી ૭૧ વર્ષની ઉંમરમાં માર્શલ આર્ટસ ટ્રેનર તરીકે ચીનની સેનામાં જોડાઈ ગયા હતા. કહેવામાં આવે છે કે, લી ચીંગે ૨૪ લગ્ન કર્યા હતા જેનાથી તેમને ૨૦૦ થી વધુ બાળકો હતા.

કહેવામાં તો એવું પણ આવે છે કે, લી ચીંગે પોતાના જીવનના શરુઆતના ૧૦૦ વર્ષ સુધી લિંગ્જી, ગોજી બેરી, જીસેંગ, વું અને ગોડુ કોલા જેવી જડીબુટ્ટીઓ એકઠી કરી અને તેને વેચી. તેમણે પોતાના જીવનનાં છેલ્લા ૫૦ વર્ષ માત્ર જડીબુટ્ટી ઓના સહારે પસાર કર્યા. તે ઘણા પ્રકારની જડીબુટ્ટીઓની સાથે સાથે ચોખા માંથી બનેલા દારૂને ભોજનના સ્વરૂપમાં લેતા હતા.

લી ચીંગની લાંબી ઉંમર પાછળનું રહસ્ય એ છે કે તે ઊંઘ લેતા હતા, કબુતરની જેમ આળસ વગર ચાલતા હતા, કાચબાની જેમ આરામથી બેસતા હતા અને પોતાના મનને હંમેશા શાંત રાખતા હતા. લી ચીંગના જીવનમાં કસરત અને ડાયટનો ઘણો મોટો હાથ હતો. તે મન અને તનની શાંતિને લાંબી ઉંમર સુધી જીવવાનું સૌથી મોટું કારણ માનતા હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.