આ ભાઈ છે ગુજરાતની ધરતીના સિંહ, દિવ્યાંગ હોવા છતાં આમણે જે સિદ્ધિઓ મેળવી છે એ તમે વિચારી પણ નહીં શકો સપોર્ટ કરો આપડા ભાઈ ને

0
7551

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે વિકલાંગ હોવા છતાં એ સિદ્ધિઓ મેળવી છે, જે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ પણ નથી મેળવી શકતા. એમના વિષે જાણીને તમે પણ એમને સલામ કરશો, અને એમના જીવનમાંથી પ્રેરણા પણ મેળવશો.

અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે, ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી. એમણે પોતાના જીવનમાં ક્યારેય પણ હાર નથી સ્વીકારી. પોતાના કેરિયરમાં તે 4 ઇન્ટનેશનલ સિરીઝ રમી ચુક્યા છે, જેમાં નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ અને દુબઈનો સમાવેશ થાય છે. એ સિવાય એમણે એથ્લેટિક્સમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, વ્હીલચેર હર્ડલ્સ તેમજ રાઈફલ શૂટિંગમાં રાજ્ય લેવલે મેડલ મેળવ્યા છે.

એટલું જ નહિ તે આર્મી, પોલીસ, ફોરેસ્ટ, નેવી વગેરેની ટ્રેનિંગ પણ આપે છે. તેમજ તે ડિસ્ટ્રિકની વુમન ક્રિકેટર તથા બાળકોને ક્રિકેટ કોચિંગ આપે છે. તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લેવાતી ક્લાસ 1-2-3 અધિકારીઓની કોમ્પિટીટિવ એક્ઝામના કલાસીસ પણ કરાવે છે. એમની આ બધી એક્ટિવિટીના વિડીયો એમની પાસે જોવા મળ્યા છે.

આટલું બધું કરવાની સાથે સાથે ભીમાભાઈ સોશિયલ વર્ક પણ કરે છે. જેમાં તે સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ તેમજ અન્ય કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાનું યોગદાન આપે છે. વ્હીલચેર પર બેસીને તેઓ આટલી બધી પ્રવૃતિઓ કરે છે, આ જાણીને ખરેખર એવું થાય છે કે, આપણે તો એમની સામે કાંઈ નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભીમાભાઈ ગુજરાતના પોરબંદરના બેરણ ગામના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર છે. એમણે ભારત અને નેપાળ વચ્ચે રમાયેલી ટી-20 વ્હીલચેર મેચમાં 5 ઓવરમાં 5 વિકેટ મેળવીને ભીમાભાઈએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલા વ્હીલચેર ક્રિકેટમાં કોઈએ 5 વિકેટ લીધી ન હતી. અને એ સિરીઝમાં ભીમાભાઈ મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા.

દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભીમાભાઈને બેસ્ટ ફિલ્ડરનું શિલ્ડ મળ્યું હતું. ભીમા ખૂંટી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળી ચુક્યા છે. અને એમણે ભીમાભાઈને પાકિસ્તાન સામેની મેચમાં તેમજ અન્ય મેચોમાં મેળવેલી સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

પણ દુઃખની વાત એ છે કે, એક તરફ આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં ખેલાડીઓને હરાજીમાં લાખો કરોડો રૂપિયા આપવામાં આવે છે, અને અન્ય સ્પર્ધાઓમાં પણ સરકારની સારી એવી મદદ મળે છે. પણ આ વ્હીલચેર ક્રિકેટના ખેલાડીઓને સ્પર્ધામાં સરકાર કોઈ પ્રોત્સાહન આપતી નથી. એવામાં ખેલાડીઓને પોતાના ખર્ચે અથવા કોઈ સ્પોન્સરની મદદથી સ્પર્ધામાં ભાગ લેવો પડે છે.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે, ભીમાભાઈ ‘નેવર ગીવ અપ’ નામથી પોતાની યુ-ટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. એટલે એમની તમામ એક્ટિવિટી હવે એમની યુ-ટ્યુબ ચેનલ પર જોવા મળશે. તો તમને વિનંતી છે કે તમે એમની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેયર કરશો, જેથી વધુમાં વધુ લોકો એમના વિડીયો જોઈને પ્રેરણા લઈ શકે અને જીવનમાં ક્યારેય હાર ન માનવાની શીખ મેળવે.

વિડિયો :