સરકાર બન્યા પછી આ વ્યક્તિએ બનાવી બોગસ યોજના, 2 દિવસમાં 15 લાખ લોકોએ કર્યું રજીસ્ટર, પછી સામે આવ્યું આ સત્ય…

0
757

હાલમાં જ બનેલી મોદી સરકારની નવી યોજનાનો દાવો કરતા, લોકોને મફતમાં લેપટોપ અને સોલાર પેનલ આપવા અને બોગસ લીંક મોકલવાના કેસમાં, દિલ્લીના સાઈબર સેલે રાજસ્થાનના પુંદલોતાના રહેવાસી રાકેશ જાંગીડની ધરપકડ કરી છે. આ લીંક ઘણી સોશિયલ મીડિયા સાઈટ અને એપ પર વાયરલ થઈ છે. સરકારના નામ પર બીજાને ઠગવાના આ કેસના વાયરલ થઈ રહેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું હતું કે, મેક ઈન ઇન્ડિયા અંતર્ગત પીએમ મોદીએ કરોડો યુવાઓને મફત લેપટોપ આપવાની યોજના બનાવી છે.

આવા બધા મેસેજ બોગસ છે અને લોકોને ઠગવા માટે એને ફેલાવવામાં આવી રહ્યા છે, અને એના વિષે પોલીસ તપાસ કરી રહી છે. રાકેશે પણ આ રીતે એક ખોટી વેબસાઈટ બનાવી જેમાં, સરકાર તરફથી બે કરોડ લેપટોપ વેચવાનો દાવો કરવામાં આવ્યો છે, એવું જણાવવામાં આવ્યું.

આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધી 30 લાખ લોકોને મફત સેવા અંતર્ગત લેપટોપ આપવામાં આવી ચુક્યા છે. આ વેબસાઈટનો હેતુ વેબસાઈટ ટ્રાફિક પર એડવરટાઈઝિંગ દ્વારા પૈસા કમાવવાનો છે. આરોપીની ઓળખ આઇઆઇટી કાનપુરથી ગ્રેજ્યુએટ થયેલા રાકેશ જાંગીડ તરીકે થઇ છે.

જ્યારથી આ મેસેજ વાયરલ થયો છે, ત્યારથી આઇટી એક્ટ અંતર્ગત આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસપી ડો. ગગનદીપ સિંગલાએ કહ્યું કે આ બાબતે એમની પાસે કોઈ જાણકારી નથી, દિલ્લી પોલીસ જ એના વિષે જણાવી શકે છે.

લોભામણી સૂચનાથી સાઈટ પર વધારવા માંગતો હતો ટ્રાફિક :

આરોપી રાકેશે આઈઆઈટી કાનપુરમાંથી આ વર્ષે જ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. એણે પોતાના પિતરાઈ ભાઈ સાથે આ બોગસ વેબસાઈટ બનાવી છે. એને ખબર હતી કે આવી લોભામણી સૂચના પર લોકો એની વેબસાઈટ પર તૂટી પડશે અને દરેક ક્લિક પર જાહેરાતથી કમાણી થતી રહેશે. પોલીસે રાકેશ પાસેથી આ કામ માટે ઉપયોગમાં લેવાતા લેપટોપ વગેરે જપ્ત કરી લીધા છે, અને તેઓ તપાસમાં જોડાય ગયા છે.

દિલ્લી પોલીસે દાખલ કરી હતી સાઈટની ફરિયાદ :

દિલ્લી પોલીસને નવી સરકારના નામ પર બોગસ વેબસાઈટ બનાવી મફતમાં લેપટોપ વહેંચવાની વાતની ખબર પડી. દિલ્લી પોલીસને ખબર પડી કે કોઈએ એક વેબસાઈટ બનાવી છે, અને એ વેબસાઈટ મોદીના બીજી વાર સત્તા પર આવવાની ખુશીમાં મફત લેપટોપ વહેંચી રહી છે.

આ વેબસાઈટ વિષે વોટ્સએપના માધ્યમથી સૂચનાનું પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. આ વેબસાઇટને પ્રમોટ કરવા માટે એક મેસેજ લોકોને મોકલવામાં આવી રહ્યો હતો જેમાં લખ્યું હતું કે, નરેંદ્ર મોદીના બીજી વાર પ્રધાનમંત્રી બનવાની ખુશીમાં એક ઈન ઇન્ડિયા અંતર્ગત 2 કરોડ યુવાઓને મફતમાં લેપટોપ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 30 લાખ યુવા સફળતાપૂર્વક આવેદન કરી ચુક્યા છે. હવે તમારી વારી છે. આ મેસેજમાં એ બોગસ વેબસાઈટ પણ લખવામાં આવી હતી.

મેક ઈન ઇન્ડિયાનો લોગો લગાવી લોકોને ઠગતો હતો :

મેક ઈન ઇન્ડિયાનો લોકો લગાવીને વેબસાઈટને બનાવવામાં આવી, જેથી લોકોને વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાં માટે લાલચ આપી શકાય. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશનના નામ પર લોકોના ડેટા ભેગા કરવામાં આવી રહ્યા હતા. દિલ્લી પોલીસની સાઈબર ક્રાઈમ યુનીટે આ બોગસ વેબસાઈટને લઈને અજ્ઞાત લોકો વિરુધ આઈટી એક્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરી હતી.

અને જયારે એની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ વેબસાઈટનું સંચાલન રાજસ્થાનમાં નાગૌર જીલ્લાના પુંદલોતામાંથી થઈ રહ્યું છે. ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચીને આઇઆઇટી એન્જીનિયર રાકેશ જાંગીડ નામના વ્યક્તિની ધરપકડ કરી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.