આ ગરોળીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, રહે છે એટલી ઊંચાઈ પર જ્યાં જીવવું છે મુશ્કેલ.

0
102

સામાન્ય ગરોળીથી ઘણી અલગ છે આ ગરોળી, તેણે તોડ્યો આ વર્લ્ડ રેકોર્ડ. આ છે દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ઉપર રહેતી ગરોળી, આ ગરોળી હાલમાં જ સમુદ્રની સપાટીથી 5400 મીટર એટલે 17,716.54 ફૂટની ઉંચાઈ ઉપર જોવા મળી છે. અત્યાર સુધી કોઈ જીવજંતુ કે ગરોળીને આ ઉંચાઈ ઉપર જોવામાં આવ્યા ન હતા. આ ગરોળીએ ઉંચાઈ ઉપર મળી આવતી ગરોળીઓના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આવો જાણીએ આ ગરોળી વિષે જેને આટલી વધુ ઉંચાઈ ઉપર રહેવાની આદત છે.

આ ગરોળીનું નામ છે લિયોલાઈમસ ટેકને (Liolaemus Tachnae). તેના વિષે હાલમાં જ હર્પેટોજોઆ નામના મેગેઝીનમાં અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લિયોલાઈમસ ટેકને પેરુના એંડીજ પર્વતો ઉપર 17,716 ફૂટની ઉંચાઈ ઉપર જોવા મળી. ઉંચાઈ ઉપર તાપમાનમાં અંતર, વધુ અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઓછા ઓક્સીજનની સમસ્યા હોય છે, તેમ છતાં પણ આ ગરોળી આટલી ઉંચાઈ ઉપર રહે છે.

જીવ વિજ્ઞાની જોસ સેર્ડેન અને તેમના સહયોગીએ ઓક્ટોબર 2020 માં પેરુના ચચાની જ્વાળામુખી ઉપર ચઢાણ કરી હતી. તેની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 6,057 મીટર એટલે 19,872 ફૂટ છે. ત્યાં તેમની ટીમ લિયોલાઈમસ ટેકને ગરોળીઓની શોધ કરી રહી હતી. આ ગરોળીઓને ટ્રી-ઇગુઆનાના નામથી પણ ઓળખાય છે. ટીમે તેને શોધી પણ કાઢી કેમ કે તેઓ 5,000 મીટર સુધી ચઢાણ કરી ચુક્યા હતા.

પેરુના અરેક્વિપામાં નેશનલ યુનિવર્સીટી ઓફ સેંટ ઑગસ્ટિનના શોધકર્તા જોસ સેર્ડેન કહે છે કે, અમે ખડકો વચ્ચે કાંઈક હલચલ જોઈ, પહેલા તો અમને લાગ્યું કે ઉંદર છે. પણ જયારે અમારી ટીમે નજીક જઈને જોયું તો જાણ્યું કે આ પ્રાણી ગરોળી છે. જેને લિયોલાઈમસ ટેક્નેના રૂપમાં ઓળખવામાં આવે છે.

જોસ સેર્ડેને જણાવ્યું કે, આ પ્રજાતિ પેરુના ઉંચાઈ વાળા વિસ્તારમાં જીવિત રહેવા માટે ઓળખવામાં આવે છે. ચચાની પાસે લોકોએ તેને પહેલા સમુદ્ર સપાટીથી 4,000 મીટર ઉપર જોઈ હતી. કેમ કે સ્તનધારીઓ માટે એવી પરિસ્થિતિઓમાં જીવન જીવવું વધુ મુશ્કેલ છે. પરંતુ ઠંડા લોહીવાળા રેપ્ટાઈલ્સ એટલે સરીસૃપ કે ગરોળીઓ આવા સ્થળ ઉપર રહેતા હોય છે.

લિયોલાઈમસ ટેક્ને જેવી ગરોળીઓ કે સરીસુર્પ તાપમાનના અવરોધને સંભાળી લે છે. તેમ છતાં પણ 17,716 ફૂટની ઉંચાઈ ઉપર ગરોળી હોવાનો આ રેકોર્ડ દુર્લભ છે. અત્યાર સુધી સૌથી વધુ જીવિત રેપ્ટાઈલ 5,300 મીટરની ઉંચાઈ ઉપર તિબેટી પઠાર ઉપર રહેવા વાળી ટોડ હેડેડ આગામા ગરોળી છે. એનડીયન ગરોળી જુના રેકોર્ડને 100 મીટરની ઉંચાઈથી તોડી ચુકી છે.

લિયોલાઈમસ ટેક્ને ગરોળીની 270 થી વધુ પ્રજાતિઓ આખા દક્ષીણ આફ્રિકામાં વસે છે. હવામાન પરિવર્તન થવા છતાં પણ લિયોલાઈમસ ટેક્ને ગરોળી સુવિધાજનક રીતે આટલી ઉંચાઈ ઉપર રહી શકે છે. ગ્લોબલ વાર્મિંગને કારણે બરફ ઓગળ્યા તો ગરોળીએ પોતાનું ઘર બનાવી લીધું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.