આ નટખટ જોક્સ તમારા દિવસભરના થાકને પળભરમાં દૂર કરશે, સાચું ન લાગે તો ક્લિક કરીને વાંચી લેજો.

0
3512

મિત્રો, આજકાલના સમયમાં કોઈને હસાવવું એ સૌથી મુશ્કેલ કામ ગણાય છે. જીવનમાં કોઈનું દિલ દુ:ખાવવું ખુબ સરળ હોય છે, પણ તેને ખુશી આપવી ખુબ અઘરું હોય છે. પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા જોક્સ એવા હોય છે, જે લોકોને હસવા માટે મજબુર કરી દે છે. અને લોકોને પેટ પકડીને હસાવવા વાળા ઘણા બધા જોક્સ અને વિડિઓ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થતા રહે છે.

એ તો તમે જાણો જ છો કે, હાલના સમયમાં સોશિયલ મીડિયા પોતાની પ્રતિભા દેખાડવા માટેનું એક પ્લેટફોર્મ બની ગયું છે. અહીંયા લોકો પોતાના દ્વારા બનાવવામાં આવેલ ઘણી બધા વિડિઓ અને જોક્સ તેમજ મીમ્સ પોસ્ટ કરતા રહે છે. એ બધા માંથી કેટલાક જોક્સ, વિડિઓ અને મીમ્સ એટલા જલ્દી વાયરલ થઈ જાય છે કે, લોકો એને વારંવાર જોતા રહે છે.

અને એ બધા માંથી જ થોડાક પસંદ કરાયેલા જોક્સને અમે તમારા માટે લઈને આવ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે, આ જોક્સને વાંચીને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહિ. તો કોની રાહ જોવો છો, વાંચતા જાઓ અને હસતા જાઓ.

જોક્સ 1 :

છોકરીઓ પરીક્ષામાં 8-10 બોલપેન લઈને આવે છે. અને જો તમે એમની પાસે એક પેન માંગી લીધી, તો એ મોં એવું બગાડે છે કે, જાણે એક કિડની માંગી લીધી હોય.

જોક્સ 2 :

હવે આ અફવા કોણે ફેલાવી કે ‘વેલેટાઇન્ડ ડે પર વ્રત રાખવા પર આગલા વર્ષે નવી પ્રેમિકા મળશે.’ જો આવું કરવા પર ગર્લફ્રેન્ડ મળતી તો પોપટલાલ હજુ કુંવારો નાં હોત.

જોક્સ 3 :

કુંવારાની પણ શું જિંદગી છે! જે તરફ પડખું ફરીએ તકિયો જ મળશે. કોઈ જણાવશે કે આનાથી સારી જિંદગી કોઈ હશે? ગર્વ કરો તમારા લગ્ન થયા નથી.

જોક્સ 4 :

ગિર્લફ્રેન્ડ બનાવ્યા પછી ઘણી બધા છોકરાઓને ખબર પડે છે કે 200 રૂપિયાની પણ એક ચોકલેટ આવે છે.

શરૂઆતમાં તો ફક્ત 200 રૂપિયાની ચોકલેટ વિષે ખબર પડી છે ધીરે ધીરે જુઓ શું શું ખબર પડે છે.

જોક્સ 5 :

જે લોકો ગાડી સ્પીડમાં ચલાવતા હોય તે ગાડી થોડી ધીરે ચલાવો. કારણ કે, તમે તો નીકળી જાઓ છો, પણ પાછળ વાળા લોકો તમારા માં-બહેનને ખુબ યાદ કરે છે.

શું તમે પણ ચાહો છો કે તમારી માં-બહેનને કોઈ યાદ કરે? અમને ભરોષો છે તમે આવું કરશો નહિ. એટલા માટે ગાડી ધીરે અને સાચવીને ચલાવો.

જોક્સ 6 :

શિક્ષક : પપ્પુ જણાવ હોસ્પિટલમાં જે ‘+’ નું નિશાન હોય છે તેનો અર્થ શું થાય છે?”

પપ્પુ : જે ઉભી લીટી છે તે ડોકટર અને જે આડી લીટી છે તે દર્દી.

આને વાંચીને તમે જરૂર હસ્યા હશો. પ્લસ સાઇનનો અર્થ આના કરતા સારી રીતે કોઈ જણાવી શકશે તમે કહો?

જોક્સ 7 :

જંગલમાં મદારી બિન વગાળી રહ્યો હતો. ધ્યાનથી સાંભળજો જંગલમાં મદારી બિન વગાળી રહ્યો હતો. પણ સાપ તેના કરતા વધારે હોશિયાર તે પણ કાનમાં ઈયરફોન લગાવીને બેઠેલો હતો.

જોક્સ 8 :

જયારે પહેલી વાર માણસે માછલીની જાળ નાખીને શિકાર કર્યો હશે, તો માછલીએ માણસને શ્રાપ આપ્યો, હે માણસ તું પણ એક દિવસ આવાજ કોઈ ‘નેટ’ માં ફસાશે અને બહાર નહિ નીકળી શકે. માછલીનો શ્રાપ સાચો થઇ ગયો છે. આજે માણસ ઈન્ટરનેટની પાક્કી જાળમાં ફેસાઇ ગયો છે.

જોક્સ 9 :

ફક્ત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જ પોતાના દીકરાને બાળપણમાં સાચી સલાહ આપી હતી કે હમણાં ભળી લે, પછી જીવન ભર “એશ” ની સાથે જ રહેવાનું છે. આજે જુઓ આજે અભિષેક એશ સાથે રહે છે. આ છે સાચી શિખામણ.

જોક્સ 10 :

કાલે એક મિત્રના ઘેર ગયો. બિચારો માથું પકડીને બેઠો હતો. મેં પૂછ્યું શુ થયું યાર? મને કહે બાપાએ બદલો લીધો. હું સ્કૂલમાં હતો ત્યારે એ ફીના પૈસા આપતા એમાંથી હું ફીલ્મ જોવા ભાગી જતો. આજે મેં એમને ચારધામ યાત્રા કરવા માટે પૈસા આપ્યા, તો એ બેંગકોક ભાગી ગયા.

જોક્સ 11 :

માણસ એક વિચિત્ર પ્રાણી છે.

જે ભાવુક થઇ જાય તો પોતાની માં ને યાદ કરે છે.

અને ગુસ્સે થઇ જાય તો બીજા ની માં ને…..

જોક્સ 12 :

ટીન્કી : ચાલને શોપીંગ કરવા.

પીન્કી : ના યાર. હમણાં કડકી ચાલે છે.

ટીન્કી : તારે 5 બોયફ્રેન્ડ છે. તોય કડકી.

પીન્કી: ના હવે તો 3 જ છે. બે ને તો ભાઇ બનાવી દીધા.

ટીન્કી : ઓહ..! કેમ?

પીન્કી :ભવિષ્યનું વિચારવાનું કે નહીં. મામેરાનું સેટિંગ પણ કરવું પડે ને…

લ્યો આને કોઈ દી મોઘવારી નડે…?

જોક્સ 13 :

લગ્ન એટલે શું ???

ગલકા અને તુરીયા વચ્ચેનું અંતર ન જાણતો છોકરો સાંજના સવા આઠે દુઘ ગરમ કરવા ઉભો રહી જાય. બસ આ જ લગ્ન.

લગ્ન એટલે શું ???

My Life My Rules એવી પોસ્ટ મુકીને હવા મારતો છોકરો, પત્ની કહે તેટલુ પાણી પીતો થઈ જાય. બસ આ જ લગ્ન.

લગ્ન એટલે શું ???

વાઘની જેમ જીવરાજની ચા પીતો છોકરો બકરી બનીને વાધ-બકરી પીવા લાગે બસ આ જ લગ્ન.

જોક્સ 14 :

ભલે આખા ભારતમાં ફોગ ચાલે,

પણ ઘરમાં તો પત્નીઓ નું જ ચાલે છે.

જોક્સ 15 :

આપનું આધારકાર્ડ માર્ચ 2020 સુધીમાં સાસરિયામાં લિંક કરાવો, નહિતર ત્યાંથી મળતી તમામ સુવિધાઓ બંધ થઈ જશે.

જોક્સ 16 :

પત્ની (શાકમાર્કેટમાં પતિને): સાંભળો છો… ૨ કિલો વટાણા લઉં?

પતિ : હા, લઈ લે. એમાં મને શું પૂછે છે.

પત્ની : પૂછવું તો પડે ને. છોલવાના તમારે જ છે.

જોક્સ 17 :

શિક્ષક : પોતાના પિતાનું નામ અંગ્રેજીમાં બોલો.

એક વિદ્યાર્થી : બ્યુટીફૂલ રેડ અન્ડરવેયર.

શિક્ષક : શું બોલ્યો?

વિધાર્થી : સુંદર લાલ ચડ્ડા.

આ લેખમાં મારાથી કાઈ ભુલ થઇ ગઈ હોય તો એમ સમજીને માફ કરી દેજો કે….

તમે પણ કાઈ હરીશચંદ્રના દિકરા નથી.