આ છે ઈતિહાસનો સૌથી અમીર માણસ, જેની સંપત્તિ આગળ નથી ટકતા વિશ્વના 4 મોટા અમીર

0
844

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મિલકત વિષે જાણીને તમે વિચારવા માટે મજબુર થઈ જશો. એમને ઈતિહાસના સૌથી અમીર માણસ કહેવામાં આવે છે. એમનું નામ છે જૈકબ ફગ્ગર. જો આજે તે જીવતા હતે તો બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, વોરન બફેટ અને કારલોસ સ્લિમ એટલે કે દુનિયાના ચાર સૌથી મોટા અમીરો કરવા વધારે સંપત્તિ વાળા હોત.

જૈકબના જીવનીકાર અને વૉલ સ્ટ્રીટ જનરલના પૂર્વ સંપાદક ગ્રેગ સ્ટાઈનમેટ્સ અનુસાર, આ જર્મન બેંકર અને વ્યાપારીને ‘ધ રિચ વન’ કહેવામાં આવતા હતા. તે જમાનો હતો 1459 થી 1525 નો. જૈકબે એ જમાનામાં આજના 400 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 25 ખર્વ રૂપિયા કમાયા હતા. ગ્રેગે 2015 માં જૈકબને પોતાના પુસ્તક ‘ધ રીચેસ્ટ મેન વ્હુ એવર લીવ્ડ’ માં ઈતિહાસનો સૌથી અમીર માણસ જણાવ્યો.

જૈકબને ઈતિહાસના સૌથી અમીર માણસ જણાવવાના ગ્રેગના દાવા પર સવાલ કરવામાં આવી શકે છે. બીબીસી વર્લ્ડ સાથે વાત કરતા ગ્રેગે કહ્યું, જૈકબ કોઈ પણ જાતની શંકા વગર અત્યાર સુધીનો સૌથી શક્તિ શાળી બેંકર હતા. તે પુર્નજાગરણ કાળમાં રહેતા હતા. ત્યારે દુનિયાને બે શક્તિઓ રોમન સામ્રાજ્ય અને પોપ ચલાવતા હતા. ફગ્ગર આ બંનેને પૈસાની સગવડ કરાવતા હતા.

ઈતિહાસમાં એવો કોઈ વ્યક્તિ નથી થયો, જેની પાસે આટલી રાજનૈતિક શક્તિ હોય. ફગ્ગરે એ નક્કી કર્યું કે, સ્પેનના રાજા ચાર્લ્સ -1 એ રોમના રાજા હોવું જોઈએ અને ચાર્લ્સ -5 ના રૂપમાં એમને સફળતા પણ મળી. ચાર્લ્સ – 5 એ નવી દુનિયાને ઉત્તમ બનાવી. જો તે સત્તામાં ન આવતે તો દુનિયા એવી ન હતે, જેવી આજે છે.

એ જમાનાના અમીરો મેડિકી, સીજર અને લુસરેજીયા બોર્ગીયા બંધુ વિષે ઘણા લોકો જાણે છે. એવામાં સવાલ એ છે કે, ફગ્ગર વિષે ઓછાં લોકો કેમ જાણે છે. ગ્રેગ એનું કારણ જણાવે છે કે, એવું એટલા માટે કારણ કે ફગ્ગર જર્મન હતા અને તે અંગ્રેજી બોલવા વાળી દુનિયા વચ્ચે ઓળખાયા નહિ. હું બર્લિનમાં વૉલ સ્ટ્રીટ જનરલનો બ્યુરો પ્રમુખ હતો. મેં ઘણીવાર ફગ્ગરનું નામ સાંભળ્યું હતું, પણ મને અંગ્રેજીમાં એના વિષે કાંઈ વાંચવા માટે મળ્યું નહિ.

દુનિયા કદાચ ફગ્ગર વિષે એટલા માટે ઓછું જાણે છે, કારણ કે તે રંગીન મિજાજી માણસ ન હતા. જે એ જમાનાના અમીર માણસો માટે ઘણી સાધારણ વાત હતી. ફગ્ગરે ક્યારેય કોઈ રાજનૈતિક ઓફિસ બનાવવા કે પોપ બનવાની ઈચ્છા ન રાખી. તેમજ ન તો ફગ્ગરે ઈમારતો બનાવવાનું અને ન તો પુર્નજાગરણના કોઈ આર્ટિસ્ટને સ્પોન્સર કરવાનું કામ કર્યું.

ફગ્ગરનું સૌથી પ્રખ્યાત કામ રહ્યું ફગ્ગરાઈ. એટલે એક સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટ, જેને એમણે દક્ષિણ જર્મનીના ઓગ્સબર્ગમાં બનાવ્યું હતું. ફગ્ગરનું આ કામ આજે પણ જર્મનમાં પ્રખ્યાત છે, કારણ કે અહીં રહેવા વાળા લોકો હજી પણ વર્ષનું ભાડું લગભગ એક ડોલર એટલે કે 64 રૂપિયા આપે છે.

ગ્રેગ જણાવે છે કે, બેંકર તે જમાનામાં જરા સંતાઈને કામ કરવાનું પસંદ કરતા હતા. પણ એનો એ અર્થ નથી કે, જૈકબ ફગ્ગર પોતાની નિશાની નથી છોડી ગયા. એમનો પ્રભાવ આજે પણ અનુભવી શકાય છે, જો કે આ તથ્યને ઉકેલી શકાય નહિ કે ઘણા ઓછા લોકો એમના વિષે જાણે છે. ફગ્ગરના જમાનામાં આર્થિક ગતિવિધિઓ ઘણી નાના પાયે થતી હતી.

અમીર પોતાની જમીન અને ખેડૂતો માટે કામો પર નિર્ભર રહેતા. ખેડૂતોને પોતાની મહેનતના બદલામાં સુરક્ષા મળતી હતી. ફગ્ગરે પોતાના આપેલા દેવાને બદલે માઈનિંગ રાઈટ્સ એટલે કે દેવું ખોદકામ કરીને ચુકવવાની વાત કરી, અને તાંબુ-ચાંદીના વ્યાપારમાં એકાધિકાર પ્રાપ્ત કર્યો. એના સિવાય ફગ્ગરે મસાલાનો ધંધો કર્યો. ફગ્ગર પુંજીવાદના સંસ્થાપકોમાંથી એક હતા.

ફગ્ગર એ જાણતા હતા કે, સૂચનાઓનું કેટલું મહત્વ છે. એ સૂચનાઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ પહેલા મેળવવા માંગતા હતા. એના માટે ફગ્ગરે બીજા શહેરોમાંથી વ્યાપાર અને રાજનીતિ સાથે જોડાયેલા સમાચાર લાવવા વાળા સંદેશવાહકોને રૂપિયા આપવાનું શરૂ કર્યું. ફગ્ગર પછીના લોકોએ આ પરંપરા શરૂ રાખી અને ફગ્ગર ન્યૂઝલેટરની શરૂઆત કરી. એને ઈતિહાસના શરૂઆતના સમાચાર પત્રોમાંથી એક માનવામાં આવે છે.

મેડિકી પાસે બેંક હતી પણ કૈથલિક ચર્ચ વ્યાજની પરવાનગી આપતા ન હતા. વ્યાજખોરીને ચર્ચ ખોટું માનતા હતા. ફગ્ગરરે પોપ લિયો-5 સાથે સંપર્ક કર્યો અને આ પ્રતિબંધને હટાવવાની માંગ કરી. ફગ્ગરે એ સલાહ આપી કે જે લોકો ઓગ્સબર્ગની બેંકમાં રૂપિયા જમા કરાવશે, એમને વર્ષનું 5 ટકા વ્યાજ આપવામાં આવશે. ફગ્ગર 33 વર્ષના હતા, જયારે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. તે એ ગણ્યા ગાઠ્યા ફાઇનાન્સર્સમાંથી એક હતા, જેમણે દુનિયાના ભ્રમણ કરવા નીકળેલા ફર્દિનાન્દ મૈગલનનો ખર્ચ ઉપાડ્યો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.