આ રહ્યો સવારે ઉઠવાનો શ્રેષ્ઠ સમય, આ સમયે ઉઠશો તો મળશે આ 5 જોરદાર ફાયદા, જાણો વધુ વિગત

0
3840

મિત્રો, સારા સ્વાસ્થ્ય માટે કસરત અને પૌષ્ટિક આહારની સાથે સાથે ઊંઘ પણ ઘણી જરૂરી છે. જો પૂરતી ઊંઘ લેવામાં ન આવે તો આપણું શરીર ફિટ રહેતું નથી, અને મગજ પણ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. પૂરતી ઊંઘની સાથે સાથે રાત્રે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો સમય પણ ઘણું મહત્વ ધરાવે છે. અને આજકાલના આ દોડધામ ભરેલા જીવનમાં લોકો પાસે પોતાના આરોગ્ય માટે પણ પૂરતો સમય રહેતો નથી. તેઓ સતત દોડધામ કરતા રહે છે, અને પોતાના શરીરને જરૂરી આરામ અને ઊંઘ પણ પૂરતા પ્રમાણમાં આપી શકતા નથી. ઘણા બધા લોકો રાત્રે મોડે સુધી જાગતા રહે છે, અને કામ કરતા રહે છે.

વર્તમાન સમયની વાત કરીએ તો લોકોનો ઊંઘવાનો અને ઉઠવાનો સમય અલગ અલગ હોય છે. કોઈ રાત્રે વહેલા સુઈ જાય છે અને બીજા દિવસે વહેલા ઉઠે છે, તો કોઈ રાત્રે મોડેથી ઊંઘે છે સવારે મોડા ઉઠે છે. ઊંઘવાની વાત નીકળી છે જણાવી દઈએ કે, આપણા શાસ્ત્રોમાં પણ રાત્રે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો એક સમય ચોક્કસ સમય નક્કી કરેલો છે. અને જો આપણે એ નિયમોનું પાલન કરીએ, તો એનાથી આપણને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે.

મિત્રો, રાત્રે મોડે સુધી જાગીને બીજા દિવસે સવારે મોડેથી ઉઠવાની જીવનશૈલી આપણી છે જ નહિ. એ તો વિદેશની દેન છે, જેનું આપણે આંધણું અનુકરણ કરી રહ્યા છીએ.

ઘણા બધા લોકોને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય છે, અને તેઓ સવારે ઘણા મોડા પણ ઉઠે છે. એમાંથી ઘણા લોકો તો કામ વગર ખાલી મોબાઈલ પર ગેમ રમવા અને મુવી જોવા જાગતા રહે છે. જેનો કોઈ મતલબ જ નથી. તો ઘણા લોકો એવા પણ હોય છે, જે સવારે ઘણા વહેલા ઉઠી જાય છે. વ્યક્તિએ પોતાની ઊંઘ પૂરી લેવી જોઈએ. એન જો આપણે મોડી રાત સુધી જાગીને કામ કરીએ છીએ, તો એની અસર આપણા આરોગ્ય ઉપર પડે છે.

જણાવી દઈએ કે, શાસ્ત્રો અનુસાર સારા આરોગ્ય અને દેવી દેવતાઓની કૃપા મેળવવા માટે આપણે રોજ સવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવું જોઈએ. આ વર્ષો જૂની માન્યતા છે, પણ આપણા માટે સારી છે. બ્રહ્મનો અર્થ પરમ તત્વ કે પરમાત્મા અને મુહુર્ત એટલે શુભ સમય. સામાન્ય રીતે રાતનો છેલ્લો સમય એટલે સવારે ૪ થી ૫.૩૦ વાગ્યા સુધીના સમયને બ્રહ્મ મુહુર્ત ગણવામાં આવે છે.

આપણી દિનચર્યા સવારે ઉઠતા જ શરુ થાય છે. એટલા માટે સવારે વહેલા ઉઠવું દિનચર્યાનો સૌથી પહેલો અને મહત્વનો ભાગ છે. તે કારણે આપણી પ્રાચીન પરંપરામાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. અને તે છે બ્રહ્મ મુહુર્ત.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે,

वर्णं कीर्तिं मतिं लक्ष्मीं स्वास्थ्यमायुश्च विदन्ति।

ब्राह्मे मुहूर्ते संजाग्रच्छि वा पंकज यथा॥

એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી આપણને 1. સુંદરતા, 2. લક્ષ્મી, 3. બુદ્ધી, 4. સ્વાસ્થ્ય અને 5. આયુષ્યની પ્રાપ્તિ થાય છે. એમ કરવાથી શરીર કમળ જેવું સુંદર થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.