આ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવવાની શોધી કાઢી રીત

0
625

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એકવાર જે પ્લાસ્ટિક બની જાય છે તેને સંપૂર્ણ રીતે નષ્ટ થવામાં હજારો વર્ષ લાગી જાય છે. એજ કારણ છે કે, આજે પ્લાસ્ટિકનો કચરો માણસો માટે મોટી સમસ્યા બની ગયો છે. એક તરફ આખી દુનિયાના લોકો આનું નિવારણ લાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે, તો બીજી તરફ એક ભારતીય છે જે ન ફક્ત પ્લાસ્ટિકના કચરાનો તોડ લઈને આવ્યા છે, પણ તેની મદદથી દેશની પરિવહન વ્યવસ્થા પણ સુધારી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત રાજગોપાલન વાસુદેવન (Rajagopalan Vasudevan) ની. તેમણે એક એવી ટેક્નિક શોધી છે, જેની મદદથી પ્લાસ્ટિકનો સુંદર અને ટકાઉ રસ્તા બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.

વાસુદેવન મદુરૈ યુનિવર્સીટીની માન્યતા પ્રાપ્ત કોલેજ થિયાગરાજર કોલેજ ઓફ એન્જીનીયરીંગ (Thiagarajar College Of Engineering) માં કેમેસ્ટ્રીના પ્રોફેસર છે. અહીં તેમણે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ઘણા વર્ષો સુધી રિસર્ચ કરી. વર્ષ 2002 માં તેમણે પ્લાસ્ટિકના કચરાથી રોડ બનાવવાની ટેક્નિક શોધી કાઢી હતી. તેમની આ સિદ્ધિને આગળ વધારવાનો શ્રેય જાય છે તમિલનાડુની તે સમયની મુખ્યમંત્રી જયલલિતાને. તેમની મદદથી તે આની પેટન્ટ કરાવી શક્યા, અને આજે આ ટેક્નિકની મદદથી દેશના ઘણા રાજ્યોના ગામોના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પણ આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યું છે. આની મદદથી દેશના કચરા અને રસ્તા બંને સમસ્યાઓ સામે લડવામાં મદદ મળી રહી છે. આ ટેક્નિકની મદદથી અત્યાર સુધી ભારતમાં લગભગ 1 લાખ કિલોમીટર રસ્તાનું નિર્ણમ કરવામાં આવી ચૂક્યું છે, અને ઘણા અન્ય પ્રોજેક્ટ પર પણ કામ શરૂ છે. વર્ષ 2018 માં ભારતીય સરકારે વાસુદેવનજીને આ ટેક્નિક શોધવા માટે પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કાર્ય હતા.

વાસુદેવનની આ ટેક્નિકે આખી દુનિયાના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. ઘણા દેશોએ આને ખરીદવા માટે તેમનો સંપર્ક કર્યો હતો હતો. પણ વાસુદેવનજીએ આ ટેક્નિક કોઈને નહિ આપી, પણ તેને ભારત સરકારને દાન કરી દીધી. ભારત સરકારની મદદથી હવે આ ટેક્નિકની મદદથી વિદેશો (ઇન્ડોનેશિયા-નેધરલેન્ડ) માં પણ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

એટલું જ નહિ બ્રિટનની સરકારે આ ટેક્નિકને વધુ આધુનિક બનાવવા માટે રિસર્ચ કરવાની દિશામાં 1.6 મિલિયન પાઉંડનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા વાસુદેવનને અમારા સલામ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.