આને કહેવાય કડક નિર્ણય નીતીશ સરકારે દારૂબંધી પછી બિહારમાં પાન મસાલા પર લગાવ્યો પ્રતિબંધ, લિસ્ટમાં છે આ કંપનીઓ

0
721

બિહારમાં હવે પાનમસાલા ખાવા વાળા લોકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. દારૂબંધી પછી હવે રાજ્યમાં પાન મસાલા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જે આજથી લાગુ થશે. હાલમાં આ પ્રતિબંધ 12 મહિના માટે લગાવવામાં આવ્યો છે.

બિહાર સરકારે કહ્યું છે કે, ભારતીય બંધારણ અનુસાર રાજ્ય સરકાર પોતાના નાગરિકોના પોષણયુક્ત આહારના સ્તર અને જીવનના સ્તરને ઊંચું કરવા, અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે હાનિકારક પદાર્થોના વપરાશ પર પ્રતિબંધ લગાવી શકે છે.

05 જુલાઈ 2019 ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલા નિર્દેશ પર પ્રકાશ પાડતા ફૂડ સેફટી કમિશનરે રાજ્યની વિવિધ બ્રાન્ડના પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રાપ્ત કરેલા પાન મસાલાના નમૂનાની તપાસમાં એમાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવવાને કારણે લગાવવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે મેગ્નેશિયમ કાર્બોનેટથી હૃદય સંબંધિત બીમારીઓ સહીત બીજા ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. પાન મસાલા માટે ફૂડ સેફટી એક્ટ 2006 માં આપવામાં આવેલા સ્ટાન્ડર્ડ અનુસાર, એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મેળવવા પર પ્રતિબંધ છે. એટલે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ હાલમાં એક વર્ષ માટે લગાવવામાં આવ્યો છે.

અમુક અન્ય ઉત્પાદકોના નામ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવવા પર એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. બિહાર પાન મસાલા પર પ્રતિબંધ લગાવવાવાળું દેશનું બીજું રાજ્ય બની ગયું છે.

આ કંપનીઓના પાન મસાલા પર બિહારમાં લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ :

બિહારના અલગ અલગ જિલ્લાઓમાં રજનીગંધા પાન મસાલા, રાજનિવાસ પાન મસાલા, સુપ્રીમ પાન મસાલા, પાન પરાગ, બહાર પાન મસાલા, બાહુબલી પાન મસાલા, રાજનિવાસ ફ્લેવર પાન મસાલા, રાજશ્રી પાન મસાલા, રૌનક પાન મસાલા, સિગ્નેચર ફાઈનેસ્ટ પાન મસાલા, કમલા પસંદ પાન મસાલા, મધુ પાન મસાલાને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

બિહારના ફૂડ સેફટી કમિશનર સંજય કુમારે કહ્યું છે કે, કુલ 12 પાન મસાલા કંપનીઓ પર આખા રાજ્યમાં તારીખ 30/08/2019 થી એક વર્ષની સમય મર્યાદા સુધી પેકેટ અથવા ખુલ્લા રૂપમાં નિર્માણ, સ્ટોરેજ, પરિવહન, પ્રદર્શન અને વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એમણે આમ જનતાને વિનંતી કરી છે કે, તેઓ આ પ્રતિબંધને લાગુ કરવામાં જરૂરી સહયોગ આપે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.