સ્ટીલ બોડી બનાવી શકે છે ચણા અને ગોખરુનો આ પ્રયોગ, પરુષોના રોગોમાં તો ગરીબોનું બ્રહ્માસ્ત્ર છે.

0
1678

નમસ્કાર મિત્રો, અમે તમારા માટે થોડા થોડા સમયે આયુર્વેદિક ગ્રથોમાંથી અલગ અલગ રોગો માટેના ઉપાયો શોધીને લાવતા રહીએ છીએ. અને એનો એકજ ઉદ્દેશ હોય છે કે, તેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને લાભ મળી રહે, અને તેમનું જીવન રોગ મુક્ત થઇ જાય અથવા રોગ વિનાનું તંદુરસ્ત થઇ જાય.

અને આજના આ લેખમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ, એક એવો પ્રયોગ જેને થોડા દિવસ કરવાથી તમારી શરીરની કમજોરી દૂર થઇને તમારૂ શરીર શક્તિથી ઓતપ્રોત થઇ જશે. અને કમજોર શરીર સ્ટીલ બોડી બની જશે. જો તમે આ પ્રયોગ હંમેશા માટે કરવા માંગો છો, તો જીવનભર ઘરડા નહિ થાઓ.

આવો જાણીએ રામબાણ ઉપાય વિષે : આ પ્રયોગ માટે જરૂરી સામગ્રી : ચણા, સાકર, ગોખરુંનો રસ અથવા ગોખરુંનું ચૂર્ણ. મિત્રો, જણાવેલી ત્રણેય વસ્તુને બરાબર માત્રામાં લો. જો તમને તાજું ગોખરું મળે તો તેનો રસ કાઢી લો, અને નાં મળે તો પન્સારીની દુકાનેથી તેનું ચૂર્ણ અથવા સુકાયેલું ગોખરુ લઇ આવો. પ્રયોગ 1 : ગોખરુંનો રસ લઈને એમાં આખી રાત ચણા પલાણીને રાખો. બીજા દિવસે સવારે એ ચણાને ચાવી ચાવીને ખાઈ લો. આ સમયે સાકરની જરૂર નથી. અને તેને ખવાઈ ગયા બાદ એક ગ્લાસ દૂધમાં સાકર મિક્ષ કરીને પી લો. પ્રયોગ 2 : ચણા લઈ એને સેકી લો અને તેનું ચૂર્ણ બનાવી લો. પછી એમાં બરાબર માત્રામાં ગોખરુ અને સાકર મિક્ષ કરી દો. રોજ સવાર-સાંજ 2 થી 3 ચમચી આનું સેવન કર્યા પછી ઉપરથી દૂધમાં મધ નાખીને પીવો. પ્રયોગ 3 : આ પ્રયોગ કરવા માટે ચણાને ગોખરાના રસમાં 24 કલાક સુધી પલાણીને રાખો. પછી જયારે ચણા આ બધો રસ ચૂસી લે, ત્યારે ચણાને છાંયડામાં રાખીને સુકવી લો. ચણા સુકાઈ ગયા પછી તેનું ચૂર્ણ બનાવી લો. અને તેમાં સાકર મિક્ષ કરી લો. આનો ઉપયોગ સવાર-સાંજ દૂધની સાથે મધ મિક્ષ કરીને કરો.

તમે ઉપરોક્ત ત્રણેય પ્રયોગમાંથી કોઈ પણ પ્રયોગ કરો. તમારૂ શરીર એક મહિનામાં ગજબનું નિખરીને આવશે અને તમારા લગ્નજીવનમાં ચમત્કારી બદલાવ પણ આવશે. તમારું શરીર સ્ટીલ બોડી થશે. ગોખરું પુરુષોની શારીરિક નબળાઈ દુર કરવા સક્ષમ છે, અને ચણા શક્તિ પૂરી પાડે છે. તો આનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.