એક વખત ચાર્જ કરવાથી 160 કિમી ચાલશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, મળશે મોંઘી કારના ફીચર્સ

0
1921

તાઈવાનની ઓટો કંપની 22KYMCO એ દેશમાં ૩ નવા સ્કુટર બહાર પાડ્યા છે. અને તેમાં iFlow એક ઇલેક્ટ્રિક સ્કુટર છે, જેને પહેલી વખત ૨૦૧૮ના ઓટો એક્સ્પોમાં શોકેસ કરવામાં આવ્યું હતું. આ સ્કૂટરની ખાસિયત એ છે કે, તે એક વખત ચાર્જ કરવાથી ૧૬૦ કી.મી. નું અંતર કાપી શકે છે. અને આ સ્કુટર આર્ટીફીશીયલ ઈંટેલીજેંસને પણ સપોર્ટ કરશે.

iFlow સ્કુટરમાં રહેલા એલઈડી હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સ જેવા ફીચરને ભારતમાં બનાવવામાં આવશે. જયારે બેટરી અને મોટરને ચીનમાંથી મંગાવવામાં આવશે. iFlow સ્કુટર ૬ રંગો મેટ બ્લુ, ક્યુરી, લાલ, રાઈજીન બ્લેક, મુન લાઈટ સિલ્વર અને સફેદ ડોવ રંગમાં મળશે. અને તેના સ્ટોરેજ ટેન્કમાં બે હેલ્મેટ રાખી શકાશે.

બાઈકમાં બ્લુટુથ અને ક્લાઉડ કનેકટીવીટી સાથે ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળશે. અને જીઓ-ફેન્સીંગ એપ દ્વારા સ્કુટરના લોકેશનને ટ્રેક કરી શકાય છે. સ્કુટરમાં પહેલી વખત ખાસ હિલ અસીસ્ટનું ફીચર પણ મળશે, જેથી આ સ્કુટર પાછળ નહિ લપસે. વર્તમાન સમયમાં આ ફીચર મોંઘી કારો અને એસયુવીમાં જ મળતું હોય છે.

સ્કુટરમાં ક્રુઝ અને ડ્રેગ મોડ સાથે રીવર્સ અસીસ્ટ મોડ પણ મળશે. એક વખત ફૂલ ચાર્જ કરવા પર તમે આ સ્કુટરને ૧૬૦ કી.મી. ના અંતર સુધી ચલાવી શકો છો. અને તેની ટોપ સ્પીડ ૬૦ કી.મી. પ્રતિ કલાક છે. અને આ માત્ર ૦.૪ સેકન્ડમાં ૦ થી ૪૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

તેમાં 2.1 KW ની મોટર લગાવેલી હોય છે, જે ૯૦ એનએમનો ટોર્ક આપશે. તેમાં હળવા વજન વાળી લીથીયમ આયન બેટરી લગાવેલી છે. જેનું વજન પાંચ કીગ્રા. હશે અને માત્ર ૧ કલાકમાં ફૂલ ચાર્જ થઇ જશે, અને માત્ર ૩૦ સેકન્ડમાં બેટરી બદલી શકાય છે.

અને iFlow ને નવી દિલ્હી, બેંગલુરુ, પુણે, હૈદ્રાબાદ અને અમદાવાદમાં ૧૪ ડીલરો દ્વારા વેચવામાં આવશે. થોડા સમયમાં જ તેની સંખ્યા વધારીને ૩૦૦ કરવામાં આવશે. અને તેને ભીવંડી, હરિયાણાના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. કંપનીએ તેની કિંમત ૯૦ હજાર રૂપિયા રાખી છે.

જો કે પેટ્રોલથી ચલાવવા વાળા બીજા સ્કુટર ‘Like 200’ ની કિંમત ૧.૩૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. અને 22KYMCO મોટર્સ કંપની પોતાની બીજી કંપની 22Motors દ્વારા દેશમાં IONEX ચાર્જીંગ નેટવર્ક પણ ઉભા કરી રહી છે, અને દરેક શહેરમાં 40 IONEX ચાર્જીંગ પોઈન્ટ્સ હશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.