બાઈક લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી, જાણો મિનિટોમાં કેવી રીતે મળશે લોન.

0
100

બાઈક લોન માટે ધક્કા ખાવા કરતા જાણી લો, જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ, મળશે ઝડપી લોન. તમે લોન લઇને બાઇક ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો અને પછી ઇએમઆઈ દ્વારા લોન ભરી શકો છો. બાઇક લોન ઓછામાં ઓછી 12 મહિના અને વધુમાં વધુ 60 મહિનામાં ચૂકવવી પડશે.

જો તમે બાઇક લેવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે પૈસાની અછત છે, તો તમે આ માટે લોન લઈ શકો છો. જો તમે પગારદાર છો, તો બાઇક લોન લેવી તમારા માટે ખૂબ જ સરળ છે. તમે જે બેંકમાં તમારો પગાર આવે છે, ત્યાંથી તમને લોન મળી શકે છે. આ સિવાય બાઇક કંપનીઓ પણ તેમના લેવલે ફાઇનાન્સની વ્યવસ્થા કરે છે.

અરજદારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. : તમારા ક્રેડિટ ઇતિહાસને જોતા, તમને બાઇકની કિંમતના 85 ટકા સુધીની લોન મળે છે. કેટલીક જગ્યાએ તમે બાઇકની કિંમતના 95 ટકાની લોન મેળવી શકો છો. તમે લોન લઇને બાઇક ખરીદવાનું સપ્ન પૂર્ણ કરી શકો છો અને ઇએમઆઈ દ્વારા લોન ભરી શકો છો, બાઇક લોન ઓછામાં ઓછી 12 મહિના અને વધુમાં વધુ 60 મહિનામાં ચૂકવવી પડશે. તે બેંકોના નિયમો ઉપર આધાર રાખે છે. ધ્યાનમાં રાખો કે અરજદારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

આવી રીતે અરજી કરવી : તમે સીધા બેંકની વેબસાઇટ પર લોગ ઇન કરીને અરજી કરી શકો છો. જો તમે જરૂરી માહિતી બેંકની વેબસાઇટ પર નાખશો, તો તેમનો પ્રતિનિધિ તમને ફોન કરીને લોનની પ્રક્રિયા આગળ કરશે. આ સિવાય જ્યારે તમે ડીલર પાસે બાઇક લેવા જાઓ છો, તો તે તમને સારી ઓફર પણ આપી શકે છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે : આઈડી પ્રૂફ, આ માટે તમે મતદાર આઈડી, આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો.

સરનામાંનો પુરાવો : ઉપરોક્ત આઈડી પ્રૂફ સિવાય તમે વીજળી બિલ, રેશનકાર્ડ, ટેલિફોન બિલ, ભાડા કરાર આપી શકો છો.

લોન માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો ફરજીયાત રહેશે. :

આવકનો પુરાવો : જો તમે પગારદાર છો, તો તમારે ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે. આ સિવાય તમારે ચેકની કોપી આપવી પડશે.

સ્વ રોજગારી : જો તમારું પોતાનો બિઝનેસ છે, તો તમે આવકવેરા રિટર્નની એક નકલ સબમિટ કરી શકો છો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.