આ સીટી ના ટ્રક ડ્રાયવરે તોડયા 10 નિયમ, બની ગયો 59 હજારનો મેમો, જાણો વધુ વિગત

0
680

ગુડગાંવમાં ટ્રાફિક પોલીસે બુધવારે એક ટ્રક ડ્રાઈવરનું ૫૯ હજાર રૂપિયાનું ચલણ કાપ્યું. એ ટ્રક ડ્રાઈવરે ૧૦ ટ્રાફિક નિયમોનું ઉલંઘન કર્યું હતું. જયારે બીજા એક કેસમાં ઓટો રીક્ષા ચાલક ઉપર ૩૨ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. તે વ્યક્તિ વાહનના કાગળો ઘરે ભૂલીને આવ્યો હતો. મોટર વાહન (સંશોધન) બીલ-૨૦૧૯ના નવા નિયમો લાગુ થયા પછી મોટી રકમના દંડના કેસ સતત સામે આવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું કે ટ્રક ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હતા. ટ્રાંસપોર્ટ વાહન પાસે ફીટનેશ પ્રમાણપત્ર ન હતું, થર્ડ પાર્ટીનો વીમો અને પ્રદુષણ સર્ટીફીકેટ પણ ન હતું. વાહનમાં ખતરનાક માલને ટ્રાંસપોર્ટ કરવામાં આવી રહ્યો હતો. ડ્રાઈવિંગ પણ ખતરનાક હતું. ડ્રાઈવરે પોલીસનો ઓર્ડર ન માન્યો, ટ્રાફિક સિગ્નલને પણ ધ્યાન બહાર કર્યું અને પીળી લાઈટનું ઉલંઘન કર્યું.

કાગળ ઘરે ભૂલી આવ્યો હતો ચાલક :

ઓટો રીક્ષા ચાલક મો. મુશ્તકિલે જણાવ્યું કે, મંગળવારે સેક્ટર-૨૬માં પોલીસ કર્મચારીએ રેડ લાઈટ જંપ કરવાનાં ગુન્હામાં તેને અટકાવ્યો હતો. પોલીસ વાળાએ તેની પાસે ઓટો રીક્ષાના કાગળો માંગ્યા. પરંતુ તે સમયે તેની પાસે કાગળો ન હતા. તે કાગળ ઘરે ભૂલી આવ્યો હતો. મુશ્તકિલે દાવો કર્યો કે, તેણે પોલીસ કર્મચારીને ૧૦ મિનીટમાં તમામ કાગળો લઈને આવવાની વાત કરી, પરંતુ તેમણે મારી વાત સાંભળી જ નહિ. મુશ્તકિલ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે, અને ગુડગાંવમાં છેલ્લા ૧૫ વર્ષથી રહે છે.

સ્કુટી ચાલકનું કપાયું ૨૩ હજારનું ચલણ :

તે પહેલા સોમવારે ગુડગાંવ પોલીસે જ ટ્રાફિક નિયમોના ઉલંઘન માટે એક સ્કુટી ચાલકનું પણ ૨૩ હજાર રૂપિયાનું ચલણ પકડાવી દીધું. આવા પ્રકારનો કેસ કેથલ જીલ્લામાં સામે આવ્યો. અહિયાં એક સ્કુટી ચાલકને લાયસન્સ, આરસી, મોબાઈલ ફોન ઉપયોગ કરવા અને હેલ્મેટ ન પહેરવા ઉપર ૧૬ હજાર રૂપિયાનું ચલણ પકડાવી દીધું હતું.

મિત્રો, પોતાની સલામતી માટે ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરીને જ વાહન ચલાવવા. તેમજ વાહન ચલાવતા સમયે ફોન પર વાત કરવી નહિ. અને વાહન નિયંત્રિત ગતિએ ચલાવવું. તમારી સલામતી તમારા પરિવારની સલામતી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.