બોલીવુડના આ કપલે પોતાના લગ્ન પહેલા જ માણ્યો હનીમૂન, વિડિઓ શેયર કરીને ફેન્સને આપી એની જાણકારી.

0
1581

દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું ખાસ મહત્વ હોય છે. અને જો આપણે ફિલ્મી દુનિયાની વાત કરીએ તો, ત્યાં પણ લગ્નનું મહત્વ તો હોય છે, પણ એટલું નહિ જેટલું સામાન્ય લોકોમાં હોય છે. ત્યાં થનારા લગ્ન સામાન્ય લગ્ન કરતા અલગ હોય છે. આ લગ્નોની રોનક સામાન્ય લગ્નો કરતા ઘણી વધારે હોય છે.

અને બોલીવુડમાં થનારા લગ્નને જોઈને ઘણા બધા લોકો તેમની જેમ જ લગ્ન કરવા માંગે છે. અને હંમેશા બોલીવુડમાં થતા લગ્ન લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. જેમ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, પ્રિયંકા ચોપડા અને નીક જોન્સ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વગેરેના લગ્ન ચર્ચાના વિષય બન્યા હતા.

હનીમૂન મનાવવા ગયા શ્રીલંકા :

જણાવી દઈએ કે, બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ અને સલમાન ખાનની હિરોઈન રહી ચૂકેલી એક એક્ટ્રેસ છે મહક ચહલ, જે બિગ બોસ સીઝન 4 ના કન્ટેસ્ટેન્ટ અશ્મિત પટેલની સાથે લગ્ન કરવાની છે. પણ આ બંને જના લગ્ન પહેલા જ હનીમૂન મનાવવાના માટે શ્રીલંકા ગયા હતા.

એમના હનીમૂનના ફોટા થયા હતા વાયરલ :

આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે પણ આ કપલ લગ્ન પહેલા જ પ્રિવેડિંગ હનીમૂન માનવી ચુક્યા છે. જે દેશમાં કપલ લગ્ન પછી હનીમૂન પર જાય છે, ત્યાં આ કપલ લગ્ન પહેલા જ હનીમૂન મનાવવાના માટે પહોંચી ગયા હતા. અને ફક્ત એટલું જ નહિ આ કપલે પોતાના હનીમૂન વિષે આખી દુનિયાને પણ જણાવ્યું હતું. તેમણે હનીમૂનના કેટલાક ફોટો પણ શેયર કર્યા હતા. અને આ કપલનો પ્રિવેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં પર ખુબ વાયરલ થયો હતો.

ફિલ્મી સ્ટાઈલમાં કર્યો હતો લગ્ન માટે પ્રપોઝ :

જાણકારી માટે જણાવી દઈએ કે, અશ્મિત પટેલ એ અભિનેત્રી અમિષા પટેલના ભાઈ છે. તે બોલીવુડમાં ઘણા સમયથી એક્ટિવ છે, પરંતુ એક સફળ ઓળખાણ બનાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે. અશ્મિત અને મહકે ફિલ્મ નિર્દોષમાં સાથે કામ કર્યુ છે.

અને આ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મનો એક બાથરૂમ સીન લીક થઇ ગયો હતો. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, મહક અને અશ્મિતે સ્પેનમાં સગાઇ કરી હતી. પણ હનીમૂન માનવ્યા પછી હજુ પણ એમના લગ્ન થયા નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અશ્મિત પટેલે જણાવ્યું હતું કે, તેમણે મહકને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

પહેલા પણ થઇ ચુક્યા છે ઘણા અફેયર :

એક કાર્યક્રમમાં આ કપલે એવું જણાવ્યું હતું કે તે જલ્દી જ લગ્ન કરી શકે છે. પણ આ વાત સાચી થઈ નથી. અસ્મિત પટેલે એવું જણાવ્યું હતું કે, અમે બંને પહેલાજ સગાઇ કરી ચુક્યા છીએ. પરંતુ લગ્નને લઈને હજુ સુધી નિર્ણય લીધો નથી. મળેલી જાણકારી અનુસાર અશ્મિત પટેલના ઘણા લવ અફેયર રહી ચુક્યા છે. રિયા સેનની સાથે પણ અશ્મિત પટેલનો સંબંધ રહી ચુક્યો છે. બંને એક વાર એમએમએસના કારણે ચર્ચાના વિષય બન્યા હતા. હવે જોવાનું એ છે કે અશ્મિત અને મહકના લગ્ન થાય છે કે નહિ.