આ સુંદર હિરોઈન છે એક આર્મી ઓફિસરની દીકરી, પહેલી ફિલ્મ પછી ઠુકરાવી નાખી હતી 30 ફિલ્મો.

0
1833

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારા માટે બોલીવુડ ટાઉન માંથી રસપ્રદ માહિતી લઈને આવ્યા છે. અને એ માહિતી એક અભિનેત્રી વિષે છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ખુબ ઓછી ફિલ્મોમાં કામ કરીને પ્રસિદ્ધિ મેળવી છે, અને દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.

અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહિ પણ લંચ બોક્સ અને એયરલિફ્ટ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નિમરત કોર છે. નિમરત કૌરે ભલે વધારે ફિલ્મોમાં કર્યુ ના હોય, પરંતુ લંચ બોક્સ અને ઍરલિફ્ટમાં પોતાના જબરજસ્ત અભિનયથી એમણે બધાનું દિલ જીતી લીધું છે. નિમરત કૌર 36 વર્ષની થઇ ગઈ છે, અને તેમનો જન્મ રાજસ્થાનના પિલાની શહેરમાં થયો હતો. જણાવી દઈએ કે નિમરત કૌરના પિતા એક આર્મી ઓફિસર હતા.

આર્મી ઓફિસરની દીકરી છે નિમરત કૌર :

મળેલી જાણકારી અનુસાર, વર્ષ 1994 માં કશ્મીરમાં આતંકવાદીઓએ નિમરત કૌરના પિતાનું અપહરણ કરીને એમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમનો પરિવાર દિલ્લી ઉપનગર, નોઈડામાં રહેવા આવી ગયો. અને ત્યાંજ તેમને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્લી વિશ્વવિદ્યાલયમાં ભણી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ભણવાની સાથે સાથે તેમણે સ્થાનીય થિયેટરમાં કામ કરવાનું પણ શરુ કરી દીધું હતું.

કોલેજના સમયમાં નિમરત કૌર સ્ટેજ શો માં ભાગ લેતી હતી. તમને જણાવી દઈએ કે નિમરત કૌરની એક નાની બહેન પણ છે જેનું નામ રુબેન છે, અને તે એક મનોવૈજ્ઞાનિક છે. પોતાનું ભણતર પૂરું કાર્ય પછી નિમરત કૌર મુંબઈ આવીને કામ કરવા લાગી. તેમણે ‘ઓન એ નાઈટ વિથ કિંગ’ નામની એક ઈંગ્લીશ મુવીમાં કામ કર્યુ છે. આના સિવાય તે કૈડબરી સિલ્કના એક વિજ્ઞાપનમાં પણ દેખાઈ છે.

લંચબોક્સ હિટ થયા પછી ઠુકરાવી હતી 30 ફિલ્મો :

એ તો તમે જાણો છો કે, 2013 માં આવેલ રિતેશ બત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લંચબોક્સ’ થી નિમરત કોર ખુબ પ્રખ્યાત થઈ, અને તેમની આ ફિલ્મ ખુબ હિટ થઈ. આ ફિલ્મને 2013 ના કાન ફેસ્ટિવલમાં શામિલ કરવામાં આવેલ હતી. આ ફિલ્મમાં નિમરત કૌરના અભિનયને ખુબ વખાણ મળ્યા હતા. લંચબોક્સમાં તેમણે ખુબ સારું કામ કર્યુ, જેનાથી લોકોના દિલમાં પોતાની એક ઓળખાણ બનાવવાનો મોકો મળ્યો.

આ ફિલ્મમાં તેમની સાથે ઈરફાન ખાન અને નવાઝુદીન સીદીકીએ પણ મુખ્ય કલાકારોની ભૂમિકા ભજવી છે. લંચબોક્સમાં વગર મેકઅપના સિમ્પલ લુકમાં નિમરત કૌરે પોતાના અભિનયથી ઇલાના પાત્રને ખુબ સારી રીતે ભજવ્યું, અને પોતાની ગજબની એક્ટિંગથી બધાનું દિલ જીત્યું. લંચબોક્સ હીટ થયા પછી નિમરત કૌરે લગભગ 27-30 મુવી ઠુકરાવી દીધી હતી.

એયરલિફ્ટમાં અક્ષયની સાથે કરી ચુકી છે કામ :

આ રીતે ઘણી ફિલ્મો રિજેક્ટ કર્યા પછી તેમણે અક્ષય કુમાર સાથે ‘એયરલિફ્ટ’ માં કામ કર્યુ. આ ફિલ્મમાં રંજીત કત્યાલની વાર્તા દર્શાવવામાં આવે છે, જે કુવેતમાં એક મોટો વ્યાપારી હતો. રંજીતે 1990 ના દશકમાં ઇરાક-કુવૈત યુદ્ધના દરમિયાન કુવૈતમાં ફસેલાં ભારતીયોને ત્યાંથી બહાર કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રંજીતનું પાત્ર અક્ષય કુમારે ભજવ્યું હતું, ત્યાં નિમરત રંજીતની પત્નીની ભૂમિકામાં દેખાઈ હતી. તેમની આ ફિલ્મ પણ ખુબ હિટ થઇ અને નિમરત કૌરને ખુબ પ્રસિદ્ધિ પણ મળી.