આ બેંકના શેયર થયા ડિલિસ્ટ, શેયરહોલ્ડર્સના ડૂબ્યા પૈસા

0
199

જેની પાસે છે આ બેંકના શેયર તેમને રડવાનો વારો આવ્યો, તેના શેયર થયા ડિલિસ્ટ, જાણો વધુ વિગત. લક્ષ્મીવિલાસ બેંકના 93 હજાર શેયારધારકો માટે હવે તેના શેયર કોડીઓના ભાવના પણ નથી રહ્યા. આરબીઆઇ તરફથી લક્ષ્મીવિલાસ બેંકને ડીબીએસ બેંકમાં મર્જ થવાની મંજૂરી મળ્યા પછી સ્ટોક એક્સચેન્જે તેના શેયર સસ્પેન્ડ કરી દીધા છે. શુક્રવારે તેના શેયર સ્ટોક એક્સચેન્જોમાંથી ડિલિસ્ટ થઈ જશે.

આરબીઆઈની જાહેરાતથી નિરાશા : આ દરમિયાન તેના શેયર 4.8 ટકાથી વધીને 7.65 રૂપિયા પર એ આશાએ પહોંચ્યા હતા કે, કદાચ આરબીઆઈ શેયરહોલ્ડરોની રાહત માટે કોઈ જાહેરાત કરશે પણ એવું થયું નહિ. બુધવારે આરબીઆઈએ લક્ષ્મીવિલાસ બેંક માટે જે જાહેરાત કરી હતી, તેમાં શેયરહોલ્ડરોની રાહત માટે કોઈ ઉપાય ન હતા. શેયરહોલ્ડરોના શેયર બટ્ટા ખાતામાં નાખી દેવામાં આવ્યા (Write Off).

જે રોકાણકારોએ કોઈ રાહત પેકેજની આશામાં તેના શેયર ખરીદ્યા હતા, તેમને પણ નુકશાન થયું છે. ડીબીએસમાં વિલય પછી લક્ષ્મીવિલાસ બેંકની બધી રકમ રાઈટ-ઓફ કરી દેવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું હતું કે, લક્ષ્મીવિલાસ બેંક પર લગાવેલ મોરાટોરિયમ 27 નવેમ્બરે પૂરું થઈ જશે.

લક્ષ્મીવિલાસ બેંકની દરેક શાખાઓ ડીબીએસની શાખાઓ થઈ : લક્ષ્મીવિલાસ બેંકની દરેક શાખાઓ હવે ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડની શાખાઓના રૂપમાં કામ કરશે. લક્ષ્મીવિલાસ બેંકના ગ્રાહક શુક્રવારથી પોતાના એકાઉન્ટને ડીબીએસ બેંકના કસ્ટમરના રૂપમાં ઓપરેટ કરી શકશે. કેબિનેટે બુધવારે લક્ષ્મીવિલાસ બેંકને ડીબીએસ બેંક સાથે જોડાણની મંજૂરી આપી હતી. તેના થોડા કલાકો પછી રિઝર્વ બેંકે નિવેદન જાહેર કરી કહ્યું કે, આ જોડાણ 27 નવેમ્બર, 2020 થી પ્રભાવી માનવામાં આવશે.

સરકારે કહ્યું કે, હવે ડીપોઝીટરો પર આગળ પૈસા ઉપાડવા પર કોઈ પ્રતિબંધ નહિ રહે. તેની સાથે જ 94 વર્ષ જૂની લક્ષ્મીવિલાસ બેંકનું નામ ખતમ થઈ જશે અને તેની ઇક્વિટી પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. આ બેંકનું સંપૂર્ણ ડિપોઝીટ હવે ડીબીએસ ઇન્ડિયાના નામે થઇ જશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.