ટોપ પર રહેલી આ એકટ્રેસ બોલીવુડ જ નહિ દેશ પણ છોડી ચુકી છે, જાણો હમણાં શું કરે છે મીનાક્ષી.

0
2528

આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ઘણી નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું અને પછી તે બોલીવુડ અને દેશ છોડીને જતી રહી. અને એ અભિનેત્રી કોઈ બીજી નહિ પણ મીનાક્ષી શેષાદ્રી છે.

જણાવી દઈએ કે, મીનાક્ષી એ 18 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને તે સુપરહિટ હિરોઈન બની ગઈ હતી. અને સતત 15 વર્ષ સુધી સિલ્વર સ્ક્રીન આ ‘દામિની’ ની દમકથી ચકાચોંધ રહ. પણ વર્ષ 1996 માં તેમના જીવનમાં અચાનક જ કોઈ આવ્યું, અને આ ચહેરો ફિલ્મી દુનિયા માંથી ગાયબ થઇ ગયો.

મિત્રો આ ગ્લેમરનો રંગ જ કંઈક એવો હોય છે કે, એક વાર તમે એના રંગમાં રંગાઈ ગયા તો પછી ઘણી મુશ્કેલીથી એ તમારા મન માંથી ઉતરે છે. તમે જ વિચારો કે, જે અભિનેત્રીનો બોલીવુડમાં જલવો હોય, બધી જગ્યાએ એની ચર્ચા થતી હોય, બધા સુપર સ્ટાર તેમની સાથે કામ કરવા માંગતા હોય, અને જે પોતાના સમયમાં ટોપ પર રહી ચૂકી હોય, તે એક દિવસ કેવી રીતે બધાથી પોતાને દૂર કરી બોલીવુડ જ નહિ પણ દેશ છોડીને ચાલી જાય. આ તો એક રહસ્ય જ ગણાય. અને મીનાક્ષીએ એવું જ કર્યું.

જાણકારી માટે જણાવી દઈએ કે, મીનાક્ષી એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ ડાંસર પણ હતી. તેમની એક્ટિંગની સાથે તેમનો ડાંસ સૌથી મજબૂત પક્ષ રહ્યો, જે દરેક ફિલ્મ દ્વારા વધુ નીખરીને સામે આવ્યો હતો. તેમની ગણતરી બોલીવુડમાં શ્રેષ્ઠ ક્લાસિકલ ડાંસ કરવા વાળી અભિનેત્રીઓમાં કરવામાં આવતી હતી. તેમણે લગભગ બધા મોટા પ્રોડ્યૂસર-ડાયરેક્ટર સાથે કામ કર્યુ છે. અને અમિતાભ બચ્ચનથી લઈને વિનોદ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર પણ ફિલ્મોમાં તેમના હીરો રહી ચુક્યા છે.

એટલું જ નહિ મીનાક્ષી જયારે 17 વર્ષની હતી ત્યારે જ તે મિસ ઈંડિયા બની ગયી હતી. ત્યારે તેમનું નામ હતું શશીકલા શેષાદ્રી. સમાચાર પત્રમાં છપાયેલા તેમના ફોટો પર જયારે મનોજ કુમારની નજર પડી, ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તેમની ફિલ્મ ‘પેંટર બાબુ’ ની હિરોઈન તેજ હશે. અને વગર સ્ક્રીન ટેસ્ટએ મીનાક્ષીની ફિલ્મી સફર શરુ થઇ ગઈ. બસ એક જ અડચણ હતી અને એ હતી શશીકલાનું નામ. કારણકે આ નામની એક હિરોઈન પહેલાથી જ ફિલ્મોમાં હતી. ત્યારે એવું નક્કી થયું કે શશીકલાને બોલીવુડની દુનિયામાં મીનાક્ષી શેષાદ્રીના નામથી લોકો જાણશે.

એમની પહેલી ફિલ્મ ‘પેંટર બાબુ’ ખરાબ રીતે ફ્લોપ રહી. અને આ વાતથી મીનાક્ષીને હિન્દી સીનેમાથી નફરત થઇ ગયી. અને તે બોલીવુડ છોદવાનું મન બનાવી ચુકી હતી. ત્યારે શો મેન સુભાષ ઘાઈ ફિલ્મ ‘હીરો’ માટે હિરોઈનની શોધમાં હતા, અને તેમની આ શોધ મીનાક્ષી પર આવીને પૂરી થઇ. પરંતુ મીનાક્ષી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર નાં થઇ.

પણ સુભાષ ઘાઈએ એમની પાછળ ખુબ મહેનત કરી પછી તે રાજી થઇ, અને વર્ષ 1983 માં રિલીઝ થયેલી એમની ફિલ્મ ‘હીરો’ બ્લોકબસ્ટર સાબિત થઇ. અને પછી તો મીનાક્ષી શેષાદ્રી રાતો-રાત સ્ટાર બની ગયી. એમની સફળતાનું કારણ એ હતું કે, 36 વર્ષ પહેલા ફિલ્મ ‘હીરો’ એ બોક્સઓફિસ પર 13 કરોડથી વધારે કમાણી કરી હતી. અને તે સમયે ફક્ત અમિતાભ બચ્ચનની ફિલ્મ જ આટલી કમાણી કરી શકતી હતી.

અને એ સમયમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે મીનાક્ષીને કામ કરવાનો મોકો આપ્યો ટીનુ આનંદે. એમની ફિલ્મ હતી ‘શહેનશાહ’. આ ફિલ્માં અમિતાભ અને મીનાક્ષીની જોડી પડદા પર સુપરહિટ રહી. તે જમાનામાં અમિતાભ માટે મીનાક્ષીની દીવાનગી કોઈનાથી છુપાયેલ ન હતી.

ફિલ્મ ‘શહેનશાહ’ પછી બંને જણાએ ‘ગંગા જમના સરસ્વતી’, ‘તુફાન’ અને ‘અકેલા’ જેવી ફિલ્મો પણ સાથે સાથે કરી. અમિતાભનો સાથ મળતા મીનાક્ષીનું કેરિયર ચમકી ઉઠ્યું. અને 80 ના દશકમાં શ્રીદેવીના સ્ટારડમને ટક્કર આપવા વાળી એકમાત્ર અભિનેત્રી મીનાક્ષી બની ગયી.

પણ સ્ટારડમના તે જમાનામાં મીનાક્ષી એક ડાયરેકટરની દીવાનગીથી ડરવા લાગી હતી. 22 જૂન 1990 માં મીનાક્ષીની ફિલ્મ ‘ઘાયલ’ રીલીઝ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે ‘ઘાયલ’ ફિલ્મ વખતે ડાયરેકટર રાજકુમાર સંતોષીને પોતાની હિરોઈન મીનાક્ષી સાથે પ્રેમ થઇ ગયો હતો. રાજકુમાર સંતોષી ઘણી બધી ફિલ્મોમાં મીનાક્ષીને મુખ્ય હિરોઈન સાઈન કરી ચુક્યા હતા. મીનાક્ષીને સતત ફિલ્મો ઓફર કરવાનું રહસ્ય ત્યારે ખુલ્યુ જયારે સંતોષીએ એક દિવસ પોતાનાં પ્રેમ વિષે જણાવ્યું.

પણ ત્યારે મીનાક્ષીએ રાજકુમાર સંતોષીના પ્રેમનો સ્વીકાર કર્યો નહિ. જો કે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. ‘ઘાયલ’ પછી ‘દામિની’ મીનાક્ષીના કેરિયરમાં સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થઇ. ‘દામિની’ ના દમદાર પાત્રથી મીનાક્ષીએ માધુરી દીક્ષિતના સ્ટારડમને પણ ચુનૌતી આપી દીધી હતી. ‘દામિની’ માટે મીનાક્ષીને ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ હિરોઈનના માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ સમય સુધી મીનાક્ષી પોતાના કરિયરમાં ટોપ પર ચાલી રહી હતી. પણ એક નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થવા વાળો હતો.

જણાવી દઈએ કે, વર્ષ 1996 માં આવેલી ફિલ્મ ‘ઘાતક’ મીનાક્ષીની આખરી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મ દરમિયાન મીનાક્ષીને પહેલી વાર પ્રેમ થયો. એ સમયે એક પાર્ટીમાં એમની એક બહેનપણીએ મીનાક્ષીને કોઈને મળાવી, અને તે અજાણ્યો વ્યક્તિ મીનાક્ષીનો સૌથી જીગરી બની ગયો, અને મીનાક્ષી ફિલ્મી ચકાચોંધથી દૂર ચાલી ગયી.

ત્યારબાદ મીનાક્ષીએ ફિલ્મ કરવાનું છોડી દીધું. તે સમયે થયેલું મીનાક્ષીનું એક ઇન્ટરવ્યૂ આ વાતની પુષ્ટિ કરે છે. અભિનેત્રી તરીકે મીનાક્ષીને ગોસિપ્સ અને લિંકઅપના સમાચારથી ગૂંચવણ થવા લાગી. તે પોતાની ઇમેજને લઈને ખુબ વધારે ચિંતાજનક થવા માંડી હતી. અને ખુદને બીજી હિરોઈનથી બિલકુલ અલગ બતાવવા વાળી મીનાક્ષી એક સત્ય છુપાવવાની મશક્કત કરી રહી હતી. તે સત્ય હતું મીનાક્ષીનું લગ્નજીવન.

જણાવી દઈએ કે, વર્ષ 1995 માં જ મીનાક્ષીએ અમેરિકામાં રહેવા વાળા ઇન્વેસ્ટમેંટ બેંકર હરીશ મૈસુર સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. મીનાક્ષીએ પોતાના લગ્નનું સસ્પેંસ રાખવું હતું, અને સમાચાર તો એવા પણ આવ્યા હતા કે, તેમના પરિવારના લોકોને પણ આની જાણકારી પાછળથી મળી હતી. હરીશ સાથે લગ્ન પછી પણ મીનાક્ષી ફિલ્મો કરતી રહી પરંતુ, લિંકઅપના સમાચારથી પરેશાન પણ થતી હતી. ‘દો રાહે’ મીનાક્ષીની છેલ્લી ફિલ્મ હતી જે રિલીઝ નથી થઇ શકી.

મીનાક્ષીના લગ્નના સમાચાર બધાને ખબર પડી ગયા પછી, એમણે અમેરિકામાં વસવાનો નિર્ણય લીધો. મીનાક્ષી મુંબઈ છોડીને ટેક્સાસ ચાલી ગયી અને એ પછી એમણે ક્યારેય ફિલ્મી દુનિયા તરફ પાછું જોયું નથી. તમિલ પરિવારની મીનાક્ષી ધનવાદના સીંદરીમાં જન્મી, દિલ્હીમાં ભણી, મુંબઈમાં કામ કર્યું અને લગ્નના પછી અમેરિકા ચાલી ગયી.

અમેરિકામાં ગયા પછી પણ મીનાક્ષીએ પોતાના ડાન્સના શોખને છોડ્યો નહિ. બાળપણથી ક્લાસિકલ ડાન્સર રહેલી મીનાક્ષીએ અમેરિકાના ટેક્સાસમાં એક ડાન્સ ટ્રેનિંગ સ્કૂલ ખોલી છે, અને તે ત્યાંના ભારતીયો વચ્ચે ઘણી પોપ્યુલર છે.