આ અભિનેત્રી હતી સુનિલ શેટ્ટી પર ફિદા, લગ્ન માટે પ્રપોઝ કરવા છતાં પણ આ કારણે વાત આગળ વધી નહિ

0
2882

એ વાતથી તમે સારી રીતે પરિચિત હશો કે બોલીવુડમાં હીરો અને હિરોઈન વચ્ચે અફેયરની વાત સામાન્ય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ ફિલ્મોમાં સાથે કામ કરતા તેમની વચ્ચે દોસ્તી થાય છે. અને આગળ જતા એ દોસ્તી પ્રેમનું સ્વરૂપ પણ લઈ શકે છે.

બોલીવુડમાંથી થોડા થોડા સમયે હીરો અને હિરોઈનના પ્રેમના કિસ્સા હમેશા સાંભળવા મળે છે. જો કે ઘણા ફિલ્મી કલાકારો પોતાના સંબંધને લગ્ન સુધી પહોંચાડે છે, જેવા કે અમિતાભ અને જયા, ધર્મેન્દ્ર અને હેમા, અજય અને કાજોલ, રણવીર અને દીપિકા વગેરે જેવા બીજા પણ અન્ય કલાકારો છે જેમનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો છે.

એનાથી વિપરીત આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી જોડીઓ પણ છે જેમનો પ્રેમ સફળ થતો નથી. આજે અમે તમને 90 ના દશકની એક એવી જોડી વિષે જણાવવા જઈ રહ્યા છે, જેમને ફિલ્મ સેટ પર પ્રેમ થયો હતો અને તેમના પ્રેમના કિસ્સા બોલીવુડમાં ખુબ પ્રખ્યાત પણ થયા હતા. પણ તે હંમેશ માટે એકબીજાના થઇ શક્યા નહિ.

આજે અમે વાત કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં અન્નાના નામથી પ્રખ્યાત સુનિલ શેટ્ટી અને એમના ફિલ્મી અફેયરની. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ થી પોતાના બોલીવુડ કરિયર શરૂઆત કરવા વાળા સુનિલ શેટ્ટીએ લગભગ 110 ફિલ્મોમાં કામ કર્યુ છે. અને આ લાંબા ફિલ્મી કરિયરમાં સુનિલે ઘણી બધી બોલીવુડ અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. અને એમણે ઘણી બધી હિટ રોમાન્ટિક ફિલ્મો પણ કરી છે. જો કે હાલમાં સુનીલ ઘણા સમયથી બોલીવુડમાં દેખાયા નથી.

પણ પોતાના ફિલ્મી કરિયરની સફળ સફરમાં એમનું નામ એક ખુબ સુંદર હિરોઈન સાથે જોડાયું હતું. અને તે સુંદર હસીના બીજુ કોઈ નહી પણ સોનાલી બેન્દ્રે હતી. જો તમે સુનીલના ફેન હશો તો તમે જાણતા હશો, કે સોનાલી બેન્દ્રે સાથે સુનિલ શેટ્ટીએ ટક્કર, સપૂત, કહર અને ભાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાણવામાં આવ્યું છે કે 1997 માં આવેલ સુપરહિટ ફિલ્મ ભાઈનાં શૂટિંગ દરમિયાન આ બંને ખુબ નજીક આવી ચુક્યા હતા. અને તે સમયે લોકોમાં એની ચર્ચા પણ થવા લાગી હતી.

લોકોને ફિલ્મોમાં એમની જોડી ઘણી પસંદ હતી. અને ફિલ્મના સેટ પર તેમની વચ્ચે ખાસ પ્રકારની કેમેસ્ટ્રી પણ જોવા મળતી હતી. હવે બોલીવુડમાં કોઈ પણ વાત છુપાયેલી નથી રહેતી નથી. એવામાં બંનેના આ અફેયરને લઈને બોલીવુડમાં ઘણા પ્રકારની વાતો ચાલવા લાગી હતી. વાત અહીંયા સુધી જાણવામાં આવે છે કે સોનાલી બેન્દ્રે જાતે સુનિલને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતું. પણ સુનિલે તેમના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહિ. એવું જણાવવામાં આવે છે કે હકીકતમાં આની પાછળનું કારણ ખુબ મોટું હતું.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુનિલે સોનાલી અને પોતાના સબંધ વિષે જણાવ્યું હતું, અને તેમને લગ્ન ન કરવાનું કારણ પણ જણાવ્યું હતું. એ સમયે સુનિલ શેટ્ટીએ જણાવ્યું, કે જો તે પહેલાથી વિવાહિત ન હતે તો તે સોનાલી વિષે જરૂર વિચાર કરતે. જાણકારી માટે જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા જ સુનિલ શેટ્ટીના લગ્ન થઇ ચુક્યા હતા. તેમણે પોતાની બાળપણની મિત્ર મોના જોડે વર્ષ 1991 માં લગ્ન કરી લીધા હતા. એવામાં સુનિલ, સોનાલી બેન્દ્રે જોડે લગ્ન કરી પોતાની પત્નીને દગો આપવા માંગતા નહિ.

જયારે સોનાલીએ સુનિલ શેટ્ટી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે એમણે એનો અસ્વીકાર કર્યો. એટલે સોનાલીએ વર્ષ 2002 માં ગોલ્ડી બહલ જોડે લગ્ન કરી લીધા. ગોલ્ડી એક પ્રખ્યાત ફિલ્મમેકર છે, જેમણે ‘અંગારે’, ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ અને ‘લંડન પેરિસ ન્યુયોર્ક’ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

પોતાના ફિલ્મી કરિયરમાં સુનિલ શેટ્ટી પણ ખુબ સક્સેસફુલ એક્ટર રહ્યા છે. અને એની સાથે જ તેમનું ધ્યાન પોતાના બિઝનેસ પર પણ છે. સુનિલનું વિવાહિત જીવન પણ સફળ રહ્યું છે, અને તેમને બે બાળકો આહાન અને આથિયા શેટ્ટી છે. આથિયા શેટ્ટીએ પણ ફિલ્મ ‘હીરો’ થી બોલીવુંડમાં ડેબ્યુ કર્યુ છે, ત્યાં સુનિલનો છોકરો આહાન પણ ઇન્ડસ્ટ્રીમાં આવવાની તૈયારીમાં લાગેલો છે. જાણકારી અનુસાર સુનિલ પણ ફરીથી ફિલ્મોમાં આવવાની તૈયારીમાં છે. ફિલ્મ બાહુબલી જેવી જ એક ફિલ્મ દ્વારા તે કમબેક કરવાના છે એવી ચર્ચા છે.