બોલીવુડની આ અભિનેત્રી થઇ ગઈ દારૂ પીને ટલ્લી, વિકી કૌશલ પણ હતો ત્યાં હાજર.

0
995

મિત્રો બોલીવુડની દુનિયા ઘણી રંગીન છે. અહીં થોડા થોડા દિવસે કોઈ ને કોઈ કલાકાર ચર્ચાનો વિષય બની જાય છે. અને હવે તો સ્ટાર કિડ્સ પણ કોઈ ફિલ્મોમાં આવ્યા વગર જ હેડલાઈનમાં આવવા લાગ્યા છે. બોલીવુડ કલાકારો પોતાના અફેયર, લગ્ન, છૂટાછેડા, પાર્ટી કે પછી ઘર અથવા ગાડી એમ કોઈ પણ કારણો સર મીડિયામાં અને ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. ઘણા કલાકારો કોઈ બાબતે પોતે આપેલા નિવેદનને લીધે ચર્ચામાં આવી જાય છે, તો ઘણા પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને કારણે ચર્ચાનો વિષય બની જાય છે.

એ વાત તો તમે જાણો જ છો કે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર પાર્ટીઓ તો થતી જ રહે છે. અને એમાં આપણા દેશના કલાકારો સિવાય ઘણી વાર વિદેશી કલાકારો પણ હાજર રહે છે. આ સેલિબ્રિટીઓ પાર્ટી કરવાનું તો ચુકતા જ નથી. અને એમની પાર્ટી સાદી નથી હોતી, પણ ઘણી રંગીન હોય છે. એમાં ડાન્સ, મોંઘા મોંઘા પકવાન અને દારૂ વગેરે સામાન્ય બાબત હોય છે. એવામાં ઘણા કલાકારો દારૂ પીને ટલ્લી પણ થઇ જાય છે. અને ઘણા કલાકારો દારૂ પીધા પછી ધમાલ પણ મચાવી દે છે.

આ બધા વચ્ચે અભિનેત્રી તાપસી પન્નુ ચર્ચાનો વિષય બની છે. જણાવી દઈએ કે, હાલમાં એમણે પોતાના વીતેલા દિવસોને યાદ કરતા થોડી વાતો કરી, જેને લીધે તે ચર્ચામાં આવી ગઈ છે. તાપસીએ એવું જણાવ્યું હતું કે, એમની સાથે એવો બનાવ પણ બન્યો છે, જેને કારણે એમણે શરમ અનુભવવી પડે છે. મિત્રો બોલીવુડ ટાઉન માંથી મળેલી જાણકારી અનુસાર જણાવી દઈએ કે, એકવાર એવું બન્યું હતું કે એક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી થતી પાર્ટી જેને બોલીવુડની ભાષામાં રૅપ-અપ પાર્ટી કહે છે, એમાં એમણે અને અભિનેતા વિકી કૌશલે ખુબ દારૂ પીધો એમને નશો ચડી ગયો હતો.

એમાં પણ તાપસીને તો એટલો બધો નસો ચડી ગયો હતો કે, એમને ભાન જ રહ્યું ન હતું. એ રાત્રે તે પાર્ટી માંથી નીકળીને હોટલની બહારના ગાર્ડનમાં જ સુવા માંગતી હતી. આ બાબતે વિકી કૌશલે જણાવ્યું કે, એ સમયે તેઓ પાર્ટી માંથી નીકળ્યા પછી જે હોટલમાં રોકાયા ત્યાં જઈ રહ્યાં હતા. ત્યારે તાપસી ઘણી વધારે નશામાં ધૂત હતી. અને હોટલના ગાર્ડન એરિયામાં પહોંચ્યા પછી તાપસી ત્યાં ગાર્ડનમાં સુવા માંગતી હતી. પછી વિકીએ ઘણી મથામણ કર્યા પછી તાપસીને એના રૂમમાં પહોંચાડી દીધી હતી.

મિત્રો જો તાપસી પન્નુના ફિલ્મી કેરિયરની વાત કરીએ, તો એમણે બોલીવુડમાં ફિલ્મ ચશ્મે બદદુરથી ડેબ્યુ કર્યું હતું. પણ તાપસી એ પહેલા ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી હતી. બોલીવુડમાં એમની બેબી, નામ સબ્બાના, જુડવા 2, પિંક, મનમર્ઝીયા, બદલા અને ધ ગાઝી અટેક ઘણી સારી ફિલ્મો રહી છે. હવે તે બોલીવુડમાં પણ પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ છે. અને તે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં તો પહેલાથી પ્રસિદ્ધ છે જ.